હેંગઝોઉ: એશિયન ગેમ્સ 2023માં મહિલા 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં ભારતના શુટર પલકે ગોલ્ડ મેળવ્યો છે. જ્યારે આ જ સ્પર્ધામાં પણ ઇશા સિંગે સિલ્વર મેળવ્યો છે. ભારતનો આ આઠમો ગોલ્ડ છે. એશિયન ગેમ્સ 2023માં ભારતે અત્યાર સુધી 30 મેડલ મેળવ્યા છે જેમાં આઠ ગોલ્ડ છે.
ભારતને 10 મીટર એર પિસ્તોલ સિંગલ્સ શુટિંગ સ્પર્ધામાં ગોલ્ડ સાથે સિલ્વર પણ મેળવ્યો છે. 17 વર્ષની પલકે આ સ્પર્ધામાં ગોલ્ડ તો 18 વર્ષની ઇશાએ સિલ્વર મેળવ્યો છે. ત્યારે આ એક જ સ્પર્ધામાં ભારતે ગોલ્ડ અને સિલ્વર બંને મેળવ્યા છે.
પલકે મહિલા 10 મીટર એર પિસ્તોલની ફાઇનલમાં 242.1 પોઇન્ટ સાથે પહેલું સ્થાન પ્રાપ્ત કરી ગોલ્ડ મેળવ્યો છે. જ્યારે ઇશા સિંગે સિલ્વર પર નામ અંકિત કર્યું છે. આ સ્પર્ધામાં પાકિસ્તાનની સ્પર્ધકે બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે એશિયન ગેમ્સ 2023માં ઇશા સિંગે ભારત માટે ચાર મેડલ જીત્યા છે ઇશાએ 10 મીટર એર પિસ્તોલ ગ્રુપ સ્પર્ધામાં ગોલ્ડ અને સીંગલ્સમાં સિલ્વર મેડલ જીત્યો છે. અગાઉ હૈદરાબાદની રહેવાસી 18 વર્ષની ઇશાએ 25 મીટર પિસ્તોલ ગ્રુપ સ્પર્ધામાં ગોલ્ડ અને સીંગલ્સમાં સિલ્વર મેળવ્યો છે.
એશિયન ગેમ્સ 2023માં છઠ્ઠા દિવસે ભારતે જોરદાર શરુઆત કરી છે. રાઇફલ શુટિંગમાં બે ગોલ્ડ જીત્યા છે. ઉપરાંત રાઇફલ શુટિંગમાં જ બે સિલ્વર પણ મેળવ્યા છે. ભારતના નામે અત્યાર સુધી 8 ગોલ્ડ અને કુલ 30 મેડલ થયા છે.