ડિસ્ટ્રિબ્યુટર – મેન્યુફેક્ચરર ને કન્ઝુમરને જોડતી કડી
બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી
પ્રોડક્ટ સારું હશે, યુનિક હશે, લોકોને તેની જરૂર છે તે ધ્યાનમાં રાખી બનાવ્યું હશે, ડિઝાઇન સારી હશે, પેકેજિંગ લાજવાબ હશે, પબ્લિસિટી જબરદસ્ત થઈ હશે, પણ કસ્ટમર જ્યારે દુકાનમાં માલ લેવા જાય અને પ્રોડક્ટ મળે નહીં તો? માર્કેટિંગ વ્યૂહરચનાના વર્ષોથી ચાલતા આવેલા ૪ઙત છે : પ્રોડક્ટ, પ્રમોશન, પ્રાઈઝ અને પ્લેસમેંટ. તેમાં એક ઙ પ્લેસમેંટ અર્થાત્ ડિસ્ટ્રિબ્યુશનને ફાળવવામાં આવ્યો છે. પ્રોડક્ટ ડિઝાઇનના તબક્કેથી જ ડિસ્ટ્રિબ્યુશનને ધ્યાનમાં રાખવામાં આવે છે, કારણ કે પ્રોડક્ટને એક જગ્યાથી બીજી જગ્યાએ પહોંચાડવાનું છે ત્યારે તે લોજિસ્ટિક્લી સરળ હોવું જોઈએ. લોજિસ્ટિક ચેનલ છે તેને અનુરૂપ પ્રોડક્ટ ડિઝાઇન થાય તેટલં ુજ નહીં, અંતે પ્રોડક્ટ ડિસપ્લેમાં કેવી રીતે સરળતાથી ગોઠવાઈ જશે અને તેથી આગળ ક્ધઝ્યુમરના ઘરમાં પણ સરળતાથી ગોઠવાશે કે નહીં તેનો વિચાર સુધ્ધાં કરવામાં આવે છે.
આ બધી વાતનો અભ્યાસ અને ફિડબેક ઉત્પાદકને મળે છે ડિસ્ટ્રિબ્યુટર પાસેથી. ડિસ્ટ્રિબ્યુટર તે વ્યક્તિ કે ચેનલ છે જે પ્રોડક્ટ કે બ્રાન્ડને મેન્યુફેક્ચરરથી ક્ધઝ્યુમર સુધી પહોંચાડે છે. બ્રાન્ડ બિલ્ડિંગમાં અને બ્રાન્ડના વેચાણમાં આ ચેનલ કે વ્યક્તિ મહત્ત્વનો રોલ ભજવે છે.
બ્રાન્ડ માર્કેટમાં જ્યારે જોઈએ ત્યારે ઉપલબ્ધ હોવી જોઈયે. જો બ્રાન્ડ ઉપલબ્ધ નહીં હોય તો ક્ધઝ્યુમર તરત જ બીજી બ્રાન્ડને પ્રાધાન્ય આપી તેને ખરીદી લેશે. માર્કેટિંગનું કામ છે બ્રાન્ડને ક્ધઝ્યુમરના મગજમાં સ્થિર કરવી અને હંમેશાં રમતી રાખવી અને આના માટે વેલ પ્લાન્ડ ડિસ્ટ્રિબ્યુશન વ્યૂહરચના હોવી જોઈયે.
ઘણીવાર એવું બન્યું છે કે એડ કેમ્પેઇન લોન્ચ થવાની તૈયારીમાં હોય પણ જો માલ ન પહોંચ્યો હોય કે પછી ડિસ્ટ્રિબ્યુશનમાં કોઈ અડચણ આવી હોય તો તે કેમ્પેઇન હોલ્ડ પર રાખવામાં આવે છે, કારણ કે જો કેમ્પેઇન જોઈ લોકો દુકાનમાં જશે ત્યારે માલ ઉપલબ્ધ હોવો જરૂરી છે. જો માલ ઉપલબ્ધ નહીં હોય તો બ્રાન્ડની નેગેટિવ પબ્લિસિટી થશે.
સફળ બ્રાન્ડ હંમેશાં પહેલેથી તૈયારી કરી રાખશે અને બન્ને મુદ્દાને ધ્યાનમાં રાખી કેમ્પેઇનથી ડિમાંડ ઊભી કરશે અને માલને પણ સ્ટોક કરી રાખશે, જેથી ભવિષ્યમાં પસ્તાવું ન પડે.
ડિસ્ટ્રિબ્યુશનની વ્યૂહરચના માર્કેટિંગની વ્યૂહરચના સાથે તાલમેલ મેળવે તેવી હોવી જોઈયે. ડિસ્ટ્રિબ્યુશન ચેનલ વિવિધ પ્રકારની હોય છે; ડાઇરેક્ટ સેલિંગ, ડાઇરેક્ટ રિટેલિંગ, હોલ સેલિંગ, ફ્રેંચાઈઝિંગ અને હવે તો આજની તારીખે ઓનલાઇન પણ મહત્ત્વનું ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ છે.મારી પ્રોડક્ટનો, ક્ધઝ્યુમરનો અને પ્રતિસ્પર્ધીનો અભ્યાસ કરી મારે મારું ડિસ્ટ્રિબ્યુશન પ્લાન કરવું જોઈએ. માસ પ્રોડક્ટ હશે તો હોલસેલરની જરૂર પડશે , પણ જો પ્રીમિયમ પ્રોડક્ટ હશે તો કદાચ ડાઇરેક્ટ સેલ્સ ચેનલ પણ કામ કરી શકે. જેટલી લેયર ઓછી હશે તેટલો પ્રોફિટ માર્જિન બ્રાન્ડ માટે વધુ હશે.
