લીલા મરચાને વરસાદમાં સ્ટોર કરવાની ટીપ્સ જાણો
ભારતીય રસોડામાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા લીલા મરચા વરસાદમાં જલદીથી બગડી જાય છે
જો તમે તેને આ રીતે સ્ટોર કરશો તો તે સૂકાશે નહીં કે બગડશે પણ નહીં
અહીં લીલા મરચા સ્ટોર કરવાની ટીપ્સ છે, જેનાથી મરચા એક મહિના સુધી સારા રહે છે.
મરચાને પહેલા ધોઇને સૂકવી લો, તેની દાંડી અલગ કરો
પછી મરચાને ટિશ્યુ પેપરમાં લપેટી ઝિપ લૉક બેગમાં મૂકી ફ્રિજમાં સ્ટોર કરો
જો તમે મરચાને કાગળમાં એરટાઇટ કન્ટેનરમાં રાખશો તો પણ તે તાજા રહે છે
મરચાને સૂર્યપ્રકાશમાં ના રાખતા, તે જલદીથી બગડી જાય છે.
જો તમે ફ્રિજમાં ખુલ્લામાં મરચા રાખશો તો તે સૂકાઇ જાય છે.
આ ઉપરાંત કોઇ મરચું ખરાબ થઇ ગયું હોય તો તેને કાઢી નાખો, નહીં તો બીજા મરચા પણ બગડી જશે