ગુજરાતમાં એક ગામ આવું પણ; રક્ષાબંધના રોજ કોઈ બહેન નથી બાંધતી ભાઈને રાખડી…
અમદાવાદઃ આજે રક્ષાબંધનનો તહેવાર ઉજવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાતના એક ગામ એવુ છે જયાં રક્ષાબંધનના દિવસે કોઈ બહેન પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધતી નથી. ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકા ચડોતર ગામના લોકોમાં રક્ષાબંધનને બાબતે એક પુરાની માન્યતા હજુ પણ પ્રવર્તમાન છે.
પુજારીનું ગામની સુખ અને સલામતી માટે સુચન
ચડોતર ગામની લોકવાયકા મુજબ વર્ષો પહેલા આ ગામમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો અને મોટા પ્રમાણમાં પશુ અને જાનમાલનું નુકશાન થયું હતું. ગામના લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. ત્યારે ગ્રામજનો એકત્ર થઈને ગામના શિવજીના મંદિરમાં એક તપસ્વી સંત પાસે ગયા અને પુરી વાત કરી જેના કારણે પુજારીએ કહ્યું કે આખા ગામમાંથી દૂધ ભેગું કરો અને આખા ગામના દરેક ખૂણે-ખૂણે છાંટી દો જેથી ગામના લોકો એ દૂધ ભેગું કરી ને આખા ગામ માં છંટકાવ કર્યો જેના કારણે થોડી જ વાર માં બધુજ શાંત થઈ ગયું ત્યાર બાદ સંતે કહ્યું કે આજ પછી હવે રક્ષાબંધનના દિવસે આપડા ગામમાં કોઇ બહેન પોતાના ભાઈની કલાઈ પર રાખડી બાંધે નહી ત્યારથી આજ દિન સુધી ચડોતર ગામમાંની એક પણ બહેન પોતાના ભાઈને રાખડી બાંધતી નથી.
200 વર્ષથી પરંપરા અંકબંધ
ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકા ચડોતર ગામની કહાની છે. ગામની દીકરીઓ ભાઈને રાખડી બાંધીને એક દિવસ પહેલા જ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ગઈકાલે એક દિવસ પહેલા આ ગામની બહેનો દ્વારા ભાઈને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. છેલ્લા 200 વર્ષથી પણ વધારે વર્ષથી પરંપરા મુજબ રક્ષાબંધનના આગળના દિવસે રક્ષાબંધન મનાવવામાં આવે છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજે ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવશે ત્યારે ચડોતર ગામમાં ભાઈના લાંબા આયુષ માટે ગઈકાલે બહેનોએ રાખડી બાંધી છે.