બીજું, તમારી ડિસ્ટ્રિબ્યુશન ચેનલ જ્યાંથી ઉત્પાદન થાય છે ત્યાંથી લઈને વપરાશકર્તા વચ્ચેનું જે અંતર છે તે ઓછું કરવામાં મદદરૂપ થવું જોઈએ. જો આ ધ્યેય તમે હાસિલ કરી શકો તો તમે તમારો નફો વધારી શકો.
ડિસ્ટ્રિબ્યુશન ચેનલના બીજા ઘણા ફાયદા છે અને તેની ઉપયોગિતા પણ ઘણી છે. તે ફક્ત તમારી બ્રાન્ડના પ્લેસમેંટનું ધ્યાન નથી રાખતું, આ ચેનલ તેનાથી આગળ જઈ તમારી બ્રાન્ડની સફળતામાં આગવો ભાગ ભજવે છે. જેમ કે, સૌથી મહત્ત્વનું આ ચેનલ સેલ્સને વધારે છે. સેલ્સમેનશીપ પ્રોવાઈડ કરે છે.
ડિસ્ટ્રિબ્યુટર નિયમિતપણે દુકાનદાર અને ક્ધઝ્યુમરના સંપર્કમાં હોવાથી તે આસાનીથી તમારી બ્રાન્ડને વેચવામાં મદદ કરે છે. તેટલં ુજ નહીં, તમને નવા પ્રોડક્ટ બનાવવાની માહિતીઓ પણ આપે છે. માર્કેટમાં શેની ડિમાંડ છે તેનો અભ્યાસ કરી તમને માહિતી પૂરી પાડે છે. તમારી બ્રાન્ડ માટે દુકાનની શેલ્ફ સ્પેસ મેળવી આપે છે અને આ વ્યક્તિના ભરોસે દુકાનદાર તમારો માલ પોતાની દુકાનમાં રાખે છે. તમારા ખર્ચ ઘટાડે છે. પોતે તમારા માલને સ્ટોક કરી રાખે છે, જેથી જ્યારે જરૂર પડે ત્યારે માલ ઉપલબ્ધ હોય.
માલ સ્ટોક પોતે કરતો હોવાથી તમારી માલ સ્ટોક કરવાની જગ્યાની કિંમત બચે છે. ડિસ્ટ્રિબ્યુટર તમને પહેલેથી એડ્વાન્સ આપી તમારા માલમાં ઇન્વેસ્ટ કરે છે, જેથી તમે તમારું રોલિંગ કરી શકો. તમે આનાથી નિશ્ર્ચિંત પણ થાવ છો કે ઉઘરાણી નથી કરવાની, જ્યારે આ ડિસ્ટ્રિબ્યુટર પોતે ક્રેડિટ પર કામ કરે છે. આવી સવલતોને કારણે બ્રાન્ડ પોતાના ખર્ચ બચાવે છે. કંપનીએ ફક્ત એક જ પોઈન્ટ પર માલ પહોંચાડવાનો છે, જ્યારે ડિસ્ટ્રિબ્યુટર પોતાની રીતે છેલ્લા ક્ધઝ્યુમર સુધી માલ પહોંચાડે છે. આથી કહી શકાય કે ડિસ્ટ્રિબ્યુશન ચેનલ પ્રોડક્ટને ફાઇનાન્સ કરે છે, પ્રોડક્ટને સ્ટોર કરે છે અને પ્રોડક્ટને છેલ્લી વ્યક્તિ સુધી પહોંચાડે છે. આ ચેનલ બ્રાન્ડને પ્રાઈઝ ફિક્સ કરવામાં પણ મદદ કરે છે. કોઈ પણ બ્રાન્ડ પ્રાઈઝ નક્કી કરતા પહેલા ડિસ્ટ્રિબ્યુટરનો મત માગશે, કારણ તે જાણે છે કે એના દુકાનદાર અને ક્ધઝ્યુમરને કયું પ્રોડક્ટ કેટલા સુધી પરવડશે. આમ પ્રાઈઝિંગ વ્યૂહરચનામાં પણ એ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. બ્રાન્ડને પ્રમોટ કરવામાં પણ તે સારો એવો ભાગ ભજવે છે. નવા કેમ્પેઇનને સ્ટોર સુધી પહોંચાડશે, પોતાની રીતે પ્રમોશનલ સ્કીમ બનાવી દુકાનદાર અને ક્ધઝ્યુમરને આકર્ષે છે. આ લોકો આફ્ટર સેલ્સ સર્વિસમાં પણ મહત્ત્વનો ભાગ ભજવે છે.
ટૂંકમાં, દુકાનદાર જે અંતે તમારો માલ વેચે છે એને બ્રાન્ડ પર ભરોસો છે, પણ તેનાથી વધારે કઈ માર્કેટિંગ ચેનલ દ્વારા બ્રાન્ડ આવી રહી છે તેમાં વધુ રસ છે અને એને ડિસ્ટ્રિબ્યુટર ઉપર વધુ ભરોસો છે, કારણ કે અંતે તે ડિસ્ટ્રિબ્યુટર એને બ્રાન્ડ વેચવામાં અને જો ન વેચાય તો માલ પરત લેવામાં મદદ કરે છે, તેથી માર્કેટિંગ ચેનલ કે ડિસ્ટ્રિબ્યુશન ચેનલને સંભાળી રાખવી અને વ્યવસ્થિત પ્લાનિંગ તે બ્રાન્ડ માટે અતી આવશ્યક છે, આમ ડિસ્ટ્રિબ્યુશન ચેનલ્સ માર્કેટિંગ વ્યૂહરચનાનું મહત્ત્વનું અંગ છે-પાસું છે જે બ્રાન્ડની ઉપલબ્ધતા, રેવેન્યૂ અને નફો વધારવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.