અંબરનાથના ગણપતિના મોદકની દોઢ લાખમાં નિલામી: 14 વર્ષ કિશોરે મેળવ્યો માન
અંબરનાથ: અંબરનાથના ગણપતિ બાપ્પા સામે મુકેલા મોદકની 1 લાખ 52 હજાર રુપિયામાંનિલામી થઇ છે. અંબરનાથ પશ્ચિમના ખાટૂશ્યામ મિત્ર મંડળે તેમની અનેક વર્ષોની પરંરપરા કાયમ રાખી છે નિલામી યોજી હતી.
ખાટૂશ્યામ મિત્ર મંડળ દ્વારા અંબરનાથના બુવાપાડા વિસ્તારમાં સાર્વજનિક ગણેશોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ મંડળ દ્વારા દર વર્ષે અનંત ચતુર્થીના બે દિવસ પહેલાં એક મોટો મોદક ગણપતિ બાપ્પા પાસે મુકવામાં આવે છે. આ મોદકની અનંત ચતુર્થીના દિવસે નિલામી કરવામાં આવે છે.
આ વર્ષે વિશેષ અતિથી તરીકે સાંસદ શ્રીકાંત શિંદે ઉપસ્થિત રહ્યાં હતાં. શ્રીકાંત શિંદેએ ખાટૂશ્યામ મિત્ર મંડળના ગણપતિ બાપ્પાની આરતી કરી દર્શન કર્યા હતાં.
પાછલાં વર્ષે આ મોદકની નિલામી 1 લાખ 1 હજાર રુપિયામાં થઇ હતી. આ વખતે 30 હજાર રુપિયાથી આ મોદકની બોલી શરુ થઇ હતી. ત્યારે આ મોદકની 1 52 હજારની બોલી લાગી હતી. 14 વર્ષના અર્ણવ ચૌબેએ આ દોઢ લાખનો મોદક વેચાતો લીધો હતો. અર્ણવ ચૌબે એક વ્યવસાયીક પરિવારમાંથી આવે છે. ત્યારે તેણે દોઢ લાખમાં આ મોદક ખરીદીને બાપ્પાના આશિર્વાદ લીધા હતાં.
કહેવાય છે કે આ મોદક લેવાથી પરિવારમાં સુખ, સમૃદ્ધી રહે છે. અને કોઇ પણ વાતની કમી રહેતી નથી એવી માન્યતા છે. મોદકની ખરીદી બાદ અર્ણવ ચૌબેએ કહ્યું કે, હું મંડળમાં આવ્યો ત્યારે ખબર પડી કે આજે નિલામી થવાની છે. અને ત્યારે મેં નક્કી કર્યુ કે હું આ મોદક મેળવીશ જ. આ વર્ષે મોદક મને મળ્યો એ વાતનો મને ખૂબ આનંદ છે. આશિર્વાદ લેવા માટે મેં મોદક લીધો. આમા મને મારી માતાનો સપોર્ટ પણ મળ્યો. તેણે જ મને કહ્યું કે મોદકની નિલામી થઇ રહી છે.
છેલ્લાં 30 વર્ષથી ખાટૂશ્યામ મિચ્રમંડળના ગણપતિ બાપ્પાના હાથમાં રહેલ મોદકની છેલ્લાં દિવસે નિલામી થાય છે. પાછલા વર્ષે આ મોદકની એક લાખ 11 હજાર 111 રુપિયામાં નિલામી થઇ હતી. આ વર્ષે આ મોદક 1 લાખ 52 હજાર રુપિયામાં અર્ણવ ચૌબેએ વેચાતો લીધો હતો. આ મોદકનું મહત્વ એટલે સુખ, સમૃદ્ધિ આવે છે એમ માનવામાં આવે છે.