વેપાર અને વાણિજ્ય

નિકલ-ટીનની આગેવાની હેઠળ ચોક્કસ ધાતુઓમાં સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક અહેવાલોની ગેરહાજરી વચ્ચે આજે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં મુખ્યત્વે નિકલ અને ટીનમાં સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે ભાવમાં અનુક્રમે કિલોદીઠ રૂ. ૨૦ અને રૂ. ૧૪નો સુધારો આવ્યો હોવાના નિર્દેશો સાથે કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ સિવાયની કોપરની અન્ય વેરાઈટીઓ, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ અને ઝિન્ક સ્લેબમાં પણ ઔદ્યોગિક વપરાશકારો તથા સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. એકથી પાંચનો સુધારો આવ્યો હતો. જોકે, આજે માત્ર કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ, લીડ ઈન્ગોટ્સ અને એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં નિરસ માગ અને સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલીએ ભાવમાં કિલોદીઠ રૂ. એકથી બેનો ઘટાડો આવ્યો હતો, જ્યારે બ્રાસ શીટ કટિંગ્સમાં ટકેલું વલણ રહ્યું હતું. આજે સ્થાનિકમાં મુખ્યત્વે નિકલ, ટીન અને કોપર વાયરબારમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૨૦ વધીને રૂ. ૧૩૯૭, રૂ. ૧૪ વધીને રૂ. ૨૭૪૪ અને રૂ. પાંચ વધીને રૂ. ૮૨૪ના મથાળે રહ્યા હતા. વધુમાં નિકલ અને ટીનની આગેવાની હેઠળ અન્ય ધાતુઓમાં પણ વપરાશકાર ઉદ્યોગ તથા સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલીને ટેકે ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું તેમાં કોપર સ્ક્રેપ હેવી અને બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ત્રણ વધીને અનુક્રમે રૂ. ૭૮૩ અને રૂ. ૫૧૮, કોપર કેબલ સ્ક્રેપ, કોપર આર્મિચર, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ અને ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. એક વધીને અનુક્રમે રૂ. ૭૯૦, રૂ. ૭૭૩, રૂ. ૨૨૩ અને રૂ. ૨૬૭ના મથાળે રહ્યા હતા.

જોકે, આજે સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી અને માગ નિરસ રહેતાં કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ અને લીડ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. બે ઘટીને અનુક્રમે રૂ. ૭૨૩ અને રૂ. ૧૯૦ તથા એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. એક ઘટીને રૂ. ૧૮૬ના મથાળે રહ્યા હતા. આ સિવાય બ્રાસ શીટ કટિંગ્સમાં ખપપૂરતા કામકાજે ભાવ કિલોદીઠ રૂ. ૫૫૨ના મથાળે ટકેલા રહ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
રક્ષાબંધન પર બહેનને ગીફ્ટ આપતા પહેલા આ જાણી લો શું પત્ની પતિને રાખડી બાંધી શકે? જાણો શું કહે છે શાસ્ત્ર… ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ છે, પણ પાકિસ્તાનના રાષ્ટ્રીય ફૂલનું નામ સાંભળશો તો… ક્યારેક અંગ્રેજોની શાન ગણાતી હતી આ બ્રાન્ડ્સ, આજે એના પર છે ભારતીયોનું રાજ