રાજકોટ

રાજકોટ મનપાની બહેનોને ભેટ : રક્ષાબંધન પર સિટી અને BRTS બસમાં નિશુલ્ક મુસાફરી

રાજકોટ: રાજકોટમાં દર વર્ષે રક્ષાબંધન અને ભાઈ બીજના દિવસે બહેનોને સિટી બસમાં આપવામાં આવતી રાહતને આ વર્ષે પણ આપવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 19 ઓગસ્ટને સોમવારે રક્ષાબંધન નિમિતે રાજકોટ મનપા સંચાલિત સિટી અને BRTS બસમાં બહેનો માટે મુસાફરી તદ્દન ફ્રી રાખવાનું જાહેર કરવામાં આવ્યું છે. આ દિવસે પોતાના ભાઈને રાખડી બાંધવા જતી બહેનોને મફત મુસાફરીનો લાભ મળશે.

આ પણ વાંચો: ચિંતા ન કરો! રક્ષાબંધનમાં પણ મળી જશે ટિકિટ : રેલવે વિભાગ આપશે આ સુવિધા

આ અંગે રાજકોટ મહાનગર પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે માહિતી આપતા જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી ભાજપ શાસિત મનપાએ આ ચીલો ચીતર્યો છે. જેમાં રક્ષાબંધન અને ભાઈબીજ દરમિયાન બહેનો પોતાના ભાઈ અને પરિવાર પાસે જઈ શકે તેના માટે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત સિટી અને BRTS બસમાં બહેનોને નિઃશુલ્ક મુસાફરી કરવાની છૂટ આપવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે પણ આગામી 19 ઓગસ્ટને સોમવારે રક્ષાબંધન નિમિતે બહેનો માટે શહેરની તમામ સિટી તેમજ BRTS બસમાં ફ્રી મુસાફરી જાહેર કરવામાં આવી છે. મનપાના આ નિર્ણયનો લાભ પોતાના ભાઈ અને પરિવારને મળવા જતી તમામ બહેનોને મળશે.

આ પણ વાંચો: Ladki Bahen Yojna: 1 કરોડ રાખડીઓ મોકલાવાશે ‘લાડકા ભાઇ’ એકનાથ શિંદેને!

વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભારત એ તહેવારોનો દેશ છે. તેમાં અનેક તહેવારોની ઉજવણી થાય છે. આપણે ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ. તેમાં રક્ષાબંધન એટલે ભાઇ-બહેનનો તહેવાર છે. રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિતે રાજકોટ મનપા દ્વારા કાર્યરત સિટી બસ અને BRTS બસ સેવા દર વર્ષની પરંપરા મુજબ બહેનો અને મહિલાઓ માટે નિ:શુલ્ક રાખવામાં આવી છે. ત્યારે “રક્ષાબંધન”ના પવિત્ર તહેવારના દિવસે કોઈપણ રૂટ પર, ગમે તેટલી વખત ફક્ત બહેનો અને મહિલાઓ નિ:શુલ્ક મુસાફરી કરી શકશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
રક્ષાબંધન પર બહેનને ગીફ્ટ આપતા પહેલા આ જાણી લો શું પત્ની પતિને રાખડી બાંધી શકે? જાણો શું કહે છે શાસ્ત્ર… ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ છે, પણ પાકિસ્તાનના રાષ્ટ્રીય ફૂલનું નામ સાંભળશો તો… ક્યારેક અંગ્રેજોની શાન ગણાતી હતી આ બ્રાન્ડ્સ, આજે એના પર છે ભારતીયોનું રાજ