આમચી મુંબઈ

ધારાવીના 7 લાખથી વધુ રહેવાસીઓ આધુનિક ટાઉનશિપમાં રહેશે

મુંબઈ: એક અંદાજ અનુસાર સાત લાખથી વધુ ધારાવીના રહેવાસીઓ એટલે આધુનિક, અપગ્રેડેડ અને અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેમ કે વિશાળ ગ્રીન સ્પેસ, મલ્ટિ-નોડલ ટ્રાન્સપોર્ટેશન, અત્યાધુનિક હેલ્થકેર સિસ્ટમ અને ઉચ્ચ કક્ષાની મનોરંજન સુવિધાઓના ઍક્સેસ સાથે બનેલી નવી સંકલિત કરેલી ટાઉનશિપમાં રહેશે, તેમ એક ઉચ્ચ સરકારી અધિકારીએ જણાવ્યું હતું.

અમને સાત લાખથી વધુ લોકો માટે ઘર બનાવવા માટે જમીનના મોટા ટુકડાઓની જરૂર છે. તેમાં કોઇપણ પ્રકારે જમીન પચાવી પાડવાની વાત છે જ નહીં. અમે વિશાળ અને હરિયાળી ટાઉનશિપ બનાવી રહ્યા છીએ, ઝૂંપડપટ્ટી નહીં. અમે લોકોને મુંબઈની બહાર કાઢી મૂકીએ છીએ એવી વાતોમાં કોઈ તથ્ય નથી, એમ રાજ્ય સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ, ડીઆરપી ટેન્ડર અનુસાર ધારાવીમાં છેલ્લું સર્વેક્ષણ 17 વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું, જેમાં ફક્ત ગ્રાઉન્ડ ફ્લોર પર 64,000 ટેનામેન્ટની ગણતરી કરાઈ હતી, ઉપરના માળના ટેનામેન્ટની ગણતરી હજુ સુધી થઈ નથી.

આ પણ વાંચો : ડોંબિવલીવાસીઓ માટે મહત્ત્વના સમાચાર, જાણો શું છે વાત?

અમારો અંદાજ છે કે ઉપરના માળે રહેતી વસ્તી સાત લાખથી વધુ છે જેઓ લગભગ 1.4 લાખ ટેનામેન્ટમાં અત્યારે રહે છે, એમ ધારીએ છીએ કે ટેનામેન્ટ દીઠ ઓછામાં ઓછા 5 લોકો રહે છે. પરંતુ માર્ચ 2024માં ધારાવી અને રેલવેની જમીનમાં શરૂ થયેલા જીઆઈએસ આધારિત ડોર ટુ ડોર સર્વે પૂરો થાય ત્યારે જ તેની પુષ્ટિ શક્ય છે, એમ પણ રાજ્ય સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

રાજ્ય સરકારના વિકાસ નિયંત્રણ નિયમો અનુસાર, ડીઆરપીએ વસ્તીની ગીચતાને ધ્યાનમાં રાખતાં હેક્ટર દીઠ વધુમાં વધુ 650 ટેનામેન્ટ/ફ્લેટ બાંધવા પડશે. હવે આટલી મોટી સંખ્યામાં લોકોને ઘર આપવા માટે અમારે મુંબઈમાં લગભગ 1000 એકરની આસપાસ જમીનની જરૂર છે, એમ તેમણે કહ્યું હતું.

પ્લોટનો 18 ટકા હિસ્સો સડકો માટે, 15 ટકા હરિત અને ખુલ્લા સ્થળો માટે અને 7 ટકા તમામ નવી ટાઉનશિપ તેમજ આપણા પોતાના ધારાવીની માળખાકીય સવલતો માટે ફાળવવાનો છે, એમ રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો : કલ્યાણ-ડોંબિવલીમાં સરકારી જમીન ગેરકાયદે બાંધકામોનો રાફડો ફાટ્યો હોવાનો રિપોર્ટ

મુંબઈમાં અનેક જમીનના હિસ્સા ડીઆરપીપીએલને સાવ નજીવી કિંમતે વેચવામાં આવ્યા હોવાના આક્ષેપો પર આ અધિકારીએ એવી સ્પષ્ટતા કરી કે ટેન્ડરમાં રાજ્ય સમર્થન કરાર મુજબ ઉપરના માળના ટેનામેન્ટના રહેવાસીઓ માટે જમીનની ફાળવણી સરકાર દ્વારા નિયત કરાયેલા દરે જ કરાશે.

