અમદાવાદઉત્તર ગુજરાત

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સિંધુભવન રોડ પર ઓક્સિજનપાર્ક અને તળાવનું લોકાર્પણ કર્યુ

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહ બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે (Amit Shah on Gujarat Visit) આવ્યા છે, ત્યારે આજે અમિત શાહ વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ કર્યું, પહેલું લોકાર્પણ અમદાવાદ શહેરના સિંધુભવન રોડ પર આવેલા ઓકસિજન પાર્ક અને તળાવનું કર્યુ હતું. શહેરમાં બનાવવામાં આવેલા ઓક્સિજન પાર્કમાંથી આ પાર્ક સૌથી મોટો છે. આ ઓક્સિજન પાર્કની વિશેષતા એ છે કે અહીં તાપમાન સામાન્ય કરતાં પાંચથી છ ડિગ્રી ઓછું હશે. સાથે સાથે આવતીકાલે તેઓ પરિવાર સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરશે.

ઓક્સિજન પાર્કમાં 1.67 લાખથી વધુ ફૂલ-છોડ:

અમદાવાદીઓને હરવા ફરવા માટે મનપા દ્વારા ગ્રીનરી અને શુદ્ધ ઓક્સિજન મળી રહે તે માટે શહેરમાં ઓક્સિજન પાર્ક તરીકે એક નાનું જંગલ તૈયાર કરવામાં આવ્યું છે. ઓક્સિજન પાર્કની 27,200 ચોરસ મીટર જગ્યામાં 1.67 લાખથી વધુ વિવિધ પ્રકારનાં ફૂલ-છોડ તેમજ વૃક્ષો વાવવામાં આવ્યાં છે. નવ કરોડના ખર્ચે ઓક્સિજન પાર્ક બનાવવામાં આવ્યો છે. આંબા, આમળા, આમલી, અરડૂસી, બદામ, બીલી, બોરસલ્લી, કચરાનર દેશી સાગ, જાંબુ, જામફળ, કદમ, કણજી વગેરે પ્રકારના મોટા રોપા તેમજ એક્ઝોરા, કરેણ સહિતના વિવિધ પ્રકારના ફૂલ-છોડ તેમજ ઝાડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. ત્યારે આ નાનકડું જંગલ મુલાકારીઓને કુદરતી વાતાવરણની અનુભૂતિ કરાવશે તેમજ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ લોકોને મોર્નિંગ વોક અને યોગા કરવા માટે અદ્ભૂત માહોલ મળશે.

મુલાકાતીઓ માટેના આકર્ષણો:

અમદાવાદ મનપા દ્વારા આ ઓક્સિજન પાર્કમાં મુલાકાતીઓ માટે અનેક આકર્ષણો બનાવવામાં આવ્યાં છે. જેમાં આકર્ષક એન્ટ્રન્સ પ્લાઝા, આકર્ષક ફ્રન્ટ વોલ બાઉન્ડ્રી, યુટિલિટી બ્લોક, પેવેલિયન, આકર્ષક બેઠક વ્યવસ્થા, નયનરમ્ય તળાવ, બાળકો માટે રમત-ગમતનાં સાધનો, ઓપન જિમનાં સાધનો, આકર્ષક વોકિંગ ટ્રેક વિથ માઇલ સ્ટોન, વાઇડ વોટર નેટવર્ક, મિયાવાકી પદ્ધતિ દ્વારા ગ્રીનરી ડેવલોપ, સાઇનેજીસ, બેન્ડ સ્ટેન્ડ વગેરે પ્રકારનાં આકર્ષણો બનાવવામાં આવ્યાં છે. જેમાં તળાવના કિનારે સમી સાંજનો અદ્ભૂત નજારો જોવા મળશે. તો સોશિયલ મીડિયા પ્રેમીઓ માટે એક સેલ્ફી પોઇન્ટ પણ બની શકે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ઘરમાં પૈસા નથી ટકવા દેતી આ ભૂલો, તમે પણ તો નથી કરતાં ને? રક્ષાબંધન પર બહેનને ગીફ્ટ આપતા પહેલા આ જાણી લો શું પત્ની પતિને રાખડી બાંધી શકે? જાણો શું કહે છે શાસ્ત્ર… ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ છે, પણ પાકિસ્તાનના રાષ્ટ્રીય ફૂલનું નામ સાંભળશો તો…