આમચી મુંબઈમહારાષ્ટ્ર

‘મરાઠાઓએ દેશ ચલાવ્યો છે, અનામત કેમ માગો છો?’: સમાજને કોણે કર્યો ગંભીર સવાલ?

મુંબઈ: મહારાષ્ટ્રમાં મરાઠા અનામતનો મુદ્દો સળગી રહ્યો છે ત્યારે આખા મહારાષ્ટ્રમાં ખૂબ જ આદરણીય વ્યક્તિત્વ ગણાતા સંભાજી ભિડે ગુરુજીએ આ વિષય પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. શ્રી શિવપ્રતિષ્ઠાન હિંદુસ્તાન સંગઠનના પ્રમુખ સંભાજી ભિડે ગુરુજીએ અનામતની માગણી કરી રહેલા મરાઠા સમાજને એક સવાલ પૂછ્યો છે.

સંભાજી ભિડે ગુરુજીએ આ બાબતે પોતાનો મત વ્યક્ત કરતા પૂછ્યું હતું કે મરાઠા સમાજ એ દેશ ચલાવવાની ક્ષમતા રાખતો સમાજ છે. મરાઠાઓએ આખો દેશ ચલાવ્યો છે. તો તમે અનામત શા માટે માગી રહ્યા છો? મરાઠાઓએ અનામત માગવું ન જોઇએ.

બાંગ્લાદેશમાં હિંદુઓ સહિતના લઘુમતિ સમુદાય વિરુદ્ધ થઇ રહેલી હિંસા અને અત્યાચારનો વિરોધ કરવા માટે 25 ઑગસ્ટના રોજ સાંગલીમાં બંધની જાહેરાત કરવા બાબતે સંભાજી ભિડે ગુરુજીએ પત્રકાર પરિષદ યોજી હતી આ દરમિયાન તેમણે મરાઠા અનામત સહિતના મુદ્દે વાત કરી હતી.

આ પણ વાંચો : મહાવિકાસ આઘાડીના ત્રણેય સુપ્રીમો એક મંચ પર

તેમણે કહ્યું હતું કે સાંગલીમાં મફતમાં કમાન્ડો ટ્રેનિંગ કેમ્પ ચલાવવામાં આવે તો શું વાઘ અને સિંહ તેમાં પ્રવેશ લેશે? વિમાન ઉડાવવા માટે ટ્રેનિંગ લેવા માટે ગરુડે તેમાં પ્રવેશ લેવાની જરૂર છે? સ્વિમીંગ શિખવા માટે માછલીઓ એડમિશન લેશે કે?
એ જ રીતે મરાઠાઓએ અનામતની માગણી કરવી જોઇએ કે એ પ્રશ્ર્ન છે. મરાઠાઓએ દેશ ચલાવ્યો છે. અનામત શા માટે માગો છો? સિંહોએ જંગલ સંભાળવાનું હોય છે. મરાઠા સમાજ એ દેશનો સંસાર ચલાવનારો છે. એવા મરાઠા જે દિવસે મળી જશે એ દિવસે માતૃભૂમિનું ભાગ્ય ઉઘડી જશે. આપણને આ વાત નથી સમજાતી એ દુર્ભાગ્યની વાત છે.

બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઇ રહેલા અત્યાચાર બાબતે તેમણે ભારત સરકારે કડક પગલાં લેવા જોઇએ એવી માગણી કરી હતી. કોલકતામાં થયેલા બળાત્કાર પ્રકરણે પણ સંભાજી ભિડે ગુરુજીએ દુ:ખ વ્યક્ત કરતા કહ્યું હતું કે આ ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.

કોઇ સ્ત્રી પર બળાત્કાર થવો એનો અર્થ કે એક માતા પર બળાત્કાર થવો. આ દેશમાં જ નહીં, પરંતુ કોઇપણ દેશમાં બળાત્કાર થવો એટલે માતા પર બળાત્કાર થવો. દેશની જ નહીં, પરંતુ દુનિયાની બધી જ સ્ત્રી હિંદુઓ માટે માતા સમાન છે. કોઇપણ સ્ત્રી ભારત માતાનું રૂપ છે. તેમની સાથે માતા જેવો વ્યવહાર કરવો જોઇએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button