ટોપ ન્યૂઝનેશનલ

માનવ અંગોની તસ્કરી, સેક્સ અને ડ્રગ્સ રેકેટ, ગેરકાયદે કોન્ટ્રાક્ટ! આરજી કાર હોસ્પિટલ ગોરખધંધાનું કેન્દ્ર

કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં 9 ઓગસ્ટના રોજ રેસીડેન્ટ મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યા(Kolkata Rape and murder case)ના મામલાની તપાસ આગળ વધી રહી છે, તેમ તેમ ચોંકાવનારી માહિતી સામે આવી છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન(CBI)ની અત્યાર સુધીની તપાસ અને પીડતાના સહાધ્યાયીઓના નિવેદનો પરથી જાણવા મળ્યું છે કે માનવ અંગોના ગેરકાયદે વેપારનો (Organ Trafficking) પર્દાફાશ કરવાના પ્રયાસોને રોકવા માટે મહિલા ડોક્ટરને રસ્તામાંથી હટાવી દેવા આ ઘટનાને અંજામ આપવમાં આવ્યો છે.

માનવ અંગોની તસ્કરીનું કૌભાંડ:
CBIએ શનિવારે 13 લોકોની પૂછપરછ કરી હતી, બે દિવસમાં 19 લોકોની પૂછપરછ કરવામાં આવી છે. જેમાં અડધાથી વધુ લોકોએ હોસ્પિટલમાંથી માનવ અંગોની તસ્કરીના રેકેટની માહિતી આપી છે. ટીમનો દાવો છે કે ટૂંક સમયમાં ઘણા વ્હાઇટ કોલર ચહેરાઓ સામે આવશે.

એક અખબારી અહેવાલમાં સીબીઆઈના સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે આ કેસના મૂળ ખૂબ ઊંડા છે. મહિલા બળાત્કાર એટલા માટે કરવામાં આવ્યો હતો કે આ એક સામાન્ય ઘટના હોવાનું જણાય છે. મેડિકલ કોલેજમાં લાંબા સમયથી સેક્સ અને ડ્રગ્સ રેકેટ ચલાવવાનો પણ આરોપ છે. 23 વર્ષ પહેલા 2001માં કોલેજની હોસ્ટેલમાં થયેલા એક વિદ્યાર્થીના મોતની કડીઓ પણ આ સાથે જોડાવા લાગી છે.

ત્રણ ડોક્ટર સહિત ચાર લોકો પર સેક્સ-ડ્રગ રેકેટ ચલાવવાનો આરોપ:
એક રાજકીય પક્ષના એક વરિષ્ઠ નેતાએ દાવો કર્યો છે કે તેમની પાસે ડોક્ટરોના વોટ્સએપ ગ્રુપના સ્ક્રીનશોટ છે, જે હોસ્પિટલમાં સેક્સ અને ડ્રગ રેકેટનો ખુલાસો કરી શકે છે. જેમાં અન્ય પાર્ટીના વરિષ્ઠ નેતા અને તેમના ભત્રીજાના નામનો પણ ઉલ્લેખ છે. સીબીઆઈ સૂત્રોના જણાવ્યા અનુસાર આ પુરાવા બાદ પૂછપરછ દરમિયાન મેડિકલ કોલેજના ચાર લોકોના નામ સામે આવ્યા છે, જેમાં ત્રણ ડોક્ટર અને એક હાઉસ સ્ટાફ છે. એવો દાવો કરવામાં આવે છે કે ચારેય રાજકીય પક્ષ સાથે સંકળાયેલા છે અને હોસ્પિટલમાં સેક્સ અને ડ્રગ રેકેટ ચલાવતા હતા. સીબીઆઈ અધિકારીઓનું કહેવું છે કે નક્કર પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે.

