ટોપ ન્યૂઝસ્પેશિયલ ફિચર્સ

બાળકીઓએ વડા પ્રધાન મોદીના કાંડા પર રાખડી બાંધી, આખું કાંડું રાખડીઓથી ભરાઈ ગયું

નવી દિલ્હી: આજે સમગ્ર દેશમાં રક્ષાબંધનનો તહેવાર (Rakshabnadhan) ઉજવવામાં આવી રહ્યો છે, જોકે શુભ મુહરત બપોરે 1.30 પછીનું હોવાથી બહેનોએ બપોર બાદ ભાઈઓના કાંડા પર રાખડી બંધી હતી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) શાળાની વિદ્યાર્થીનીઓ સાથે રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરી હતી. બાળકીઓએ વડા પ્રધાનના કાંડા પર રાખડી બાંધી હતી. આ દરમિયાન તેઓ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા. વડા પ્રધાનનું કાંડું રાખડીઓ ભરાઈ ગઈ ગયું હતું.

https://twitter.com/i/status/1825481650999869686

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને વડા પ્રધાને દેશવાસીઓને રક્ષાબંધનની શુભકામનાઓ પાઠવી છે.

એક બાળકીએ વડા પ્રધાન મોદીને ખૂબ જ ખાસ રાખડી બાંધી હતી. આ રાખડીમાં એક ખાસ સંદેશ સાથેની તસવીર પણ હતી. રાખડી પર વડા પ્રધાન મોદીના સ્વર્ગસ્થ માતાની તસવીર હતી અને તેના પર ‘એક પેડ માં કે નામ’ એવો સંદેશ લખવામાં આવ્યો હતો. વડા પ્રધાન મોદીએ હાલમાં જ આ અભિયાન શરૂ કર્યંર છે, જેમાં તેમણે દરેક વ્યક્તિને એક વૃક્ષ વાવીને પોતાની માતા અને ધરતી માતાનું સન્માન કરવાની અપીલ કરી હતી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લોકોને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવતા પીએમ મોદીએ કહ્યું કે “ભાઈ અને બહેન વચ્ચેના અપાર પ્રેમનું પ્રતિક એવા રક્ષાબંધનના તહેવાર પર તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ પવિત્ર તહેવાર તમારા બધાના સંબંધોમાં નવી મધુરતા લાવે અને જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય લાવે.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button