આમચી મુંબઈ

આજે મધ્ય અને પશ્ચિમ રેલવેમાં બ્લોક

મુંબઈ: રેલવે માર્ગ, સિગ્નલિંગ અન્ય એન્જિનિયરિંગ કાર્ય તથા સમારકામને કારણે મધ્ય અને પશ્ચિમ રેલવેમાં રવિવારે બ્લૉક લેવામાં આવ્યો છે.

મધ્ય રેલવેમાં થાણે દિવા દરમિયાન પાંચમી અને છઠ્ઠી લાઇન પર રવિવારે સવારે ૧૦.૫૦ કલાકથી બપોરે ૩.૨૦ કલાક સુધી બ્લોક રહેશે. બ્લોક દરમિયાન સવારે ૯.૪૬ કલાકની સીએસએમટી-બદલાપુર, સવારે ૧૦.૨૮ની સીએસએમટી-અંબરનાથ, બપોરની ૨.૪૨ કલાકની સીએસએમટી-આસનગાવ, બપોરની ૩.૧૭ કલ્યાણ-સીએસએમટી ફાસ્ટ લોકલ સ્લો લાઇન પર દોડશે. આ લોકલ નિર્ધારિત હોલ્ટ સિવાય કલવા, મુંબ્રા, દિવા સ્ટેશન રુકશે. સવારની વસઇ રોડ દિવા મેમૂ કોપર સુધી દોડાવવામાં આવશે. કોપર અને દિવા સ્ટેશન દરમિયાનની લોકલ રદ કરવામાં આવશે. રત્નાગિરી-દિવા ફાસ્ટ પેસેન્જર પવનેલ ખાતે સ્થગિત કરવામાં આવશે.

હાર્બર લાઇનમાં સીએસએમટી-ચુનાભઠ્ઠી/બાન્દ્રા ખાતે સવારે ૧૧.૧૦થી બપોરે ૪.૧૦ કલાક સુધી બ્લોક રહેશે. બ્લોક દરમિયાન સીએસએમટીથી વાશી/બેલાપુર/પનવેલ અપ અને ડાઉન લોકલ રદ કરવામાં આવશે. સીએસએમટી-કુર્લા દરમિયાન વિશેષ લોકલ દોડાવવામાં આવશે.

પશ્ર્ચિમ રેલવેમાં સાંતાક્રુઝ-ગોરેગામ અપ અને ડાઉન ફાસ્ટ લાઇન પર સવારે ૧૦થી બપોરે ૩ કલાક સુધી બ્લોક રહેશે. બ્લોક દરમિયાન સાંતાક્રુઝથી ગોરેગામ અપ અને ડાઉન ફાસ્ટ લાઇન પરની લોકલો સ્લો લાઇન પર દોડશે, જ્યારે અમુક લોકલ રદ કરવામાં આવશે, જ્યારે હાર્બર માર્ગ પર અંધેરી, બોરીવલી લોકલ ગોરેગામ સુધી દોડાવવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button