રશિયામાં 7.0 તીવ્રતાનો Earthquake, સિવલુચ જ્વાળામુખી સક્રિય થયો, સુનામીની ચેતવણી
કામચાટકા : રશિયાના પૂર્વ કિનારે 7.0ની તીવ્રતાના ભૂકંપ( Earthquake) બાદ સિવલુચ જ્વાળામુખી ફાટી નીકળ્યો છે અને સુનામીનો ખતરો છે. જ્વાળામુખીની રાખ દરિયાની સપાટીથી 8 કિલોમીટર સુધી જોઈ શકાય છે. મીડિયા અહેવાલ મુજબ જ્વાળા મુખીમાંથી લાવા ઝડપથી વહે છે. જો કે અત્યાર સુધી ભૂકંપ કે જ્વાળા મુખીમાંથી નીકળતા લાવાના કારણે કોઈ વ્યક્તિને નુકસાન થયું નથી. કોઈના ઘાયલ થયાના સમાચાર નથી.
ભૂકંપનું કેન્દ્ર જમીનથી 30 માઈલની ઊંડાઈએ
શિવાલુચ જ્વાળામુખી દરિયાકાંઠાના શહેર પેટ્રોપાવલોવસ્ક-કામચત્સ્કીથી લગભગ 280 માઇલ દૂર સ્થિત છે. અહીંની વસ્તી લગભગ 1,81,000 છે. તે રશિયાના કામચાટકામાં સ્થિત છે. યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) એ જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર પેટ્રોપાવલોવસ્ક-કામચત્સ્કીથી લગભગ 55 માઈલ દક્ષિણમાં હતું. ભૂકંપનું કેન્દ્ર જમીનથી 30 માઈલની ઊંડાઈએ હતું.
ભૂકંપથી મોટું નુકસાન થયું નથી
ભૂકંપના કારણે કોઈ મોટું નુકસાન થયું નથી. જો કે, ઈમારતોની તપાસ કરવામાં આવી રહી છે અને જો કોઈ નુકસાન થયું હોય તો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા તેને સુધારી શકાય તેમ છે. આ સમયગાળા દરમિયાન, સામાજિક સુવિધાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે.
સુનામીની ચેતવણી
રશિયન ઈમરજન્સી મંત્રાલયે ભૂકંપના કારણે સુનામીની ચેતવણી જારી કરી નથી. જો કે, અમેરિકન સુનામી ચેતવણી પ્રણાલીનું કહેવું છે કે આ ભૂકંપ રશિયાના સમુદ્રને અડીને આવેલા વિસ્તારોમાં ખતરનાક સુનામી મોજાઓનું કારણ બની શકે છે. ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે ભૂકંપના કેન્દ્રથી 300 કિલોમીટર સુધી સુનામીનો ખતરો છે.
ફર્નિચર પડી ગયું, વાસણો તૂટી ગયા
ભૂકંપના કારણે વિસ્તારના રહીશો ઘરની બહાર આવી ગયા હતા. મીડિયા અહેવાલ મુજબ ભૂકંપને કારણે ફર્નિચર પડી ગયું અને વાસણો પણ તૂટી ગયા હતા. રશિયન એકેડેમી ઑફ સાયન્સની જીઓફિઝિકલ સર્વિસની કામચટકા શાખા અનુસાર, શનિવારે કામચટકા સમય (મોસ્કોના સમય મુજબ 22:21) પર 7:21 વાગ્યે ભૂકંપ આવ્યો હતો.