આમચી મુંબઈ

હવે મુંબઇમાં પણ કોલકાતા વાળી! મહિલા ડૉક્ટર સાથે દુર્વ્યવહાર અને મારપીટ

કોલકાતામાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાની ઘટના પછી દેશભરમાં આક્રોશની લહેર છે. દરમિયાન મુંબઈમાં મહિલા તબીબ સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. એક દર્દી દારૂના નશામાં આવ્યો હતો અને તેના એટેન્ડન્ટે મહિલા પર હુમલો કર્યો હતો. મુંબઈની સાયન હોસ્પિટલમાં રવિવારે સવારે આ ઘટના બની હતી. હુમલાનો ભોગ બનેલી મહિલા ડોક્ટરના જણાવ્યા મુજબ આ ઘટના સવારે 3.30 વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે તે વોર્ડમાં ફરજ પર હતી. હુમલાનો આરોપી દર્દીના ચહેરા પર ઇજા થઇ હતી. આ માટે સારવાર મેળવવા માટે હોસ્પિટલમાં આવ્યો હતો. મહિલા ડૉક્ટર તેની સારવાર કરી રહી હતી, ત્યારે દર્દીનો એટેન્ડન્ટ લેડી ડૉક્ટરને અપશબ્દો બોલવા લાગ્યો હતો. તેણે મહિલા ડોક્ટરને ધમકી પણ આપી હતી. આ પછી દર્દીની સાથે આવેલા અન્ય 5-6 લોકોએ મહિલા ડૉક્ટર સાથે ઝપાઝપી કરી હતી.

સાયન માર્ડ એસોસિએશનના સેક્રેટરી ડૉ અક્ષય મોરેએ આ ઘટના અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે દર્દી રાત્રે 12.30 થી 1:30 ની વચ્ચે હૉસ્પિટલમાં આવ્યો હતો. તેની સાથે-આઠ સંબંધીઓ પણ હતા. દર્દીએ દારૂ પીધો હતો અને તે નશામાં હતો. ડોક્ટર મોરેના જણાવ્યા અનુસાર તેના ચહેરા પર ઘા હતા. ચહેરા પર ઈજાના કારણે તેને 3:30 વાગ્યે ENT વિભાગમાં રીફર કરવામાં આવ્યો હતો. ત્યાં તૈનાત મહિલા તબીબે તેની સારવાર કરી હતી પરીક્ષણ માટે ડૉક્ટરે પહેલેથી લગાવેલી પટ્ટીઓ દૂર કરવા માંડી હતી. ડૉક્ટર મોરેએ કહ્યું કે આ એક નિયમિત પ્રક્રિયા થાય છે, પરંતુ આ સમય દરમિયાન દર્દીએ મહિલાએ ડોક્ટર સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કરી દીધું હતું અને ડૉક્ટર સાથે લડવા અને મારપીટ કરવા લાગ્યા હતા. એટલું જ નહીં, દર્દીએ તેના ચહેરા પરથી લોહીના ડાઘાવાળી પટ્ટીઓ ડૉક્ટરના ચહેરા પર લગાવવાનું શરૂ કરી દીધું હતું. ત્યાં હાજર નર્સોએ આ બધું જોયું અને દરમિયાનગીરી કરી અને સિક્યુરિટી બોલાવી હતી, પરંતુ ત્યાં સુધી દર્દી અને સંબંધીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. મહિલા ડૉક્ટરે સાયન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને એફઆઇઆર પણ દાખલ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Kolkata Doctor Murder: પ્રિન્સિપાલ, સિનિયર ડૉક્ટરોએ રચ્યું કાવતરું, હત્યારાઓમાં છોકરી પણ સામેલ

આ દરમિયાન સાયન હોસ્પિટલના ડોક્ટર્સ એસોસિએશનના સભ્યો પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. એસોસિએશનના લોકોએ કહ્યું હતું કે ડોકટરોની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરી શકાય નહીં. આવી પરિસ્થિતિઓને તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે. આ સિવાય તમામ હોસ્પિટલોમાં સુરક્ષા વધારવાની જરૂર છે. આવી ઘટનાઓ હૉસ્પિટલમાં વારંવાર બનતી હોય છે, તેથી અહીં સુરક્ષા વધારવાની જરૂર છે. ડૉ. મોરેએ કોલકાતામાં બનેલી મહિલા ડૉક્ટરની રેપ અને હત્યા પ્રકરણે દુઃખ પણ વ્યક્ત કર્યું હતું અને પીડિતા માટે ન્યાયની માગણી કરી હતી.

ઉલ્લેખનીય છે કે કોલકાતામાં એક ટ્રેઇની ડોક્ટરની બળાત્કાર બાદ ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. આ ઘટના હોસ્પિટલ પરિસરમાં જ બની હતી. જેને લઈને દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે. આના વિરોધમાં IMA પણ સામેલ છે. વિરોધ દરમિયાન ડોક્ટરોની સુરક્ષાનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે. કોલકાતામાં બનેલી ઘટનાની સીબીઆઈ તપાસ કરી રહી છે. મુખ્ય આરોપીની ધરપકડ કરીને તપાસ ચાલુ છે. આ મામલે મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલને પણ સવાલ-જવાબ કરવામાં આવી રહ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ઘરમાં પૈસા નથી ટકવા દેતી આ ભૂલો, તમે પણ તો નથી કરતાં ને? રક્ષાબંધન પર બહેનને ગીફ્ટ આપતા પહેલા આ જાણી લો શું પત્ની પતિને રાખડી બાંધી શકે? જાણો શું કહે છે શાસ્ત્ર… ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ છે, પણ પાકિસ્તાનના રાષ્ટ્રીય ફૂલનું નામ સાંભળશો તો…