મનુ ભાકરને કોણે કહી દીધું કે દેખાડો તો એવો કરી રહે છે કે જાણે બે મેડલ જીત્યા હોય, viral Video

ભારતીય મહિલા શૂટર મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં ઐતિહાસિક પ્રદર્શન કરીને ભારત માટે બે મેડલ જીતીને લાવી છે. કોઈપણ એક ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી તે પ્રથમ ભારતીય એથ્લેટ છે. આ પહેલા ઓલિમ્પિક ઈતિહાસમાં કોઈ ખેલાડીએ આવું બીડું નથી ઝડપ્યું. મનુ પેરિસમાં પોતાનો જાદુ બતાવ્યા પછી ભારત પરત ફર્યા અને તેનું ભવ્ય સ્વાગત થયું અને હવે તે જુદા જુદા કાર્યક્રમોમાં હાજરી આપી રહી છે જ્યાં તેને આ વિશેષ સિદ્ધિ માટે સન્માનિત કરવામાં આવી રહી છે. મનુ ભાકરનો રેડિયો જોકી સાથેનો એક વીડિયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
ભારતીય મહિલા શૂટર મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં બે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યા છે. 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં તેણે સિંગલ્સમાં બ્રોન્ઝ જીત્યો અને પેરિસ ઓલમ્પિકમાં ભારતને પહેલો મેડલ અપાવ્યો હતો. ત્યારબાદ તેણે સરબજોત સિંહ સાથે મિક્સ્ડ 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ પણ જીત્યો હતો. પેરિસ ઓલિમ્પિકમાં ભારતે કુલ 6 મેડલ જીત્યા હતા, જેમાંથી બે મનુ ભાકરના નામે છે.
આ પણ વાંચો : દિલ્હીમાં વિનેશ ફોગાટનું ચેમ્પિયનની જેમ સ્વાગત, બજરંગ અને સાક્ષીને ગળે મળીને રડી પડી
હાલ તો મનુ ભાકરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેનો વીડિયો રેડ એફએમના રેડિયો જોકી પુરબ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેમાં તે મનુને મજાકમાં કહેતા સાંભળવા મળે છે તે એવો દેખાવ કરી રહી છે કે જાણે તેણે ઓલિમ્પિકમાં એક નહીં પરંતુ બે મેડલ જીતીને લાવ્યા હોય.
પાસે જ ઊભેલી મનુ ભાકર રેડિયો જોકી પુરબની વાતો સાંભળીને હસતી જોવા મળી રહી છે. તે મનમાં કહેતી હશે, ઓ ભાઈ, હું ખરેખર ઓલિમ્પિકમાં બે મેડલ જીતીને પાછો આવું છું.