મનોરંજન

સાસુ Jaya Bachchanને લઈને આ શું બોલી Aishwarya Rai Bachchan?

બોલીવુડની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોસ્ટ પાવરફુલ ફેમિલીની બહુરાની ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai-Bachchan) હાલમાં તેની પર્સનલ લાઈફને કારણે ખૂબ જ લાઈમલાઈટમાં છે. અનેક રિપોર્ટમાં તો એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા ડિવોર્સ લઈ રહ્યા છે. આ માટે લોકો ઐશ્વર્યાની સાસુ જયા બચ્ચન (Jaya Bachchan) અને નણંદ શ્વેતા બચ્ચન (Shweta Bachchan)ને જવાબદાર ઠેરવી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં ઐશ્વર્યાએ સાસુ જયા બચ્ચનને લઈને કંઈક એવું કહ્યું છે કે જેની ચર્ચા ચારેકોર થઈ રહી છે. ચાલો જોઈએ કે આખરે એવું તે શું કહ્યું છે ઐશ્વર્યાએ સાસુ જયાને લઈને…

ઐશ્વર્યા અને જયા બચ્ચન વચ્ચે ખાસ કંઈ સારા સંબંધ નથી એ વાત તો બધા જ જાણીએ છીએ તો પણ ઐશ્વર્યાએ સાસુ જયાને લઈને એવું નિવેદન આપ્યું છે કે જે સાંભળીને તમામ લોકોની આંખો પહોળી થઈ ગઈ છે. અભિષેક ઐશ્વર્યાની ખટપટ વચ્ચે રેડિટ પર ઐશનો એક જૂનો ઈન્ટરવ્યુ વાઈરલ થઈ રહ્યો છે જેમાં ઐશ્વર્યા જયા બચ્ચનનું નામ લઈ રહી છે. એટલું જ નહીં પણ તેણે એમના જેવા બનવાની વાત પણ કહી હતી.

આ પણ વાંચો: Divorceની અફવા વચ્ચે Aishwarya Rai-Bachchanએ કહ્યું હું ખાલી ઐશ્વર્યા રાય છું…

વાત જાણે એમ છે કે ફિલ્મોમાં ઇન્ટીમેટ સીન આપવા મુદ્દે પૂછવામાં આવેલા સવાલમાં ઐશ્વર્યાએ કહ્યું હતું કે હું મારા કપડા, નિયમો સાથે કોઈ બાંધછોડ નહીં કરું. જે વ્યક્તિને તમે પ્રેમ કરો છો, તે ઘરમાં તમે પહેલાં વહુ બનીને અને બાદમાં માતા બનીને જાવ છો ત્યાં કેટલીક મર્યાદાઓ હોવી જોઈએ. જો હું સ્ક્રીન પર કંઈક એવું કરું છું જેને જોઈને મારા સાસરિયાવાળા લોકો શરમાઈ જાય છે તો એ જોઈને મને પણ શરમ આવશે.

આગળ તેણે એવું પણ કહ્યું હતું કે હું હમેશાં જયા બચ્ચન અને હેમા માલિની (Hema Malini)ની જેમ ઓળખાવવા માંગુ છું, એમના જેવી જ બનવા માંગુ છું. મારું સ્ટારડમ 10 વર્ષ રહેશે, પણ મારી ફેમિલી લાઈફ આખી જિંદગી મારી સાથે રહેશે. જોકે, તેમ છતાં ઐશ્વર્યાએ રણબીર કપૂર સાથે ફિલ્મ અય દિલ હૈ મુશ્કિલમાં એવા સીન આપ્યા હતા કે જેને કારણે બચ્ચન પરિવાર તેનાથી નારાજ થયો હતો એવો દાવો પણ એક રિપોર્ટમાં કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: શું Abhishek Bachchanને કારણે ઐશ્વર્યાએ જીગરજાન દોસ્ત સાથે કરી હતી કીટ્ટા

હાલમાં કેટલાય સમયથી ઐશ્વર્યા અને બચ્ચન પરિવાર એકબીજાથી દુર દુર જ રહેવાનું પસંદ કરે છે. ઐશ્વર્યા દીકરી આરાધ્યા બચ્ચન સાથે તેની માતાના ઘરે જ રહે છે અને તે પતિ અભિષેક કે બચ્ચન પરિવાર સાથે દેખાવાનું ટાળે છે. જોકે, આખરે આ પાછળનું કારણ શું છે એ તો હજી જાણી શકાયું નથી પણ દરરોજ કોઈને કોઈ નવી વાત જાણવા મળતી જ હોય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button