સરકાર દ્વારા કોઈને ઉપર કોઈ વિશેષ ફાળવણી કે તરફેણ કરવામાં નથી આવી. તમામ જમીનના હિસ્સા હંમેશાં અને માત્ર ડીઆરપી/એસઆરએ પાસે જ રહેશે, અને હા, જોકે ડીઆરપીપીએલ જમીન માટે સરકાર દ્વારા નિર્ધારિત દરો મુજબ રકમ ચૂકવશે.

ડીઆરપીપીએલ આ વિશાળ પ્રોજેક્ટને સરળ બનાવવા માટે ધારાવી સ્લમ વિસ્તારની બહાર સક્રિયપણે જમીનની શોધ કરી રહી છે. રેલવે લેન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટીએ 13 માર્ચ, 2024ના રોજ માહિમ સ્ટેશન નજીકના સ્ક્રેપયાર્ડ સહિત 27.57 એકર જમીન ડીઆરપીપીએલને ટ્રાન્સફર કરી છે અને તેમને તાજેતરમાં રાજ્ય સરકાર તરફથી કુર્લામાં મધર ડેરી જમીનનો 21 એકર હિસ્સો મળ્યો છે.

ધારાવીનો પુન:વિકાસ અને નવી ટાઉનશિપની રચનાની યોજના આ પ્રકારના પહેલા જટિલ પ્રોજેક્ટને અમલમાં મૂકવાની મહામૂલી તક રજૂ કરે છે, જેનું નેતૃત્વ 10 લાખથી વધુ લોકોના માનવ કેન્દ્રિત બદલાવ દ્વારા કરવામાં આવશે, અને ધારાવીના રહેવાસીઓની વર્તમાન અનૌપચારિક અર્થવ્યવસ્થાને ઔપચારિક બનાવવામાં મદદ કરશે જે હાલમાં અનૌપચારિક સ્થિતિમાં પણ વર્ષે લગભગ એક અબજ યુએસ ડૉલર્સ જેટલી કમાણી કરે છે.

ધારાવીના 7 લાખથી વધુ રહેવાસીઓ આધુનિક ટાઉનશિપમાં રહેશે
મુંબઈ: એક અંદાજ અનુસાર સાત લાખથી વધુ ધારાવીના રહેવાસીઓ એટલે આધુનિક, અપગ્રેડેડ અને અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેમ કે વિશાળ ગ્રીન સ્પેસ, મલ્ટિ-નોડલ ટ્રાન્સપોર્ટેશન, અત્યાધુનિક હેલ્થકેર સિસ્ટમ અને ઉચ્ચ કક્ષાની મનોરંજન સુવિધાઓના ઍક્સેસ સાથે બનેલી નવી સંકલિત કરેલી ટાઉનશિપમાં રહેશે, તેમ એક ઉચ્ચ સરકારી અધિકારીએ જણાવ્યું હતું.

અમને સાત લાખથી વધુ લોકો માટે ઘર બનાવવા માટે જમીનના મોટા ટુકડાઓની જરૂર છે. તેમાં કોઇપણ પ્રકારે જમીન પચાવી પાડવાની વાત છે જ નહીં. અમે વિશાળ અને હરિયાળી ટાઉનશિપ બનાવી રહ્યા છીએ, ઝૂંપડપટ્ટી નહીં. અમે લોકોને મુંબઈની બહાર કાઢી મૂકીએ છીએ એવી વાતોમાં કોઈ તથ્ય નથી, એમ રાજ્ય સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો : અમને શક્તિ આપો અને લાડકી બહેનમાં મળતી સહાયમાં વૃધ્ધિ જુઓ: એકનાથ શિંદે

રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ, ડીઆરપી ટેન્ડર અનુસાર ધારાવીમાં છેલ્લું સર્વેક્ષણ 17 વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું, જેમાં ફક્ત ગ્રાઉન્ડ ફ્લોર પર 64,000 ટેનામેન્ટની ગણતરી કરાઈ હતી, ઉપરના માળના ટેનામેન્ટની ગણતરી હજુ સુધી થઈ નથી.

