હિન્દુ મરણ
હાલાઇ લોહાણા
મૂળગામ જૂથળ નિવાસી હાલ કાંદિવલી(મીરારોડ) અ.સૌ. શારદાબેન તથા મહેન્દ્રભાઈ ગોપાલદાસ ધનેશાના પુત્રવધુ તથા તુષારભાઈના ધર્મપત્ની અ.સૌ. મિશલબેન ધનેશા (ઉં.વ.૪૭) તે તા. ૧૭/૮/૨૪ ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે ઓલવીન, માનવ તથા હૃદયના માતુશ્રી, કરિશ્માના સાસુ. કલ્પેશ તથા દર્શના જીગ્નેશકુમાર ઉનડકટના ભાભી, પિયરપક્ષે લુસી કેનેથ રોઝીયારોના દીકરી. પ્રાર્થનાસભા તા. ૧૯/૮/૨૪ ના રોજ સવારે ૧૦ થી ૧૧.૩૦ કલાકે લોહાણા મહાજનવાડી, બીજે માળે, શંકર મંદિર પાસે, એસ. વી રોડ, કાંદિવલી વેસ્ટ, લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
પરજીયા સોની
ગામ ઈન્દોર હાલ દહિસર સ્વ.કેશવલાલ મણિલાલ થડેશ્ર્વર અને સ્વ.મયંદેબેન કેશવલાલ થડેશ્ર્વરના દિકરા સ્વ.ભગવાનદાસ થડેશ્ર્વર (ઉ.વ.૭૭) શુક્રવાર, તા.૧૬/૦૮/૨૪ ના શ્રીજીચરણ પામેલ છે તેઓ શારદા બેનના પતિ, અમિત અને કોમલના પિતા, દેવાંગ મહેશ સુરુના સસરા અને ત્રિભોવન દેવાભાઇ લુહાર ધારગણી વાળાના જમાઇ થાય. લૌકિક પ્રથા બંધ છે, ટેલિફોનીક બેસણું સોમવારે તા.૧૯/૮/૨૪, સવારે ૧૦.૦૦ થી ૧૧.૦૦ રાખેલ છે.
અનાવિલ બ્રાહ્મણ
ગામ સુરત (હાલ મુંબઇ નિવાસી) શરદચંદ્ર નટવરલાલ મહેતા (ઉં. વ. ૮૬) તે સ્વ. અરુણાબેનના પતિ. સ્વ. અર્ચના, જીજ્ઞેશના પિતાશ્રી. કલ્પેશભાઇ તથા જલધિના સસરાજી. આસ્થાના દાદા. રિદ્ધિના નાના. તા. ૧૮-૮-૨૪ના દેવલોક પામ્યા છે. લૌકિક રિવાજ બંધ છે. ઠે. ૫૭, કૈલાસનગર, તારદેવ રોડ, ૬૫૨, ભાટિયા હોસ્પિટલની સામે, મુંબઇ-૪૦૦૦૦૭.
ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ
લતીપર નિવાસી હાલ મુંબઇ કિરીટભાઇ બાલકૃષ્ણ મુખીયા (ઉં. વ. ૬૧)નું અવસાન તા. ૧૭-૮-૨૪ના થયેલ છે. તે સ્વ. માલીનીબેનના પતિ. વિજયભાઇ, દેવેશભાઇ, સ્મીતાબેન, નીલાબેન, નમીતાબેનના ભાઇ. જાનવી, દર્શિકા, અવિ, અવનીના પિતાશ્રી. પ્રાર્થનાસભા તા. ૧૯-૮-૨૪ના સોમવારે સાંજે ૪થી ૬. ઠે. સોની વાડી, શિંપોલી ક્રોસ લેન, એસ. વી. રોડ, બોરીવલી (વેસ્ટ).
શ્રી ઘોઘારી દશા દિશાવળ વણિક
વસઈ નિવાસી શ્રી મોહનલાલ હરગોવિંદદાસ શાહ(મીઠાપુર વાળા), તે ચારૂલતા બેનના પતિ. ત્થા જયંતીલાલ ભગવાનજી કાપડિયાના જમાઈ, અમુભાઈ, દામાભાઈ, શાંતુબેન અને તારાબેનના ભાઈ, સ્વ. વસંતીબેન, પ્રવિણભાઈ, ગૌતમભાઈ, ભરતભાઈના બનેવી, ત્થા કલ્પેશ કિશનભાઈ શાહના કાકા, તે તા. ૧૫-૮-૨૪ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક પ્રથા બંધ
રાખેલ છે.
ખંભાતી દશા પોરવાડ વણિક
બોરસદ નિવાસી સ્વ. જેઠાલાલ ભાઇલાલ શાહના સુપુત્ર કનુભાઇ જેઠાલાલ શાહ (ઉં. વ. ૯૨) રવિવાર તા. ૧૮-૮-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. ઇન્દિરાબેન કનુલાલ શાહના પતિ. સ્વ. હરેશ, રાગીની, ધર્મેન્દ્રના પિતા. છાયા, પ્રવીણ, નીરાના સસરા. સૌરભ-અનુશ્રા, વિરલ-ઋતુ, ધ્રુવિત-શિવાની, જીનીતના દાદા-નાના. વીર, આર્યા, ખુશાન, કિયારા, અવાનના પરદાદા-નાના. સ્વ. ચંદુલાલ મગનલાલ શાહના જમાઇ. પ્રાર્થનાસભા તા. ૨૦-૮-૨૪ના મંગળવાર જલારામ હોલ, એન. એસ. રોડ, નં.૬, જુહુ જે.વી.પીડી સ્કીમ, વિલેપાર્લે (વેસ્ટ), મુંબઇ-૫૬.