ઉત્સવ

દિમાગનો કબજો લઇ લેતા ટેકનોગુરુઓથી સાવધાન

જોખમ -રાકેશ ભટ્ટ

-અપરાજિતા
આજે ડિજિટલ ટેકનોલોજીના માધ્યમથી સગવડો વધી છે. આપણે એક વસ્તુ ગૂગલ પર પૂછીએ ને સેંંકડો જવાબ હાજર થઇ જાય છે અને સાચું પૂછો તો આ જવાબ ખરેખર તમને કામ લાગે એ તો પછીની વાત છે, પણ આ દ્વારા તમારા દિમાગનો કબજો લેવાનો ટેકનોગુરુને ચાન્સ મળી જાય છે. તેઓ માણસની કુતૂહુલતાનો ફાયદો ઉઠાવીને માર્કેટિંગ પણ કરી લે છે.

ગૂગલના ભૂતપૂર્વ ડિઝાઇન એથિસિસ્ટ ટ્રિસ્ટન હારિસ કહે છે કે લોકોને મૂર્ખ બનાવવા તેમને એ વિશ્ર્વાસ અપાવવાથી વધુ સહેલું છે કે તેઓ મૂર્ખ બની ગયા છે.

વાસ્તવમાં ટેકનોગુરુઓનો એ હેતુ જ નથી હોતો કે તમને શું જોઇએ છે. તેમનું પૂરું ધ્યાન એ તરફ હોય છે કે કેવી રીતે તમારા મન-મગજનો કબજો લઇ લેવો કે તમને મેસ્મરાઇઝ કરીને પોતાનો ઉલ્લુ સીધો કરવો. તમે કોઇ ફૂલ વિશે પૂછશો તો એ તમને અલગ અલગ પુષ્પના બગીચાઓમાં લઇ જશે જેથી તમે પર્યટનનો પ્રોગ્રામ બનાવી લો કે ડેટિંગ માટે જગ્યા પસંદ કરી લો.

તમે ઇન્ટરનેટ પર કોઇ વિજ્ઞાનને લગતો પ્રશ્ર્ન પૂછો તો સંભવ છે કે એ જવાબ મળતા પહેલાં તમને એ બતાવશે કે આજબાજુમાં કેટલી બધી સારી રેસ્ટોરન્ટ છે. ક્યાં કેવી આકર્ષક યોજનાઓ ચાલે છે. તમારા મૂળ સવાલને ભુલાવીને એ તમારા મગજને બીજે જ ઠેકાણે લઇ જશે. તમારી મૂળ જિજ્ઞાસા તો એને સ્થાને જ રહેશે, પણ તમને એક પછી એક ક્લિક કરાવીને પોતાના ટાર્ગેટ સુધી લઇ જઇ શકે. તમને ત્યાં પહોંચીને કોઇ પ્રોડક્ટ કે જાહેરાતો પ્રભાવિત ન કરી શકે ત્યારે અફસોસ થશે કે એક પછી એક વેબસાઇટો ક્લિક કરીને ખોટે રવાડે ચઢી ગયા. મૂળ જે સવાલ મનમાં હતો એનું તો કોઇ યોગ્ય સમાધાન થયું નહીં. ખોટા બેવકૂફ બની ગયા.

તમે કાંઇક ટાઇપ કરવા માગતા હોવ અને હજુ તો પહેલો અક્ષર ટાઇપ કરો ત્યાં જ અસંખ્ય વિકલ્પો તમારી સમક્ષ આવી જાય છે. આ કોઇ સુવિધા નથી પણ ટેકનોલોજી દ્વારા તમને એમના ઇશારા પર નાચવાનું ખુલ્લું આમંત્રણ હોય છે. ધારે કે તમારે તમારા મિત્રને ઇમેલ લખવો છે તો પહેલો શબ્દ જ ટાઇપ કરતાં અનેક રેડિમેડ મેલ ખોલી આપશે. ખાતરી રાખજો કે તમારો ઇ-ગ્રાહક તમને એટલા બધા વિકલ્પો આપશે કે તમને શું પસંદ કરવું એ જ વિમાસણ થઇ પડશે. એના કરતાં તમે તમારી રીતે મિત્રને જે સંદેશ દેશો એ તમારી પોતાની અભિવ્યક્તિ હશે. પણ ટેકનોલોજી તમને એટલી ધીરજ રાખવા નથી દેતી. વાસ્તવમાં આપણા મગજમાં એ વાત ભરી દીધી છે કે આપણે કંઇક કામ કરવાની કોશિશ કરી હોય અને ડિવાઇસ ઑટોમેટિક એ કામ પોતે જ કરી આપે તો એ સગવડ નથી પણ ગુલામી છે. આજે આ ટેક્નિકે આપણા હાથ અને દિમાગને બાંધી રાખ્યા છે.

