પશુપાલકોનું પરબ સુધર્યું : બનાસ ડેરીએ દુધના ભાવમાં કર્યો વધારો
પાલનપુર: એશિયાની સૌથી મોટી બનાસ ડેરીએ તેમનાં દૂધ ઉત્પાદકોને એક સારા સમાચાર આપ્યા છે. બનાસ દેવી દ્વારા દૂધના ભાવ વધારો કરવામાં આવ્યો છે. સણાદર પ્લાન્ટ ખાતે યોજાયેલી ડેરીની સામાન્ય સભામાં અને નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, બનાસકાંઠાના દિયોદરના સણાદરામાં બનાસ સંકુલ પર બનાસ ડેરીની 56 મી સાધારણ સભા યોજાય હતી. આ સભામાં પશુપાલકો માટે ભાવ ફેન ની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં વર્ષ 20223 માં કિલો ફેટે ૯૪૮ નો ભાવ આપવામાં આવતો હતો તો આ વર્ષે પશુપાલકોને કિલો ફેટે રૂપિયા 989 નો ભાવ વધારો આપવામાં આવ્યો છે.
બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી ના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ સભામાં પશુપાલકોને નવો ભાવ ફેર 1973 કરોડ આપવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. બનાસ ડેરીની આ જાહેરાતથી ડેરીના પશુપાલકોનું પરબ સુધર્યું છે. આ સભામાં સૌથી વધુ દૂધ ભરાવનારી 10 મહિલા પશુપાલકોને સન્માનિત કરવામાં આવી હતી.