સજા આપવાને બદલે મમતા રેપકેસથી ધ્યાન ભટકાવી રહી છે : નિર્ભયાની માતા

નવી દિલ્હી: કોલકાતામાં ટ્રેઈની ડોકટર સાથે થયેલ રેપ અને મર્ડરના બનાવને લઈને દિલ્હી ગેંગરેપ કેસ પીડિતા નિર્ભયાની માતાએ એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર પદનો દુરુપયોગ કરીને મુદ્દા પરથી ધ્યાન ભટકાવિ રહ્યાનો આરોપ કર્યો હતો અને તેમના રાજીનામાની માંગ કરી હતી.
આ પણ વાંચો: કોલકાતા દુષ્કર્મ-હત્યા કેસઃ ગુજરાતમાં ખાનગી હોસ્પિટલો પણ હડતાળમાં જોડાઈ, અમદાવાદ-સુરતમાં ડોક્ટરોની રેલી
દિલ્હી ગેંગરેપ કેસ પીડિતા નિર્ભયાની માતાએ કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ કેસ પર મોટું નિવેદન આપ્યું છે. શનિવારે, તેમણે મહિલા તાલીમાર્થી ડૉક્ટર સાથે બળાત્કાર અને હત્યાની ઘટના પર ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજીનામું આપવું જોઈએ. નિર્ભયાની માતાએ આરોપ લગાવ્યો કે મમતા પોતાના પદનો દુરુપયોગ કરી રહી છે અને ઘટનાના દોષિતો સામે કાર્યવાહી કરવાને બદલે આ મુદ્દા પરથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારો અત્યાચારના ગુનેગારોને તાત્કાલિક સજા આપવા માટે ગંભીર નહીં થાય ત્યાં સુધી દેશના જુદા જુદા ભાગોમાંથી આવી બર્બર ઘટનાઓ બનતી રહેવાની છે.
આ પણ વાંચો: કોલકાતા બળાત્કાર-હત્યા મામલે સુપ્રીમ કોર્ટ હસ્તક્ષેપ કરે…વકીલોએ CJIને લખ્યો પત્ર
નિર્ભયાની માતાએ કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં તાલીમાર્થી મહિલા ડૉક્ટર સાથે બળાત્કાર અને હત્યાની ઘટના વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે જ્યારે કોલકાતાની મેડિકલ કોલેજમાં છોકરીઓ સુરક્ષિત નથી અને તેમની સાથે જઘન્ય ઘટનાઓ સર્જાય રહી છે, તો એ સમજી શકાય છે કે દેશમાં મહિલાઓની સુરક્ષાની શું સ્થિતિ છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પર નિશાન સાધતા તેમણે કહ્યું, ‘મમતા બેનર્જી રાજ્ય સરકારના વડા છે. માનવતાને શરમમાં મૂકી દે તેવી ઘટના તેમના રાજ્યમાં બને છે, જેમાં પોલીસની બેદરકારી સામે આવે છે, ત્યારબાદ કોર્ટ આ મામલે સીબીઆઈ તપાસનો આદેશ આપે છે. મમતાએ પોતાના પદ પરથી રાજીનામું આપવું જોઈએ.
આ પણ વાંચો: કોલકાતા ડોક્ટર ડેથઃ ડોક્ટરોની હડતાળ ‘શસ્ત્ર’ કે પછી…
નિર્ભયાની માતાએ કહ્યું કે બેકાબૂ તત્વોના ટોળા દ્વારા હોસ્પિટલમાં હુમલો કરવો, ઘટના સાથે જોડાયેલા પુરાવાનો નાશ કરવો અને વિરોધ કરી રહેલા ડોકટરો પર હુમલો કરવો શરમજનક છે. ઉલ્લેખનિય છે કે તાલીમાર્થી ડોક્ટરનો મૃતદેહ 9 ઓગસ્ટના રોજ આરજી કર હોસ્પિટલના સેમિનાર રૂમમાંથી મળ્યો હતો. પોલીસે બીજા દિવસે આ સંબંધમાં એક આરોપીની ધરપકડ કરી હતી. કોલકાતા હાઇકોર્ટે આ મામલાની તપાસ સ્થાનિક પોલીસ પાસેથી લઈને CBIને સોંપી છે. એજન્સીએ હોસ્પિટલના પ્રિન્સિપાલ અને પૂર્વ પ્રિન્સિપાલની પણ પૂછપરછ કરવામાં આવી હતી.