જ્યારે આપણે સવારે પહેલી વાર ગૂગલ ન્યૂઝ પર ક્લિક કરીએ ત્યારે આ ટેકનિક આપણી મન:સ્થિતિને વાંચીને આપણને અનુકૂળ હોય તેવી ખબરો રજૂ કરે છે, જે ખબરો પર આપણે પહેલાં જ સમય વીતાવી ચૂક્યા હોઇએ. ટેકનિક એ નથી ચાહતી કે દુનિયામાં શું થઇ રહ્યું છે એ આપણે જાણીએ, એ તો એ જ ચાહે છે કે આપણે એ જાણીએ જેને એ ચાહે છે. કોઇ પણ ઍપ એવો દાવો કરતી હોય કે એ તમારી સુવિધા માટે છે તો એ એક માત્ર દેખાવ જ હોય છે. એ તો એનો કારોબાર કેવી રીતે વધે એ જ ફિરાકમાં હોય છે. અગર આપ કોઇ એક ઍપ પર ક્લિક કરો તો એ મોબાઇલમાં ડાઉનલોડ થાય એ પહેલાં બીજી અનેક ઍપ્સ ડાઉનલોડ થવા માટે ડોકિયા કરવા લાગે છે. જો તમે જાણકાર ન હોવ તો એમ જ લાગે કે આ બધી ઍપ્સ પેલી ઍપનો જ હિસ્સો છે. જો તમારી પાસે પીડીએફ રીડર હોય તો આ એપ એટલી તત્પર નથી હોતી કે તમે તમારી પીડીએફ ફાઇલને આરામથી વાંચી લો. એ તો ચાહે છે કે એની પહેલાં અને પછી બહુ બધી જાહેરાતો જુઓ. જો આપણે મગજ પરનું નિયંત્રણ ગુમાવ્યું તો આ જાહેરાતોમાં જ ગૂંચવાયેલા રહેશું અને મૂળ હેતુ સુધી પહોંચશું જ નહીં અને આપણા મોબાઇલને તો ક્યારેય આપણી પર દયા આવશે જ નહીં કે આપણી જરૂરિયાત પૂરી થઇ કે નહીં. હા, વિવિધ ધંધાદારી ઍપ્સના ઉદ્ેશ પૂરા થઇ જશે.
આ જ બધી એવી ટેક્નિક્સ છે જે આપણને જાદુઇ અને ચમત્કારથી ભરેલી લાગે. આપણી જિંદગી સરળ કરી દીધી હોય એવું લાગે પણ સચ્ચાઇ એ છે કે આ ટેકનોલોજીએ આપણી જિંદગી સરળ બનાવવાને બદલે ભાતભાતની લોભામણી જાહેરાતો દ્વારા આપણી આંગળીઓ, આંખ, કાન અને દિલોદિમાગ પર ચોવીસે કલાક કબજો જમાવીને બેસી જાય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ઘરમાં પૈસા નથી ટકવા દેતી આ ભૂલો, તમે પણ તો નથી કરતાં ને? રક્ષાબંધન પર બહેનને ગીફ્ટ આપતા પહેલા આ જાણી લો શું પત્ની પતિને રાખડી બાંધી શકે? જાણો શું કહે છે શાસ્ત્ર… ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ છે, પણ પાકિસ્તાનના રાષ્ટ્રીય ફૂલનું નામ સાંભળશો તો…