સ્પોર્ટસ

ISPLમાં ટેપ લગાવેલા ટેનિસ બોલની રિવર્સ સ્વિંગથી બેટ્સમેનોની થશે પરીક્ષાઃ સચિન તેંડુલકર

મુંબઈઃ ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે આજે ખુલાસો કર્યો હતો કે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રિવર્સ સ્વિંગનો સામનો કરવાના તેના અનુભવનો ઉપયોગ ટેનિસ બોલ ટૂર્નામેન્ટ ‘ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL)માં તેને લાગુ કરવા માટે કર્યો હતો. આઇએસપીએલની બીજી સીઝનની અહીં જાહેરાત કરવામાં આવી હતી.

આઇએસપીએલની બીજી સીઝન 26 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી, 2025 દરમિયાન ઠાણેના દાદોજી કોંડાદેવ સ્ટેડિયમમાં યોજાશે, જેમાં ઓક્ટોબરથી દેશના પાંચ પ્રદેશોના 55 શહેરોમાં ટ્રાયલ થશે. ટુર્નામેન્ટમાં છ ટીમો ભાગ લેશે.

તેંડુલકરે આશા વ્યક્ત કરી હતી કે સ્ટેડિયમમાં 30,000 અને તેનાથી વધુ દર્શકોને આકર્ષતી ટુર્નામેન્ટમાં ટૂંક સમયમાં મહિલા ક્રિકેટરોનો સમાવેશ થશે. તેંડુલકરે લીગના ખાસ નિયમો જેવા કે 50-50 અને એક શૉટ પર નવ રન આપવા અંગે વાત કરતા કહ્યું હતું કે “જો આપણે બેટ્સમેનોને થોડો ફાયદો આપી રહ્યા છીએ, તો બોલરોને પણ રમતમાં ભાગ લેવાની તક મળવી જોઈએ.

તેમણે કહ્યું હતું કે, “મારા રમતના દિવસો દરમિયાન હું બોલની એક તરફ ટેપ ચોંટાડતો હતો. સીઝનના (ચામડાના બોલ) બોલમાં આપણે ચમકદાર અને ખરબચડી બાજુ શોધીએ છીએ અને ટેનિસ બોલમાં અમે એક બાજુ ટેપ લગાવતા હતા અને હું તેની સાથે રિવર્સ સ્વિંગની પ્રેક્ટિસ કરતો હતો જેથી હું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેનો સામનો કરી શકું.

આ પણ વાંચો : સચિન તેંડુલકરે એવું શું કર્યું કે ભડકી ગયા MLA બચ્ચુ કડુ?

તેંડુલકરે કહ્યું હતું કે મેં વિચાર્યું કે શા માટે તેને આ ફોર્મેટમાં સામેલ ન કરવું જોઇએ અને જો તેને લાગુ કરવામાં આવશે તો બેટ્સમેનની ટેકનિકની પણ કસોટી થશે.”જ્યારે લાલ બોલના કિસ્સામાં બેટ્સમેનોએ સ્વિંગ હોવા પર તેમના શરીરની નજીક રમવું પડે છે, જ્યારે ટેપ ટેનિસ બોલના કિસ્સામાં પરિસ્થિતિ સંપૂર્ણપણે વિપરીત છે.

તેંડુલકરે કહ્યું કે જે બોલરો ટ્રાયલ અને સિલેક્શનમાંથી આવ્યા હતા તેઓને ટેપ લગાવેલા બોલથી રમવાની આદત ન હતી પરંતુ થોડો સમય વિતાવ્યા બાદ તેઓ આ શીખ્યા હતા.તેમણે કહ્યું હતું કે “કદાચ બોલરોને ટેપ લગાવેલા બોલ અને રિવર્સ સ્વિંગથી બોલિંગ કરવાની આદત ન હતી. મેં જે પ્રથમ મેચ જોઈ હતી, તેમાં મેં ઘણા વાઈડ બોલ ફેંકતા જોયા હતા અને બોલરો તેને યોગ્ય રીતે બોલિંગ કરી શકતા ન હતા.

તેંડુલકરે કહ્યું હતું કે બીજા દિવસે સવારે મેં સૂરજ (સૂરજ સામંત, આઇએસપીએલ કમિશનર) ને સૂચન કર્યું કે આપણે બધા કોચ સાથે મીટિંગ કરવી જોઈએ અને હું તેમને કહેવા માંગતો હતો કે બોલરોએ તેનો ઉપયોગ તેમના ફાયદા માટે કેવી રીતે કરવો જોઈએ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button