અમદાવાદઆપણું ગુજરાત

કોલકાતા દુષ્કર્મ-હત્યા કેસઃ ગુજરાતમાં ખાનગી હોસ્પિટલો પણ હડતાળમાં જોડાઈ, અમદાવાદ-સુરતમાં ડોક્ટરોની રેલી

અમદાવાદઃ કલકત્તાની આર.જી. કાર મેડિકલ કોલેજમાં જુનિયર ડોક્ટર દુષ્કર્મ-હત્યાની ઘટના(Kolkata rape and murder case)નો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. ત્યારે હત્યાની ઘટનાના વિરોધમાં આજે ગુજરાતભરની સરકારી હોસ્પિટલોની સાથે ખાનગી હોસ્પિટલોએ સમર્થન આપ્યું છે. હોસ્પિટલોમાં ઇમર્જન્સી સિવાયની તમામ સેવા બંધ રાખવામાં આવી છે. આથી દર્દીઓએ આજે પણ હાલાકીનો સામાનો કરવો પડશે. આજે અમદાવાદ મેડિકલ એસોસિએશનના સભ્યો ઇન્કમટેક્સ સુધી રેલી કાઢશે. તેમજ સુરતમાં ડોક્ટરોની રેલી નીકળશે.

ગુજરાતની ખાનગી હોસ્પિટલોના 25થી 30 હજાર ડોક્ટરો જોડાશે:
ગુજરાતની ખાનગી હોસ્પિટલોએ પણ આ ઘટનાના વિરોધમાં ટેકો આપ્યો છે. આજે સવારના છ વાગ્યાથી આવતીકાલે રવિવારે છ વાગ્યા સુધી ઓપીડી સેવા બંધ રાખવામાં આવી છે. જ્યારે ઇમર્જન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે. હજારો દર્દીઓની સર્જરી પણ રદ કરવામાં આવી છે. અમદાવાદની 1500 ખાનગી હોસ્પિટલોએ આજે હડતાળ પાડી રહી છે. જોકે ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે. હડતાળને કારણે શનિવારની અંદાજે 2 હજાર પ્લાન્ડ સર્જરી અને 12થી 15 હજારની ઓપીડી રદ થશે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને સુરક્ષા બિલની માગણી સાથે હડતાળને ટેકો આપ્યો છે. હડતાળમાં રાજ્યની ખાનગી હોસ્પિટલોના 25થી 30 હજાર ડોક્ટરો જોડાયા છે.

માનવ સાંકળ રચી કેન્ડલ માર્ચનું આયોજન:
ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની ગુજરાત બ્રાંચ દ્વારા કોલકાતાની ઘટના પછી સુરક્ષા બિલની માગણી કરવામાં આવી છે. એસોસિએશનના જણાવ્યા અનુસાર 24 કલાક હડતાળ રહેશે. પરંતુ લોકોને હેરાનગતિ ન પહોંચે તે માટે ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે. અમદાવાદ મેડિકલ એસોસિએશનના સભ્યો 5.30 કલાકે માનવ સાંકળ રચી કેન્ડલ માર્ચ પણ કાઢશે. દરમિયાન સિવિલ હોસ્પિટલના જુનિયર ડૉક્ટર એસોસિએશનએ કોલકાતાની ઘટનામાં જ્યાં સુધી નક્કર પગલાં નહીં લેવાય અને ન્યાંય નહીં મળે ત્યાં સુધી અમે ઓપીડી અને વોર્ડમાં દર્દીની સેવાથી દૂર રહવાની ચીમકી ઉચ્ચારી છે. પરંતુ ટ્રોમા સેન્ટર અને વોર્ડમાં ઇમરજન્સી સારવાર આપવાનું ચાલુ રાખવામાં આવી છે.

ગુજરાતના આયુર્વેદ એસોસિએશનના ડોક્ટર પણ સમર્થનમાં:
ગુજરાતના આયુર્વેદ એસોસિએશનના ડોક્ટર પણ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના વિરોધના સમર્થનમાં આવ્યા છે. જેને લઈને આયુર્વેદ એસોસિયેશન સાથે સંકળાયેલા ડોક્ટર પણ આજે બંધ પાડીને ઘટનાનો વિરોધ નોંધાવશે.

અસારવા સિવિલ અને સોલા સિવિલના 1500 ડોક્ટર હડતાળ પર:
શુક્રવારે કોલકાતાની ઘટનાના વિરોધમાં સિવિલ અને સોલા સિવિલના 1500 ડોક્ટર હડતાળ પર ઉતરી ગયા હતા. જેને કારણે સિવિલમાં રોજની સરેરાશ 80-90 પ્લાન્ડ સર્જરીમાંથી 50 ટકા રદ કરવી પડી હતી. બંને હોસ્પિટલની ઓપીડીમાં સારવાર માટે આવેલા દર્દીઓની લાંબી લાઈન લાગી ગઈ હતી. હડતાળને લીધે ડોક્ટર પાસે તપાસ માટે અગાઉ 15 મિનિટમાં નંબર આવી જતો હતો તેને બદલે દર્દીએ અડધો કલાક સુધી લાઈનમાં ઊભા રહેવું પડ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
શું પત્ની પતિને રાખડી બાંધી શકે? જાણો શું કહે છે શાસ્ત્ર… ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ છે, પણ પાકિસ્તાનના રાષ્ટ્રીય ફૂલનું નામ સાંભળશો તો… ક્યારેક અંગ્રેજોની શાન ગણાતી હતી આ બ્રાન્ડ્સ, આજે એના પર છે ભારતીયોનું રાજ આ છે દુનિયાનું સૌથી અણગમતું શાક, તમને ખબર હતી કે?