અમારો અંદાજ છે કે ઉપરના માળે રહેતી વસ્તી સાત લાખથી વધુ છે જેઓ લગભગ 1.4 લાખ ટેનામેન્ટમાં અત્યારે રહે છે, એમ ધારીએ છીએ કે ટેનામેન્ટ દીઠ ઓછામાં ઓછા 5 લોકો રહે છે. પરંતુ માર્ચ 2024માં ધારાવી અને રેલવેની જમીનમાં શરૂ થયેલા જીઆઈએસ આધારિત ડોર ટુ ડોર સર્વે પૂરો થાય ત્યારે જ તેની પુષ્ટિ શક્ય છે, એમ પણ રાજ્ય સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

રાજ્ય સરકારના વિકાસ નિયંત્રણ નિયમો અનુસાર, ડીઆરપીએ વસ્તીની ગીચતાને ધ્યાનમાં રાખતાં હેક્ટર દીઠ વધુમાં વધુ 650 ટેનામેન્ટ/ફ્લેટ બાંધવા પડશે. હવે આટલી મોટી સંખ્યામાં લોકોને ઘર આપવા માટે અમારે મુંબઈમાં લગભગ 1000 એકરની આસપાસ જમીનની જરૂર છે, એમ તેમણે કહ્યું હતું.

પ્લોટનો 18 ટકા હિસ્સો સડકો માટે, 15 ટકા હરિત અને ખુલ્લા સ્થળો માટે અને 7 ટકા તમામ નવી ટાઉનશિપ તેમજ આપણા પોતાના ધારાવીની માળખાકીય સવલતો માટે ફાળવવાનો છે, એમ રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો : Ladki Bahen Yojna: 1 કરોડ રાખડીઓ મોકલાવાશે ‘લાડકા ભાઇ’ એકનાથ શિંદેને!

મુંબઈમાં અનેક જમીનના હિસ્સા ડીઆરપીપીએલને સાવ નજીવી કિંમતે વેચવામાં આવ્યા હોવાના આક્ષેપો પર આ અધિકારીએ એવી સ્પષ્ટતા કરી કે ટેન્ડરમાં રાજ્ય સમર્થન કરાર મુજબ ઉપરના માળના ટેનામેન્ટના રહેવાસીઓ માટે જમીનની ફાળવણી સરકાર દ્વારા નિયત કરાયેલા દરે જ કરાશે.

સરકાર દ્વારા કોઈને ઉપર કોઈ વિશેષ ફાળવણી કે તરફેણ કરવામાં નથી આવી. તમામ જમીનના હિસ્સા હંમેશાં અને માત્ર ડીઆરપી/એસઆરએ પાસે જ રહેશે, અને હા, જોકે ડીઆરપીપીએલ જમીન માટે સરકાર દ્વારા નિર્ધારિત દરો મુજબ રકમ ચૂકવશે.

ડીઆરપીપીએલ આ વિશાળ પ્રોજેક્ટને સરળ બનાવવા માટે ધારાવી સ્લમ વિસ્તારની બહાર સક્રિયપણે જમીનની શોધ કરી રહી છે. રેલવે લેન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટીએ 13 માર્ચ, 2024ના રોજ માહિમ સ્ટેશન નજીકના સ્ક્રેપયાર્ડ સહિત 27.57 એકર જમીન ડીઆરપીપીએલને ટ્રાન્સફર કરી છે અને તેમને તાજેતરમાં રાજ્ય સરકાર તરફથી કુર્લામાં મધર ડેરી જમીનનો 21 એકર હિસ્સો મળ્યો છે.

ધારાવીનો પુન:વિકાસ અને નવી ટાઉનશિપની રચનાની યોજના આ પ્રકારના પહેલા જટિલ પ્રોજેક્ટને અમલમાં મૂકવાની મહામૂલી તક રજૂ કરે છે, જેનું નેતૃત્વ 10 લાખથી વધુ લોકોના માનવ કેન્દ્રિત બદલાવ દ્વારા કરવામાં આવશે, અને ધારાવીના રહેવાસીઓની વર્તમાન અનૌપચારિક અર્થવ્યવસ્થાને ઔપચારિક બનાવવામાં મદદ કરશે જે હાલમાં અનૌપચારિક સ્થિતિમાં પણ વર્ષે લગભગ એક અબજ યુએસ ડૉલર્સ જેટલી કમાણી કરે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button