મનોરંજન

બૉક્સ ઓફિસ પર નંબર ટુ બનવા અક્ષય અને જ્હોન વચ્ચે જંગ, જણો કોણે કરી કેટલી કમાણી

15 મી ઑગસ્ટ અને ત્યારબાદ શુક્ર, શનિ, રવિ અને સોમવારે રક્ષબંધનની રજા, આ રીતે રજાઓને ધ્યાનમાં લઈ બૉક્સ ઑફિસ પર એકસાથે ત્રણ મોટી ફિલ્મો રિલિઝ થઈ હતી. અક્ષય કુમારની ખેલ ખેલ મે, જ્હોન અબ્રાહમની વેદા અને શ્રદ્ધા કપૂર-રાજ કુમાર રાવની સ્ત્રી-ટુ મેદાન જંગે ચડી હતી, જેમાંથી શ્રદ્ધાની સ્ત્રી-ટુ તો ઘણી આગળ નીકળી નબંર-1 બની ગઈ, પણ અક્ષય અને જ્હોન વચ્ચે જંગ જામ્યો છે. બન્નેની ફિલ્મોનો રિવ્યુ સારો છે અને સ્ટોરી ફ્રેશ છે, આથી સ્ત્રી-ટુના આંતક વચ્ચે પણ દર્શકો ખેંચાઈ આવે છે. શરૂઆત બન્ને ફિલ્મોએ સારી કરી હતી, પણ હવે અક્ષયની ફિલ્મ ખેલ ખેલ મે જ્હોનની વેદા કરતા થોડી આગળ નીકળી હોવાનું જણાય છે.

ડેટા અનુસાર વેદાએ પહેલા દિવસે 6.3 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. બીજા દિવસે ફિલ્મની કમાણી ઘણી ઓછી હતી અને તેણે માત્ર 1.8 કરોડ રૂપિયાનું જ કલેક્શન કર્યું હતું. ત્રીજા દિવસે 2.45 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને હવે ચોથા દિવસે રવિવાર હોવા છતાં ફિલ્મનું કલેક્શન ઘટીને 2.7 કરોડ રૂપિયા થઈ ગયું છે. આવી સ્થિતિમાં ફિલ્મ ચાર દિવસમાં માત્ર 13.25 કરોડ રૂપિયાની કમાણી કરી શકી છે.

તો બીજી તરફ અક્ષય કુમારની ખેલ ખેલ મેંએ બોક્સ ઓફિસ પર 5.05 કરોડની કમાણી કરી હતી. ફિલ્મે બીજા દિવસે 2.05 કરોડ રૂપિયા અને ત્રીજા દિવસે 3.1 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હવે ચોથા દિવસે ખેલ ખેલ મેં’ને રવિવારનો ફાયદો મળ્યો અને ફિલ્મે 3.75 કરોડનો બિઝનેસ કર્યો. આ રીતે ફિલ્મનું કુલ કલેક્શન 13.95 કરોડ રૂપિયા થઈ ગયું છે જે વેદા કરતા થોડું વધુ છે.

જોકે અક્ષય અને જ્હોન જેવા ધુરંધરો હોવા છતાં અને ફિલ્મની વાર્તા પણ સારી હોવાની ચર્ચા હોવા છતાં બન્ને ફિલ્મો સ્ત્રી-ટુથી ઘણી પાછળ છે. આ સાથે ફિલ્મના બજેટ પ્રમાણે કલેક્શન થઈ રહ્યું નથી. જ્હોનની ફિલ્મ ઘણા સમય બાદ આવી છે જ્યારે અક્ષયની હીટ ફિલ્મ આવ્યાને ઘણો સમય થઈ ગયો છે, પણ હાલની સ્થિતિ જોતા બન્ને થિયટરોમાં કેટલી ટકશે અને કેટલી કમાણી કરશે તે કહેવું મુશ્કેલ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button