અમેરિકામાં વધુ એક ગુજરાતી યુવકની ગોળી મારી હત્યા
અમદાવાદઃ અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યાની ઘટના બની છે. નોર્થ કેરોલિનામાં વસતા મૈનાક પટેલની એક સગીરે તેના સ્ટોર્સને લૂંટતી વખતે ગોળી મારીને હત્યા કરી હતી. મૈનાક પટેલ 2,580 એરપોર્ટ રોડ પર ટોબેકો હાઉસનો માલિક હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી છે, પરંતુ તે સગીર હોવાથી તેનું નામ જાહેર કરાયું નથી.
ગુજરાત સહિત ભારતીય મુળના લોકોમાં શોકની લાગણી:
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વડોદરાની યુવક મૈનાંક પટેલની અમેરિકાના નોર્થ કેરોલિનામાં હત્યા થઇ છે. એક સગીર યુવક દ્વારા લૂંટના ઇરાદે આડેધડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, ગોળી વાગતા યુવકનું મોત નિપજ્યું છે. આ ઘટનાથી અમેરિકામાં રહેતા ગુજરાત સહિત ભારતીય સમુદાયના લોકોમાં શોકની લાગણી ફેલાઈ છે. ગત મંગળવાર 13મી ઓગસ્ટના રોજ, 11 વાગ્યાની આસપાસ મૈનાંક પટેલ તેમના સ્ટોરમાં એકલા જ હતા, ત્યારે એક સગીર યુવક લૂંટના ઈરાદે સ્ટોરમાં ઘૂસી આવ્યો હતો.
લૂંટના ઇરાદે ગોળી મારવામાં હોવાનું પ્રાથમિક તારણ:
પોલીસને ડેપ્યુટીને ટોબેકો હાઉસ સ્ટોરમાંથી 911 કોલ આવ્યો હતો. તેઓ ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે મૈનાક પટેલને ગોળીઓ વાગેલી હતી. પોલીસ તેને તરત જ નોવન્ટ હેલ્થ રોવન મેડિકલ સેન્ટર લઈ ગયા હતા અને તેને ત્યાંથી હોસ્પિટલ શિફ્ટ કરાયા હતા જ્યા સારવાર દરમિાયન તેનુ મોત થયુ હતુ.
આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજમાં શખ્સ સ્ટોર પાર્કિંગમાં દોડતો દેખાયો હતો. તેણે બ્લેક શોર્ટ, બ્લેક હૂડી, બ્લેક સ્કી માસ્ક અને વ્હાઈટ ટેનિસ શૂઝ પહેર્યા હતા. તેના હાથમાં કાળા રંગની હેન્ડગન જોવા મળી હતી. હાલ પ્રાથમિક તપાસમાં આ હત્યા પાછળ લૂંટ સિવાયનો કોઈ બીજો ઇરાદો દેખાતો નથી.
Also Read –