જૈન મરણ
પાટણ જૈન
સ્વ. કલાવતીબેન ચંપકલાલના પુત્ર મહેંદ્ર ચંપકલાલ શાહ (ઉ.વ. ૮૪) કસુંબિયાં વાડો, અરુણાબેનના પતિ, દેવાંશ અને નિપુણના પિતા, વિભા અને શેફાલીના સસરા, પૂરવ અને ખુશના દાદા, સ્વ. રસીલાબેન, સ્વ. દિનેશભાઈ, જ્યોત્સના બેન , સુભાષભાઈ, ભૂપેનદ્રભાઈ, યોગેશભાઈ, ઉષાબેનના ભાઈ, તે તા. ૧૭/૮/૨૪ના અરિહંત શરણ પામેલ છે. લોકિક વ્યવહાર બંધ છે. ઠે: નીપુન શાહ સી-૨૫ નવયુગ મેનશન, સી-વિંગ, ત્રીજે માળે, ગ્રાન્ટ રોડ, સ્ટેશન પાસે, ગ્રાન્ટ રોડ, (વેસ્ટ).
શ્રી વાગડ વિ.ઓ.જૈન
ગામ સુવઈના સ્વ. નીતીન વેલજી જીવરાજ સતરા (ઉં.વ.૫૫) શુક્રવાર તા.૧૬.૦૮.૨૪ના અવસાન પામેલ છે. વેજીબેન વેલજીના સુપુત્ર. પુષ્પાના પતિ, કશીશના પિતા, જાનવીના સસરા, નિર્મળા, સુશિલા, ભરત, ભારતીના ભાઈ. વણોઈના સ્વ. જવેરબેન વેલજી હરધોર શાહના જમાઈ. પ્રાર્થના સભા તા.૧૯.૦૮.૨૪ સોમવાર, સમય ૩.૦૦ થી ૪.૩૦ પ્રા.સ્થળ. સરદૃાર પટેલ હોલ(જવાહર નગર હોલ) ગોરેગામ-વેસ્ટ, ઠે.૧૪૦૩, ચાંડક સ્ટેલા, ઉદ્યોગ નગર, ગોરેગામ-વેસ્ટ, મો. ૯૮૨૦૦૩૦૮૪૬.
શ્રી વાગડ વિ.ઓ.જૈન
ગામ સુવઈના સ્વ. વનિતાબેન કાંતિલાલ સતરા (ઉં.વ. ૬૧) શુક્રવાર તા.૧૬.૦૮.૨૪ના અવસાન પામેલ છે. સ્વ. માનુબેન ભુરાભાઈના સુપૌત્રવધુ. સ્વ.દૃેમતબેન કરશનના પુત્રવધુ. સ્વ. કાંતિલાલના ધર્મપત્ની, હિરેન, અંકેશ, રીંકલના માતુશ્રી. પ્રાચી, કૃતી, અંકિતના સાસુ, સ્વ.રૂપાબેન ડાયાલાલના સુપુત્રી. પ્રાર્થના સોમવાર તા.૧૯.૦૮.૨૦૨૪ પ્રા.સવારે ૧૦.૩૦ થી ૧૨ સ્થળ.શ્રી થાણા વર્ધમાન સ્થા. તળાવપાળી, થાણા.ઠે. ૭૦૪, લોકમાન્ય સોસાયટી, થાણા.
દશા શ્રીમાળી સ્થા જૈન
ચોરવાડ નિવાસી હાલ બોરીવલી સુરેશભાઈ ધીરજલાલ દોશી ના ધર્મપત્ની અ.સૌ. નિલાબેન દોશી (ઉં.વ.૭૬) તે તા.૧૬/૮/૨૪ અરિહંત શરણ પામેલ છે. તે નીરવ, અલ્પા, શ્ર્વેતાના માતુશ્રી. વિક્રમ વાઘ તથા સુવર્ણાના સાસુ. અરવિંદભાઈ, હરેશભાઇ, શૈલેષભાઇ, દિનેશભાઇ, સ્વ. સુશીલાબેન, સરોજબેન, પૂર્ણિમાબેનના ભાભી. પિયરપક્ષે સ્વ. ઇન્દુમતીબેન વિનયલાલ દાણી ભાવનગરના દીકરી, લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ધારી નિવાસી હાલ અંધેરી સ્વ. કેશવલાલ પ્રાણજીવન ઝાટકિયાના ધર્મપત્ની ગં. સ્વ. કાંતાબેન (ઉં. વ. ૮૬) તે જયવંતભાઇ, કમલેશભાઇ, રોહિતભાઇ, વર્ષાબેન અતુલકુમાર કામદારના માતુશ્રી. કોકીલાબેન, કિરણબેન, અલ્પાબેનના સાસુ. મોટા લીલીયા નિવાસી હાલ અમદાવાદ સ્વ. દલીચંદભાઇ માણેકચંદ શાહના દીકરી. સ્વ. ભૂપતભાઇ, કિશોરભાઇ, સ્વ.હસમુખભાઇ, રમેશભાઇ, રાજુભાઇ, સ્વ. સવિતાબેન, હંસાબેન, ભારતીબેન, રેખાબેન, પરમ પૂજય સ્વરૂપાબાઇ સ્વામીના સંસારી પક્ષે ભાભી તા. ૧૬-૮-૨૪ને શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૦-૮-૨૪ના મંગળવારના સવારે ૧૦થી ૧૨. ઠે. મહેશ્ર્વરી પ્રગતિ મંડળ, ઓશીવરા પોલીસ સ્ટેશનની સામે, ઓશીવરા, અંધેરી (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
