મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

હિરોઇન બનવા માટે શ્રીદેવીની દીકરીએ કરાવી….

હિન્દી સિનેમાની ફર્સ્ટ લેડી સુપરસ્ટાર શ્રીદેવી હવે નથી પરંતુ તેમના પગલે ચાલીને તેમની બંને દીકરીઓ જાહ્નવી કપૂર અને ખુશી કપૂર ચોક્કસપણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશી છે. તેમની બંને પુત્રીઓ તેમના સુંદર દેખાવ માટે વધુ પ્રખ્યાત છે. જો કે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બંનેએ સર્જરી કરાવી છે, જેના વિશે ખુશીએ હવે મોટો ખુલાસો કર્યો છે.

દિવંગત અભિનેત્રી શ્રીદેવી અને પ્રખ્યાત ફિલ્મ નિર્માતા બોની કપૂરની નાની દીકરી ખુશી કપૂરે તાજેતરમાં નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ આર્ચીઝ’થી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મના પ્રીમિયરમાં તે તેની માતાનો ડ્રેસ પહેરીને પહોંચી હતી, જેના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

સેલિબ્રિટી સામાન્ય રીતે તેમની સર્જરી અને બ્યુટી ટ્રીટમેન્ટને મીડિયાથી છુપાવે છે, ત્યારે સ્ટાર કિડે સ્વીકાર્યું છે કે ડેબ્યૂ પહેલા તેણે નાકની સર્જરી કરાવી હતી. જેના માટે તેના ચારેબાજુથી વખાણ થઈ રહ્યા છે. તેણે સોશિયલ મીડિયા દ્વારા સ્પષ્ટપણે સ્વીકાર્યું છે કે ફિલ્મોની દુનિયામાં પ્રવેશતા પહેલા તેણે સર્જરી કરાવી હતી.

ખુશી કપૂરના ફેન પેજએ તાજેતરમાં અભિનેત્રીની જૂની ક્લિપ શેર કરી છે જેમાં તેણના બાળપણનો એક વીડિયો અને તેની ડેબ્યૂ ફિલ્મ ‘આર્ચીઝ’ની પ્રીમિયર નાઇટનો એક મોન્ટેજ સામેલ છે. આ વીડિયોમાં ખુશીને પૂછવામાં આવ્યું છે કે શું તે તેની માતાને સ્ટેજ પર પરફોર્મ કરતી જોઈને ઉત્સાહિત છે, જેના માટે તે હા પાડે અને કહે છે કે તેણે ક્યારેય તેની માતાને આ રીતે પરફોર્મ કરતી જોઈ નથી. તે સમયે શ્રીદેવીએ જે ડ્રેસ પહેર્યો હતો, તે જ ગાઉન ખુશીએ તેની પ્રીમિયર રાત્રે પહેર્યો હતો.

આ વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે ખુશીના વખાણ કર્યા હતા અને લખ્યું હતું કે મોટી થયા પછી પણ તે બદલાઈ નથી. હા, તેણે વજન ઘટાડ્યું છે. અન્ય એક યુઝરે લખ્યું હતું કે પહેલા ખુશી બ્રેસીસ પહેરતી હતી અને તેણે લીપ (હોંઠની સર્જરી) જોબ કરાવ્યો છે. ત્યારે ખુદ ખુશી કપૂરે પણ આ વીડિયો પર પ્રતિક્રિયા આપી હતી અને લખ્યું હતું કે લિપ ફિલરની સાથે તેણે નાકની સર્જરી પણ કરાવી. હવે તેની ટિપ્પણી સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે અને લોકો તેની ઈમાનદારી અને સ્પષ્ટવક્તા શૈલીના વખાણ કરતા થાકતા નથી.

ખુશી કપૂરના આગામી પ્રોજેક્ટ્સની વાત કરીએ તો ‘ધ આર્ચીઝ’ પછી તે ફિલ્મ ‘નાદાનિયાં’માં જોવા મળશે. આ ઉપરાંત તેની પાસે આમીર ખાનના દીકરા જુનૈદ ખાન સાથે એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ લવ ટુડે પણ છે. ઈબ્રાહીમ અલી ખાન સાથે પણ તેની એક ફિલ્મની ચર્ચા ચાલી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button