ઘરમાં પૈસા નથી ટકવા દેતી આ ભૂલો, તમે પણ તો નથી કરતાં ને?
આચાર્ય ચાણકયએ નીતિશાસ્ત્રમાં માણસની એવી ભૂલો વિશે જણાવ્યું છે જેને કારણે તે હંમેશા કંગાળ જ રહે છે
આ ભૂલોને કારણે પૈસો પણ હાથમાં ટકતો નથી, આજે અમે અહીં આવી કેટલીક ભૂલો વિશે જણાવવા જઈ રહ્યા છીએ
માણસે ક્યારેય પૈસા પર અહંકાર ના કરવો જોઈએ, આવું કરનારાઓ લાંબા સમય સુધી અમીર નથી રહેતા
આ ઉપરાંત જે લોકો નકામા ખર્ચ કરે છે એવા લોકોના હાથમાં પણ લાંબો સમય સુધી પૈસો ટકતો નથી
જો કોઈ વ્યક્તિ જરૂરિયાત કરતાં વધારે કંજૂસી કરે છે કે એનો સ્વભાવ કંજૂસ હોય તો તેમની પાસે પણ ક્યારે પૈસા નથી રહેતા
દાન-ધર્મ ન કરનાર વ્યક્તિના જીવનમાં પણ ધન કોઈના કોઈ માધ્યમથી પૈસો પૂરો થઈ જાય છે, કે ખર્ચાઈ જાય છે
ચાણક્યના જણાવ્યા અનુસાર જે વ્યક્તિ મહેનતુ ના હોય અને આળસથી ભરપૂર હોય એવા લોકોના હાથમાં પણ ક્યારેય પૈસા નથી ટકતાં
મા લક્ષ્મીને ગંદકીથી સખત નફરત છે, જે વ્યક્તિ ગંદકીમાં રહે છે અને ઘર ગંદુ રાખે છે એમની પાસે પણ ધન ક્યારેય નથી ટકતું
જો તમે પણ આમાંથી કોઈ ભૂલ કરી રહ્યા હોવ તો આજે જ એ ભૂલ કરવાનું બંધ કરી દો...