મળતિયાઓને કોન્ટ્રકટ:
સૂત્રોના જણાવ્યા અનુસાર, આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મેડિકલ વેસ્ટના નિકાલ અને કેટલીક દવાઓ અને સામાનના સપ્લાયનું કામ મેનેજમેન્ટની નજીકના વ્યક્તિને આપવામાં આવ્યું હતું, પરંતુ સપ્લાય શરતો મુજબ કરવામાં આવી રહી ન હતી. પીડિતાને આ વાતની જાણ હતી. આ પણ હત્યા પાછળનું કારણ હોવાની આશંકા છે.

હોસ્પિટલના એક ડૉક્ટરનો દાવો છે કે પીડિતાએ અગાઉ સ્વાસ્થ્ય ભવનમાં આ અંગે ફરિયાદ કરી હતી. જોકે, આરોપીઓના પ્રભાવને કારણે કોઈ કાર્યવાહી થઈ ન હતી. તાલીમાર્થી ડોક્ટરે પુરાવા સાથે સમગ્ર મામલો સોશિયલ મીડિયા પર જાહેર કરવાની યોજના બનાવી હતી.

પોસ્ટમોર્ટમ રીપોર્ટ:
9 ઓગસ્ટના રોજ મેડિકલ કોલેજના સેમિનાર હોલમાં તાલીમાર્થી ડોક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બળાત્કારની પુષ્ટિ થઈ હતી. રિપોર્ટ અનુસાર તેના પ્રાઈવેટ પાર્ટ પર ઊંડા ઘા કરવામાં આવ્યા હતા. ગળું દબાવવાને કારણે થાઇરોઇડનું કાર્ટિલેજ તૂટી ગયું હતું. પેટ, હોઠ, આંગળીઓ અને ડાબા પગ પર ઈજાના નિશાન છે. તેના ચહેરા પર એટલા બધા ઘા કરવામાં આવ્યા કતા કે ચશ્માનો કાચ તૂટીને તેની આંખોમાં ઘુસી ગયો હતો.

વિદ્યાર્થીઓનો દાવો છે કે મૃતદેહોમાંથી અંગો કાઢવામાં આવતા હતા:
કોલેજના વિદ્યાર્થીઓએ પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ પર આરોપ લગાવ્યો છે કે ઘોષને અહીં શું થઈ રહ્યું છે તેની જાણ હતી. એવો આરોપ છે કે આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે આવતા મૃતદેહોને વ્યવહારિક હેતુઓ માટે રાખવામાં આવ્યા હતા. તેમના શરીરમાંથી અંગો પણ કાઢી લેવામાં આવ્યા હતા. હાલમાં સીબીઆઈએ આ વાતની પુષ્ટિ કરી નથી.

ઘટનાના ચોથા દિવસે 12 ઓગસ્ટે સંદીપ ઘોષે રાજીનામું આપી દીધું હતું. CBIએ તેને શુક્રવારે (16 ઓગસ્ટ) કસ્ટડીમાં લીધો હતો. શુક્રવારે મોડી રાત સુધી તેની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ શનિવારે (17 ઓગસ્ટ) સાડા 13 કલાક સુધી પૂછપરછ થઈ.

નેતાના દીકરાનું નામ સામે આવ્યું:
કોલકાતા પોલીસના એક અધિકારીનું કહેવું છે કે તાલીમાર્થી ડોક્ટરના બળાત્કાર-હત્યા કેસની પ્રારંભિક તપાસમાં એક રાજકીય પક્ષના વરિષ્ઠ નેતા અને એક નેતાના પુત્રના નામ સામે આવ્યા છે. જોકે, કોઈ પુરાવા ન મળવાને કારણે તેને શંકામાંથી દૂર કરવામાં આવ્યો હતો. કોલકાતાના પોલીસ કમિશનર વિનીત ગોયલે પત્રકારોને કહ્યું હતું કે નક્કર પુરાવા વિના માત્ર નિવેદનના આધારે કોઈની ધરપકડ કરી શકાતી નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button