નેશનલ

ભારત શાંતિ સ્થાપવા યુક્રેનની મદદ નહીં કરે!વડા પ્રધાન મોદીની મુલાકાત પહેલા અહેવાલમાં દાવો

નવી દિલ્હી: આ અઠવાડિયે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી યુદ્ધગ્રસ્ત યુક્રેનની મુલાકાતે (PM Modi Ukraine visit)જવાના છે. એ પહેલા એવી ચર્ચાઓ વહેતી થઇ હતી કે ભારત રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધવિરામ માટે મધ્યસ્થી કરી કરી શકે છે. એવામાં આજે અધિકારીઓએ રશિયા અને યુક્રેન વચ્ચે મધ્યસ્થી કરવામાં કોઈપણ ભૂમિકાને નકારી કાઢી છે અને કહ્યું છે કે તે બંને દેશો વચ્ચે મેસેજની આપલે કરવામાં મદદ કરી શકે છે.

વડા પ્રધાન મોદી 23 ઓગસ્ટના રોજ યુક્રેનની ટૂંકી મુલાકાત લેવાના છે. ફેબ્રુઆરી 2022 માં યુક્રેન પર રશિયાના આક્રમણની શરૂઆત પછી કોઈ વરિષ્ઠ ભારતીય નેતા દ્વારા આ પ્રથમ મુલાકાત હશે. 1991 માં યુક્રેન સ્વતંત્ર થયા પછી પ્રથમ વાર કોઈ ભારતીય વડા પ્રધાન યુક્રેન જશે. ગયા મહિને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સાથે ફોન કોલ દરમિયાન રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીના ચીફ ઓફ સ્ટાફ એન્ડ્રી યર્માકે કહ્યું હતું કે મોદી યુક્રેનમાં શાંતિ હાંસલ કરવામાં “નોંધપાત્ર ભૂમિકા” ભજવી શકે છે.

જો કે એક અહેવાલ મુજબ, ભારતીય પક્ષે બે દેશો વચ્ચે કોઈ સીધી મધ્યસ્થી ભૂમિકાને નકારી કાઢી છે. ભારતીય પક્ષે તેના બદલે કહ્યું કે તે બંને પક્ષો વચ્ચે સંદેશા પસાર કરી શકે છે.

યુક્રેનના રાજદ્વારી કહ્યું કે “તેઓએ (ભારતે) સ્પષ્ટ કર્યું છે કે તેઓ મધ્યસ્થી કરશે નહીં. પરંતુ તેઓએ કહ્યું છે કે તેઓ સંદેશાની આપ લે કરવામાં મદદ કરી શકે છે. ”

આ મામલે ભારતીય અધિકારીઓએ સત્તાવાર રીતે કોઈ જાણકારી આપી નથી.
નોંધનીય છે કે, ભારતે હંમેશા યુક્રેન પર રશિયાના આક્રમણની જાહેરમાં નિંદા કરવાનું ટાળ્યું છે અને યુનાઈટેડ નેશન્સ ખાતે યુક્રેન સંબંધિત મોટાભાગના ઠરાવોની વિરુદ્ધમાં મત આપ્યો છે અથવા તેનાથી દૂર રહ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ઑન સ્ક્રીન ભાઈ-બહેનની જોડી ન ગમી દર્શકોને આટલા કલાકની ઊંઘ લે છે સેલેબ્સ, ચોથા નંબરના સેલેબ્સ વિશે જાણીને તો ચોંકી ઉઠશો લીલા મરચાને વરસાદમાં સ્ટોર કરવાની ટીપ્સ જાણો ઘરમાં પૈસા નથી ટકવા દેતી આ ભૂલો, તમે પણ તો નથી કરતાં ને?