સ્પોર્ટસ

SA vs WI: ગયાના ટેસ્ટ આ ‘ફ્લોપ લિસ્ટ’ સામેલ, પીચ બાબતે વિવાદ…

ગયાના: વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની 2 મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચ (SA vs WI) ચર્ચામાં રહી હતી. આ સિરીઝની પ્રથમ મેચ ડ્રો થઈ હતી, જ્યારે ગયાનાના મેદાન પર રમાયેલી બીજી ટેસ્ટ મેચ માત્ર 3 દિવસમાં સમાપ્ત થઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકાએ 40 રને જીત મેળવી હતી. ગયાના મેદાનની પીચ હાલ વિવાદ હેઠળ છે.

દક્ષિણ આફ્રિકાની ટીમે આ મેચ 40 રનથી જીતી હતી જેમાં વિયાન મુલ્ડરે પોતાની ઓલરાઉન્ડ પ્રદર્શન કરી દક્ષિણ આફ્રિકાની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત કેશવ મહારાજનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. ગયાના ટેસ્ટ મેચ હવે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસના ખરાબ રેકોર્ડ્સમાં સામેલ થઈ ગઈ છે. મેચના પ્રથમ દિવસે કુલ 17 વિકેટ પડી હતી, બીજા દિવસે 8 વિકેટ પડી હતી અને ત્રીજા દિવસે 15 વિકેટ પડી હતી.

ગયાના ટેસ્ટ મેચમાં જે બન્યું એવું ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં 14મી વખત એવું જોવા મળ્યું, એક મેચમાં કુલ 11 ખેલાડીઓ ખાતું ખોલાવ્યા વિના આઉટ થયા હતા. આ ટેસ્ટ મેચમાં બંને ઈનિંગ્સ સહિત વેસ્ટ ઈન્ડિઝની ટીમના કુલ 4 ખેલાડીઓ પોતાનું ખાતું ખોલાવી શક્યા નહોતા જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમના 7 ખેલાડીઓ શૂન્યના સ્કોર પર આઉટ થયા હતાં. આ મેચમાં બંને ટીમો તરફથી શાનદાર બોલિંગ પ્રદર્શન જોવા મળ્યું હતું જેમાં વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલર જેડન સીલ્સે કુલ 9 વિકેટ ઝડપી હતી.

વેસ્ટ ઈન્ડિઝ સામે ગયાના ટેસ્ટ મેચ જીતીને દક્ષિણ આફ્રિકાની ટીમ વેસ્ટ ઈન્ડિઝની ટીમ સામે સતત 10મી ટેસ્ટ શ્રેણી જીતવામાં સફળ રહી હતી. આ સાથે દક્ષિણ આફ્રિકા ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં એક ટીમ સામે સતત 10 ટેસ્ટ શ્રેણી જીતનારી પ્રથમ ટીમ બની ગઈ છે. આ પહેલા આ રેકોર્ડ ભારતીય ટીમના નામે હતો જે તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે 9 ટેસ્ટ સીરીઝ જીતીને બનાવ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button