નેશનલ

‘ફરજ પર પરત ફરો….’ આરોગ્ય મંત્રાલયે ડોક્ટરોને હડતાળ ખતમ કરવાની અપીલ કરી

નવી દિલ્હી: કોલકાતામાં મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના મામલે (Kolkata rape and murder case) સમગ્ર દેશમાં રોષનો માહોલ વ્યાપી ગયો છે. સરકારી ઉપરાંત ખાનગી હોસ્પિટલ સાથે જોડાયેલા ડોક્ટર્સ પણ હળતાળ (Doctors Strike)પર ઉતર્યા છે, જેને કારણે હોસ્પિટલોમાં દાખલ દર્દીઓને હાલકીનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં કેન્દ્ર સરકારે ડોક્ટર્સને હળતાળ પરત લેવા અને કામ પર પરત ફરવા અરજી કરી છે.
ડેન્ગ્યુ અને મેલેરિયાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને આરોગ્ય મંત્રાલયે હળતાળ પર ઉતરેલા ડોકટરોને વ્યાપક જનહિતને ધ્યાનમાં રાખીને કામ પર પાછા ફરવા વિનંતી કરી છે. 26 રાજ્યોએ પહેલાથી જ તેમના સંબંધિત રાજ્યોમાં આરોગ્ય કર્મચારીઓની સુરક્ષા માટે કાયદા પસાર કર્યા છે.

ડોકટરોએ વ્યક્ત કરેલી ચિંતાઓને ધ્યાનમાં રાખીને, મંત્રાલયે તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ સંભવિત પગલાં સૂચવવા માટે એક સમિતિની રચના કરવાની ખાતરી આપી છે. રાજ્ય સરકારો સહિત તમામ હિતધારકોના પ્રતિનિધિઓને સમિતિ સાથે તેમના સૂચનો શેર કરવા માટે આમંત્રિત કરવામાં આવશે.

IMAના પ્રતિનિધિઓએ આરોગ્ય પ્રધાન જેપી નડ્ડા સાથે આરજી કાર મેડિકલ કોલેજમાં થયેલી ઘટના અંગે બેઠક યોજાઈ હતી. FORDAના પ્રતિનિધિઓએ આરોગ્ય પ્રધાનને પણ મળ્યા હતા. તમામ બેઠકો બાદ આરોગ્ય મંત્રાલય તરફથી આ સૂચના આવી છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલએ જણાવ્યું કે FORDA, IMA અને દિલ્હીની સરકારી મેડિકલ કોલેજો અને હોસ્પિટલોના રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ચિંતાઓને ધ્યાનમાં રાખીને મંત્રાલયે હેલ્થ કેર વાર્કેર્સની સલામતી સુનિશ્ચિત કરવા માટે તમામ સંભવિત પગલાં સૂચવવા માટે એક સમિતિની રચના કરવાની ખાતરી આપીએ છીએ. રાજ્ય સરકારો સહિત તમામ હિતધારકોના પ્રતિનિધિઓને સમિતિ સાથે તેમના સૂચનો શેર કરવા આમંત્રિત કરવામાં આવશે. મંત્રાલય વ્યાપક જાહેર હિતમાં અને ડેન્ગ્યુ અને મેલેરિયાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને તેમની ફરજો ફરી શરૂ કરવા વિનંતી કરે છે.

એક બેઠક દરમિયાન તમામ એસોસિએશનના પ્રતિનિધિઓને જાણ કરવામાં આવી હતી કે સરકાર પરિસ્થિતિથી વાકેફ છે અને તેમની માંગણીઓ પ્રત્યે સંવેદનશીલ છે. 26 રાજ્યોએ પહેલાથી જ તેમના રાજ્યોમાં આરોગ્ય કર્મચારીઓની સુરક્ષા માટે કાયદા પસાર કર્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
રક્ષાબંધન પર બહેનને ગીફ્ટ આપતા પહેલા આ જાણી લો શું પત્ની પતિને રાખડી બાંધી શકે? જાણો શું કહે છે શાસ્ત્ર… ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ છે, પણ પાકિસ્તાનના રાષ્ટ્રીય ફૂલનું નામ સાંભળશો તો… ક્યારેક અંગ્રેજોની શાન ગણાતી હતી આ બ્રાન્ડ્સ, આજે એના પર છે ભારતીયોનું રાજ