ગુજરાતમાં મેઘરાજા ફરી મન મૂકીને વરસશે, આ તારીખથી ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ (Rain in Gujarat) લીધો છે, કેટલાક વિસ્તારમાં છુટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવે ફરી એક વખત બે સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ગુજરાતમાં 21મી અને 22મી ઓગસ્ટના રોજ વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલી માટે ભારે વરસાદની આગાહી છે. પવનની ગતિ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાક રહેશે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં આગામી ચાર દિવસ વરસાદ માટે કોઈ અલર્ટ નથી. આગામી ચાર દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. ચાર દિવસ સુધી ભારે વરસાદની શક્યતા નહીવત છે. ત્યાર બાદ 21 ઓગસ્ટથી નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી 513 મિમી વરસાદ સામે 536 મિમી વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત 22મી ઓગસ્ટના રોજ પણ નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી ભારે વરસાદની આગાહી છે, અહીં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. દક્ષિણ બાંગલાદેશ અને બંગાળની ખાડી પાસે લો પ્રેશર એરિયા સર્જાયો છે. જેના કારણે ગુજરાત રિઝનમાં 21મી અને 22મી ઓગસ્ટના રોજ ભારે વરસાદની આગાહી છે. પવનની ગતિ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાક રહેશે.
છેલ્લા 24 કલાકમાં 52 તાલુકામાં વરસાદ નોંધાયો:
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 52 તાલુકામાં વરસયો હતો. એક પણ તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો નથી. સૌથી વધુ વરસાદ સુરત શહેરમાં 19 મીમી જેટલો નોંધાયો હતોછ. ત્યારે વાપીમાં 14 મિમી, ગારિયાધારમાં 13 મિમી, ઓલપાડમાં 13 મિમી વરસાદ વરસયો હતો. આ ઉપરાંત અન્ય તાલુકામાં 12 મીમીથી એક મિમીની વચ્ચે વરસાદ નોંધાયો હતો.