સ્પોર્ટસ

મલેશિયામાં રમાશે ICCની આ ટુર્નામેન્ટ, ભારત આ ટીમો સામે મેચ રમશે…

દુબઈ: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ(ICC)એ મહિલા અન્ડર-19 T20 વર્લ્ડ કપ 2025નું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ વખતે આ ટુર્નામેન્ટ મલેશિયામાં રમાશે. ગત સિઝનમાં ભારતે શેફાલી વર્માની આગેવાની હેઠળ ઈંગ્લેન્ડને હરાવીને ટાઈટલ જીત્યું હતું. હવે આ ટૂર્નામેન્ટ આવતા વર્ષે 18 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે. આ વખતે ભારત અને પાકિસ્તાનને અલગ-અલગ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. ભારતને ગ્રુપ-એમાં સ્થાન મળ્યું છે. જ્યારે પાકિસ્તાનને ગ્રુપ-બીમાં રાખવામાં આવ્યું છે.

મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપ 2025માં કુલ 16 ટીમો ભાગ લેશે. દરેક ટીમ ગ્રુપ સ્ટેજમાં ત્રણ-ત્રણ મેચ રમશે. આ પછી, દરેક ગ્રુપમાં ટોપ-3 ટીમ સુપર-6 સિક્સ માટે ક્વોલિફાય થશે. સુપર સિક્સ માટે ટીમોને બે ગ્રૂપમાં વહેંચવામાં આવશે. જેમાંથી ચાર ટીમો સેમિફાઇનલમાં પહોંચશે અને ત્યાર બાદ ફાઇનલ મેચ રમાશે. સેમી ફાઈનલ મેચ 31 જાન્યુઆરીએ અને ફાઈનલ મેચ 2 ફેબ્રુઆરીએ યોજાશે. સેમી ફાઈનલ અને ફાઈનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. ગ્રુપ સ્ટેજમાં ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા અને મલેશિયા સામે મેચ રમવાની છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button