ઉત્સવ

પૂર્વજોની જીવંતકથા કહેતી કેરળની નૃત્યકળા ‘થેય્યમ’

વિશેષ -નરેન્દ્ર શર્મા

થેય્યમ એ ઉત્તર કેરળની સહુથી પ્રાચીન અને મનમોહક આનુષ્ઠાનિક નૃત્યકળા છે. આ કળામાં નૃત્ય, પ્રહસન અને સંગીતના માધ્યમ દ્વારા પૂર્વજોની મહાન ગાથાઓને જીવંતરૂપે યાદ કરાય છે. આને કલિયાટમ પણ કહેવાય છે. આ નૃત્યકળા એ પ્રાચીન કબીલાઓની માન્યતાઓ પર પ્રકાશ ફેંકે છે જેમણે પોતાના નાયકો અને પૂર્વજોની આત્માઓની પૂજા પર જોર દીધું હોય છે. આ કલાકારો જેઓ થેય્યમ કલાકારોના રૂપમાં પણ જાણીતા છે એ આ અવસર પર દેવતાઓ, આત્માઓ અને પૈતૃક નાયકોનો વેશ ધારણ કરીને વિવિધ અનુષ્ઠાનો અને પરિવર્તનોમાંથી પસાર થાય છે. તેમની જટિલ વેશભૂષા, જ્લલંત શૃંગાર અને ઉન્માદી નૃત્ય તેમને દિવ્યતાનો અવતાર બનાવી દે છે.

કેરળ સિવાય કર્ણાટકના કેટલાક હિસ્સાઓમાં પણ આ કળા સંપન્ન થાય છે. આ કળામાં આદિવાસી સંસ્કૃતિઓના બધા મૂળ તત્ત્વ મૌજૂદ હોય છે. આ નાટ્યશાસ્ત્રીની લાસ્ય શૈલી પર આધારિત છે તેમાં દ્રુત ગતિની સહાય લેવામાં નથી આવતી. આ નૃત્ય બેહદ સૌમ્ય રીતે કરવામાં આવે છે. આ નૃત્યમાં સફેદ કે હળવા સફેદ કપડા પહેરવામાં આવે છે. આને એક નિશ્ર્ચિત ઘટનાક્રમમાં કરવામાં આવે છે. શરૂઆત મંગલાચરણથી થાય છે, પછી જાતિ સ્વરમ્ વર્ણમ્ ,શ્ર્લોકમ્, શબ્દમ્, પદમ્ અને અંતમાં તિલ્લાના ક્રમબદ્ધ રીતે પ્રદર્શિત કરવામાં આવે છે. થેય્યમની શિક્ષા ગુરુકુલ મૉડેલમાં આપવામાં આવે છે. પ્રખ્યાત નર્તકો પોતાના સંતાનો, ભત્રીજાઓ અને સગાવહાલાંઓને આ કળા શિખવાડે છે. જ્યારે એ લોકો શીખી જાય ત્યારે તેઓ મેકઅપ મેન કે ઢોલ વગાડનારાઓના રૂપમાં તેમને મદદ કરે છે.

થેય્યમ ખરેખર તો એક અસાધારણ પૂજા છે. થેય્યમ શબ્દ વાસ્તવમાં તો દૈવમ શબ્દનું જ રૂપ છે. આ નૃત્યકળા સદીઓ પુરાણી છે. તેને સૌથી સુંદર એશિયાઇ અનુષ્ઠાન નૃત્ય પણ માનવામાં આવે છે. આમાં સોયની સટિકતાની સાથે ચહેરાની પેઇન્ટિંગ કળાની અને તાંડવનૃત્યની જુગલબંધી કરવામાં આવે છે. વિવિધ વાદ્યતંત્રોની મધુરતામાં કલાકારોના મંત્રમુગ્ધ કરી દેતા પ્રદર્શન જાદુઇ લાગે છે. વર્તમાન સમયમાં કાસરગૌડ, ક્ધનૂર, વાયનાડ અને કોઝિકોડ જિલ્લાઓમાં આ કળા ભરપૂર રૂપમાં જોવા મળે છે. એક હજાર વર્ષથી પણ જૂની આ કળા આ ક્ષેત્રના સાંસ્કૃતિક વારસામાં એક પ્રમુખ સ્થાન રાખે છે. આ કળા ગ્રામીણ સમુદાયોના સામાજિક, આર્થિક અને ધાર્મિક તાણાવાણા સાથે ઊંડાણપૂર્વક જોડાયેલી છે.

