શું આમિર ખાન ફિલ્મોમાંથી સન્યાસ લઇ રહ્યો છે? શું કહેતા આંખો ભરાઈ ગઈ?
મુંબઈ: સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસ બાબતે ચર્ચામાં આવેલી બોલિવૂડ અભિનેત્રી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે, પરંતુ ચાહકો સાથે જોડાયેલા રહેવા રિયાએ તાજેતરમાં પોતાનું પોડકાસ્ટ ‘Chapter 2’ શરૂ કર્યું છે. આ પોડકાસ્ટના પ્રથમ એપિસોડમાં મહેમાન સુષ્મિતા સેન હતી, આ એપિસોડ લોકોને ખુબ પસદ પડ્યો હતો. હવે રિયા ચક્રવર્તીના શોના બીજા ગેસ્ટ તરીકે મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન (Aamir Khan) છે. રિયા ચક્રવર્તીએ તેના શો ‘ચેપ્ટર 2’ના નવા એપિસોડનો પ્રોમો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો, જેમાં આમિર ખાને રિયા સાથે ઘણી રસપ્રદ વાતો શેર કરી હતી. આ દરમિયાન આમિર ખાને ફિલ્મોમાંથી સન્યાસ લેવાની વાત કરી હતી.
આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટના તમામ ન્યાયધીશ આજે લાપતા લેડીઝ ફિલ્મ જોશે, આમિર ખાન પણ હાજર રહેશે
વાતચીત દરમિયાન રિયા ચક્રવર્તી આમિર ખાનને પૂછ્યું કે શું તમે ક્યારેય અરીસામાં જુઓ છો અને તમને આશ્ચર્ય થાય છે કે ‘હું ખૂબ જ ગૂડ લૂકિંગ છું. હું સ્ટાર આમિર ખાન છું?’ આ સાંભળીને આમિર પહેલા હસી પડ્યો, પછી જવાબમાં તેણે કહ્યું કે તે પોતાને ગૂડ લૂકિંગ ગણતો નથી. આમીરે કહ્યું, ‘સાચું કહું તો મને રિતિક રોશન, શાહરૂખ ખાન અને સલમાન ખાન હેન્ડસમ લાગે છે.’
જેના જવાબમાં રિયા કહ્યું કે, ‘ના, તમે હેન્ડસમ છો. દરેક વ્યક્તિ મારી સાથે આ બાબતે સહમત થશે.’ ત્યારે આમિર કહે છે- ‘હું કેવો દેખાઉં છું? લોકો મારા કપડાની મજાક ઉડાવે છે, મને ટ્રોલ કરે છે.’ ત્યારે રિયાએ આમિરની વાત પર પ્રતિક્રિયા આપતા કહ્યું – ‘મેં એવું નથી કહ્યું કે તમારી ફેશન સેન્સ સારી છે, હું તો કહી રહી હતી કે તમારો લુક સારો છે.’ આ પછી આમિર ખાન રિયાના વખાણ કરતા જોવા મળે છે અને કહે છે કે તેણે ખૂબ હિંમતથી કામ કર્યું છે. આમીરે કહ્યું- ‘હું મેજિકમાં માનું છું.’
આ પણ વાંચો: આમિરનું આત્મનિરીક્ષણ
આ સમય દરમિયાન આમિર અને રિયા ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરતા જોવા મળ્યા અને એક ક્ષણ એવી આવી જ્યારે આમિર ખાન ભાવુક થઈ ગયો. આ દરમિયાન તેણે એમ પણ કહ્યું હતું કે તેઓ ‘ફિલ્મોમાંથી ખસી જવા માંગે છે’. તેણે કહ્યું- ‘મારે ફિલ્મોમાંથી ખસી જવું પડશે.’
આના પર રિયાએ કહ્યું- ‘તમે જૂઠું બોલી રહ્યા છો. લાઈ ડિટેકશન ટેસ્ટ કરાવો.’ તો આમિરે કહ્યું – ‘ના, હું સાચું કહું છું. મને થેરાપી દ્વારા જીવનનો બીજો અધ્યાય શરૂ કરવાની તક મળી છે. આમ કહીને આમિર થોડો ભાવુક થઈ જાય છે.’
આમિરને આટલો નારાજ જોઈને તેના ચાહકો પણ ચિંતામાં છે અને જાણવા માંગે છે કે એવું શું કારણ છે જેના કારણે તે એટલો નારાજ છે કે તેની આંખોમાં આંસુ આવી ગયા.