એક્ટ્રેસના અબજોપતિ બોયફ્રેન્ડે તોડ્યો ટ્રાફિક નિયમ, 18 લાખની બાઇક પરની તસવીર વાયરલ
બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી તેની અંગત જિંદગીને લઈને ફરી ચર્ચામાં છે. હાલમાં જ તે તેના અબજોપતિ રૂમર્ડ બોયફ્રેન્ડ નિખિલ કામથ સાથે જોવા મળી હતી, જે બાદ તેમના સંબંધોની ફરીવાર ગોસિપ વર્તુળોમાં ચર્ચા થવા લાગી છે. આ બંનેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં નિખિલ મુંબઈની સડકો પર બાઇક ચલાવતો જોવા મળે છે, જ્યારે રિયા તેની પાછળ માસ્ક પહેરીને બેઠી છે. નવાઈની વાત એ છે કે બંને જે બાઇક પર ફરતા હતા તેનો ઈન્સ્યોરન્સ પૂરો થઈ ગયો છે. હવે આ માટે નિખિલ સોશિયલ મીડિયા પર ઘણો ટ્રોલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો: ચાર દિવસમાં સ્ત્રી-2 પહોંચી ગયું 300 કરોડના ક્લબમાં, ઑવરસિઝ કલેક્શન પણ જબરજસ્ત
શાંતનું ગોયલ નામના યુઝરે એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ઝીરોધાના કો-ફાઉન્ડર 37 વર્ષીય નિખિલ કામથ મુંબઈના રોડ પર બાઇક ચલાવતા જોવા મળે છે. તેમની પાછળ અભિનેત્રી રિયા ચક્રવર્તી બેઠી છે. નિખિલે જેકેટ અને શોર્ટ્સ સાથે માસ્ક અને હેલ્મેટ પહેરી છે, જ્યારે તેની પાછળ બેઠેલી રિયાએ ડેનિમ જેકેટ સાથે ગ્રે જીન્સ પહેર્યું છે. તેનો ચહેરો માસ્કથી ઢંકાયેલો છે.
વાયરલ વીડિયોમાં નિખિલ કામથ બાંદ્રામાં સુઝુકી ઈન્ટ્રુડર VZR 1800 ZL2 મોટરસાઈકલ પર સવારી કરતો જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા યુઝર્સે બાઇકનો લાયસન્સ નંબર જોયો અને થોડી ખણખોદ કરતા જણાયું હતું કે કામથે બેંગલુરુમાં એપ્રિલ 2012માં બાઇકની નોંધણી કરી હતી. તેનો વીમો જુલાઈ 2023માં લેપ્સ થઈ ગયો હતો.
VZR 1800 ZL2 ઇન્ટ્રુડર એ એક મજબૂત મોટરસાઇકલ છે જે સુઝુકીની ઇન્ટ્રુડર શ્રેણીમાં આવે છે, જે તેની ક્રુઝર બાઇક માટે જાણીતી છે. કેટલાક બજારોમાં સુઝુકી ઇન્ટ્રુડર M1800R તરીકે પણ ઓળખાય છે, આ બંધ કરાયેલ મોડલની કિંમત ભારતમાં રૂ. 15.95 લાખથી રૂ. 16.45 લાખની વચ્ચે છે, જેની ઑન-રોડ કિંમત રૂ. 18 લાખને સ્પર્શે છે.