નેશનલ

સાબરમતી એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટના કે કાવતરું? એન્જીન ભારે પથથર સાથે અથડાયું હોવાનો દાવો

નવી દિલ્હી: શુક્રવારે મોડી રાત્રે કાનપુર પાસે ટ્રેન અકસ્માતો થયો હતો, સદભાગ્યે કોઈ જાનહાની થઇ ન હતી. સાબરમતી એક્સપ્રેસના 22 ડબ્બા પાટા પરથી ઉતરી (Sabarmati express derailed)ગયા હતા. આ દુર્ઘટના પાછળ કોઈ કાવતરું હોય એવી શકયતા છે. લોકો-પાયલટના જણાવ્યા અનુસાર, એન્જિન સાથે પથ્થર અથડાવાને કારણે આ અકસ્માત થયો હતો.

કાનપુર દુર્ઘટના પર રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવનું નિવેદન પણ આવ્યું છે. તેમણે કહ્યું કે રેલવે ટ્રેક પર કંઈક રાખવામાં આવ્યું હતું. 22 કોચ પાટા પરથી ઉતરી ગયા છે. શુક્રવારે મોડી રાત્રે 2.35 વાગ્યે આ અકસ્માત થયો હતો. ટ્રેન વારાણસીથી અમદાવાદ જઈ રહી હતી.

આ પણ વાંચો: ગીર અભયારણ્યમાં ટ્રેન અકસ્માતોથી સિંહોના મોત મામલે હાઈકોર્ટ લાલઘુમ, રેલ્વે વિભાગને લગાવી ફટકાર

અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યું કે સાબરમતી એક્સપ્રેસ (વારાણસીથી અમદાવાદ)નું એન્જિન આજે સવારે 02:35 વાગ્યે કાનપુર નજીક ટ્રેક પર મૂકેલી કોઈ ભારે વસ્તુ સાથે અથડાયા બાદ પાટા પરથી ઉતરી ગયું હતું. જોરદાર અથડામણના નિશાન જોવા મળ્યા છે. પુરાવા સલામત છે. આઈબી અને યુપી પોલીસ પણ આ અંગે કામ કરી રહી છે. મુસાફરો કે સ્ટાફને કોઈ ઈજા થઈ નથી. અમદાવાદની આગળની મુસાફરી માટે મુસાફરો માટે ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે.

રેલ્વે બોર્ડના અધિકારીઓ પણ કાવતરાની શક્યતાની તપાસ કરી રહ્યા છે. એક અધિકારીએ જણાવ્યું કે, “અમને ટ્રેનના 16મા કોચની નજીક એક પથ્થર મળી આવી છે. એન્જિનના કેટલ ગાર્ડના ક્ષતિગ્રસ્ત ભાગના કદને જોતા એવું લાગે છે કે એન્જિન આ પથ્થર સાથે અથડાયું અને પાટા પરથી ઉતરી ગયું.”
સાબરમતી એક્સપ્રેસ પેસેન્જર ટ્રેન (19168) ના લગભગ 22 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા, પરંતુ કોઈ ઈજા કે જાનહાનિ નોંધાઈ ન હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button