અમદાવાદ નિવાસી હાલ અંધેરી સ્વ. શાંતાબેન રસીકલાલ મહેતાના પુત્ર, શીરીષભાઇના ધર્મપત્ની. અ. સૌ. આરતી (ઉં.વ. ૬૧)તા. ૧૮-૮-૨૪ના રવિવારે અરિહંતશરણ પામેલ છે. તે દર્શન, આકાશના માતુશ્રી. તે પ્રાચી, અવનીની સાસુ. પિયર પક્ષે ભાયંદર નિવાસી સ્વ. રમાબેન ચુનિલાલ પારેખની દીકરી. તે મીનાક્ષીબેન, પ્રતિભાબેન, સતીશભાઇ, નિલેશભાઇ, સ્વ. રાજુભાઇના બહેન. પ્રાર્થનાસભા તા. ૨૦-૮-૨૪ને મંગળવારે , સવારે ૧૦થી ૧૨. ઠે. સંન્યાસ આશ્રમ, બજાજ ક્રોસ રોડ, વિલેપાર્લા (વેસ્ટ).
ઝાલાવાડી જૈન
સ્વ. ભાનુબેન, સ્વ. ધીરજલાલ મણીલાલના સુપુત્ર મનીષ ભાવનગર મુકામે શનિવાર તા. ૧૭-૮-૨૪ના (ઉં. વ. ૫૬) અવસાન પામલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. વિરેન્દ્ર, સ્વ. નિલેશના ભાઇ. આરતી અને દેવીકાના ભાભીના દિયર. સેજલ, વિરલ, સોનુ અને મોનુના કાકા. બહેનો: સ્વ. હર્ષાબેન પ્રવીણચંદ્ર શાહ, નયનાબેન ભરતકુમાર શાહ, સ્વ. પૂર્ણિમાબેન, સ્વ. પ્રમોદકુમારના ભાણી/ભાણીયા. વર્ધમાન, ગૌતમ, જમ્બુ, બિનલ, નિરવ, રૂષભ, કૃપાના મામા.
ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
મહુવા નિવાસી હાલ બોરીવલી સ્વ.ગીરધરલાલ હીરાચંદ દોશીના ધર્મપત્ની મંગળાબેન (ઉ.વ.૯૦) તા.૧૭/૮/૨૪ શનિવારના અરિહંત શરણ પામ્યા છે. તે હર્ષદ,મનોજ, રાજકુમાર, સ્વ. નલીનીબેન મનહરલાલ સંઘવી, પ્રતિભાબેન જીતેન્દ્રકુમાર શાહ, રશ્મિ વિક્રમ કુમાર શાહ, હર્ષા કમલેશકુમાર શાહના માતુશ્રી તથા સ્વ. હંસાબેન,બકુલાબેન, પ્રીતિબેનના સાસુ, તથા શ્રેણિક, કુણાલ,હેતલ અજયકુમાર હકાણી, ધર્મી પારસકુમાર મહેતા, વિધિ નિર્મમ જવેરી, અમી શ્રીજલ શાહ, ફોરમ જય શાહ,રેશમના દાદીમાં તથા ઉત્તમચંદ પાનાચંદ ગાંધી મહુવાવાળાની દીકરી તથા હિનલ કાશ્મીરાના દાદીસાસુ તેમના આત્મશ્રેયાર્થે મંગળવાર તા. ૨૦/૮/૨૪ ના રોજ સવારે ૧૦ થી ૧૨ કલાકે “માઁ-પરમાત્મા અમ જીવન આધાર”નું આયોજન કરેલ છે સ્થળ:લોહાણા બાલાશ્રમ, મથુરાદાસ રોડ એક્સટેન્શન, અતુલ ટાવર પાસે, કાંદીવલી વેસ્ટ મુંબઈ -૬૭.
કચ્છી ગુર્જર જૈન
ગામ વાંકી કચ્છ હાલે ચુનાભટ્ટી સુનીલ દિનેશ નાનચંદ ગાંધી, (ઉ.વ. ૬૧), શનિવાર તા.૧૭-૮-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. રંજનબેન દિનેશ ગાંધીના સુપુત્ર, તે કવિતાના પતિ, અક્ષતના પિતા, નિલેશ, સુષ્માના ભાઈ, રેખા નિલેશ ગાંધીના જેઠ. પ્રાર્થનાસભા સોમવાર ૧૯-૮-૨૪ના રોજ ૩.૦૦ થી ૪.૩૦, સુમતિ ગુર્જર ભવન, ચેમ્બુર ખાતે રાખેલ છે.