પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપ 2023 રમવા માટે ભારત આવી છે. હૈદરાબાદ એરપોર્ટ પર પાકિસ્તાની ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બાબર આઝમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ભગવા રંગની શાલ પહેરેલો જોવા મળી રહ્યો છે. બાબર આઝમના આ લુકને જોઈને ફેન્સ સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે જે વાયરલ થઈ રહ્યા છે.
પાકિસ્તાન ટીમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જંગલની આગની જેમ ફેલાઈ રહ્યો છે જેમાં બાબર આઝમ ભગવા રંગની શાલમાં જોવા મળી રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેમેરાનું મહત્તમ ધ્યાન કેપ્ટન બાબર આઝમ પર છે જેનું હૈદરાબાદમાં કેસરી શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું છે. આ વીડિયો પર ફેન્સ અલગ-અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક લોકોનું માનવું છે કે આ નિયમો તમામ ટીમો માટે છે અને વિશ્વકપ રમવા ભારત આવનાર તમામ દેશોનું આ રીતે સ્વાગત કરવામાં આવી રહ્યું છે.
આ સાથે અન્ય યુઝર્સનું કહેવું છે કે આ લોકોને દિવસમાં ત્રણ વખત લંચ કરાવવું જોઈએ કારણ કે પાકિસ્તાનમાં ભૂખમરો જેવી સ્થિતિ છે.
તો કેટલાક લોકો એને સવાલ પણ કરી રહ્યા છે કે પાકિસ્તાનમાં પૈસા બૈસા કંઇ રહ્યું છે કે એ પણ ખતમ થઇ ગયા છે.
પાકિસ્તાની ટીમને ચિકન, મટન અને ફિશ ડિશ પીરસવામાં આવશે, પરંતુ ભારત આવનાર તમામ 10 ભાગ લેનારી ટીમોને બીફ પીરસવામાં આવશે નહીં. ટીમના ડાયટ ચાર્ટમાં લેમ્બ ચોપ, મટન કરી, બટર ચિકન અને રોસ્ટેડ ફિશનો સમાવેશ થાય છે. આ સાથે બાસમતી ચોખા, સ્પાઘેટ્ટી, પુલાવ, હૈદરાબાદી બિરયાની પણ સર્વ કરવામાં આવશે.