ચૂંટણી પંચે રાજ્ય સરકારોને આપ્યો સૌથી મોટો આદેશ, ત્રણ વર્ષથી વધુ સમય કાર્યરત અધિકારીની….
મુંબઈઃ કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણી મુક્ત અને ખુલ્લા અને પારદર્શક વાતાવરણમાં યોજાય તે સુનિશ્ચિત કરવા માટે ચૂંટણી પ્રક્રિયા સાથે સંબંધિત મહેસૂલ અને પોલીસ અધિકારીઓની રાજ્યના મુખ્ય સચિવને ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો છે.
કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્ય સરકારને આદેશ આપ્યો છે કે જેમણે એક જ વિધાનસભા મતવિસ્તારમાં તેમનો ત્રણ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે અથવા જેઓ તે જ શહેરના વતની હોય તેવા મહેસૂલ, પોલીસ, આબકારી, નગરપાલિકાઓ અને નિગમોના અધિકારીઓની આગામી મંગળવાર સુધીમાં તાત્કાલિક બદલી કરવી.
આ પણ વાંચો : શું JMMને ઝારખંડમાં ઝટકો લાગશે?, પૂર્વ સીએમ ચંપાઈ સોરેન દિલ્હી થયા રવાના…
અગાઉ મ્યુનિસિપલ કમિશનરો અને કોર્પોરેશનના અધિકારીઓને આ બદલીના નિયમમાંથી મુક્તિ આપવામાં આવી હતી, પરંતુ લોકસભાની ચૂંટણીથી ચૂંટણી પંચે આ અધિકારીઓને પણ બદલીના નિયમો લાગુ કર્યા છે.
પંચના આદેશ મુજબ, આબકારી વિભાગના સાત અધિક્ષક સહિત ૭૦ અધિકારીઓની શનિવારે બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે અને તેમને તાત્કાલિક બદલીના સ્થળે જોડાવા નિર્દેશ આપવામાં આવ્યો છે તેમ જ બદલીના સ્થળે ન જોડાતા અધિકારીઓ સામે પંચના આદેશ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે.
ચૂંટણી પંચના આ આદેશ બાદ મંત્રાલય અને પોલીસ મહાનિર્દેશકની ઓફિસમાં બદલી માટે લાયક અધિકારીઓની શોધ શરૂ થઈ ગઈ છે અને મંત્રાલયના સૂત્રોએ માહિતી આપી છે કે આગામી બે દિવસોમાં આવા અધિકારીઓની બદલીના આદેશ જારી કરવામાં આવશે.