કેરળ સરકારે ૨૦૧૮-૧૯માં થેય્યમ કલા એકેડમીની સ્થાપનાની ઘોષણા કરી હતી. જેરાષ્ટ્રના સાંસ્કૃતિ વારસાના કેન્દ્રરૂપે પણ ઓળખાય છે. તેનો ઉદ્દેશ કળાત્મક અને એતિહાસિક રૂચિની વસ્તુઓ,સ્મારકો અને સ્થાનોને સંરક્ષિત અને પુનર્જીવિત કરવાનો છે. આ સંસ્કૃતિઓ અને મુખ્યત્વે થેય્યમ મનોરંજનથી આગળ વધીને આધ્યાત્મિક અભિવ્યક્તિ અને સામૂદાયિક એકતાનું માધ્યમ પણ છે. આમાં આદિવાસી સમૂદાય ઉપરાંત મલરાય સમુદાય પણ સમ્મિલિત છે જેની જીવનશૈલી વાણિકી પર કેન્દ્રિત રહી છે. મલયાર ઉત્તરમાં કાસરગોડ થી દક્ષિણમાં વડકારા સુધી રહે છે. આ ઉપરાંત ક્ધનૂર અને કાસરગોડ જિલ્લાના પર્વતીય વિસ્તારમાં માવિલનગર સમુદાય છે, જે પારંપરિક નૃત્યો ઉપરાંત ટોકરીઓ વણવાનું કામ પણ કરે છે.

કાસરગોડના કોપ્પલાર સમુદાય પોતાની થુલુનાડ સંસ્કૃતિને બરકરાર રાખે છે અને થુલુ ભાષામાં નાલકેડ્યાર નામથી ઓળખાય છે, તેનો અર્થ નૃત્ય થાય છે. સોપારીના વૃક્ષમાંથી બનેલા ઉત્પાદનોનો ઉપયોગ થેય્યમના વસ્ત્રો અને આભૂષણોમાં કરવામાં આવે છે જેને આ સમુદાય તૈયાર કરે છે. એવું મનાય છે કે કલનાડિકલ એક માતૃ સત્તાત્મક આદિવાસી સમાજ છે જે વાયનાડના પર્વતીય પ્રદેશમાં આવીને વસી ગયા. આ સિવાય થેય્યમ ગ્રામીણ સમાજના લોકાચાર અને મૂલ્યો વિશે ઊંડી અંતર્દષ્ટિ પ્રદાન કરે છે. થેય્યમનું અધ્યયન કરીને કરીને ગ્રામીણ કેરળમાં પ્રચલિત જાતિગત ગતિશીલતા અને મનુષ્યો તેમ જ પ્રકૃતિની વચ્ચે સહજીવી સંબંધોની જટિલતાઓને ઉજાગર કરી શકાય છે.

થેય્યમ પ્રદર્શનના સંરચનાત્મક ઘટકોમાં તેની સમૃદ્ધ સાંસ્કૃતિક અભિવ્યક્તિના અભિન્ન અંગ સામેલ છે જે સામૂહિકરૂપથી પૂજા નૃત્ય દ્વારા ઊંડો અને આકર્ષક અનુભવ કરાવે છે. આ નૃત્યકળા શરૂઆતના ચરણોમાં વેલટ્ટમ કે થોટ્ટમના રૂપે ઓળખાય છે. એમાં કલાકાર એક મામૂલી લાલ હેડડ્રેસમાં ઢોલ વગાડવાવાળાઓ સાથે મંદિર કે થેય્યમના દેવતાની વાતો-કથાઓ વાંચે છે. આ ચરણમાં મંચ તૈયાર કરવામાં આવે છે જે પછીના ચરણોમાં થનારા પરિવર્તનો માટેનો આધાર બને છે. આ નૃત્યકળાનું પ્રદર્શન કાવુ કે પવિત્ર ઉપવન કે વનક્ષેત્રમાં કરવામાં આવે છે. પરંપરાને પાળતા આ પ્રાકૃતિક અભ્યારણ્ય જૈવિક વિવિધતાના મહત્ત્વપૂર્ણ ભંડારના રૂપમાં કાર્ય કરે છે. સ્થાનિક વનસ્પતિ અને જીવોને સંરક્ષિત કરે છે. આ એવા અભ્યારણ્યો છે સામંજસ્ય સાધીને આધ્યાત્મિક સંબંધોને પ્રોત્સાહન આપે છે. આ કાવુ (કે વન) ન કેવળ સાંસ્કૃતિક વારસાનું રક્ષણ કરે છે પણ ગ્રામીણ સમુદાયો અને તેમના પ્રાકૃતિક પરિવેશની વચ્ચે સામંજસ્યપૂર્ણ સંબંધોને જીવંત રાખીને પર્યાવરણીય સમતુલાને પણ બનાવી રાખે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button