આમચી મુંબઈ

થાણેમાં પાઈપલાઈનનું ગળતર શોધવા મશીનની ખરીદી કરાશે

થાણે: થાણે મહાપાલિકા વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ પાણીની પાઈપલાઈન માફત પાણીપુરવઠો કરવામાં આવે છે. જમીનની નીચે રહેલી પાઈપલાઈનમાં જો ગળતર થાય તો તેને શોધવા માટે રસ્તો પૂરો ખોદી નાખવો પડતો હોય છે. જોકે હવે સ્માર્ટ વોટરલિક ડિટેક્ટરની મદદથી જમીનની નીચે રહેલી પાણીની પાઈપલાઈનમાં ગળતર શોધવું સરળ થઈ પડવાનું છે.

થાણે શહેરના વિકાસની સાથે જ વસતી સતત વધી રહી છે. થાણે શહેરના હાલ ચાર સ્રોત મારફત દરરોજ ૫૮૫ મિલિયન લિટર જેટલો પાણીપુરવઠો કરવામાં આવે છે, તેમાં પાલિકાની પોતાની પાણીપુરવઠો યોજનામાંથી ૨૫૦ મિલિયન લિટર, મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન તરફથી ૧૩૫ મિલિયન લિટર, સ્ટેમ કંપની તરફથી ૧૧૫ મિલિયન લિટર અને મુંબઈ મહાનગરપાલિકા તરફથી ૮૫ મિલિયન લિટર જેટલો પાણીપુરવઠો કરવામાં આવે છે. આ સ્રોત દ્વારા શહેરમાં પાણીપુરવઠો કરવા માટે પાણીની પાઈપલાઈનના જાળા જમીનની નીચે ફેલાયેલા છે.

પાણીની આ પાઈપલાઈન શહેરના રસ્તા અને જમીનની નીચે નાખવામાં આવ્યા છે. અનેક વખત અંડરગ્રાઉન્ડ પાઈપલાઈનમાં પાણીનું ગળતર થતું હોય છે. આ પાઈપલાઈન અંડરગ્રાઉન્ડ હોવાથી ચોક્કસ કયા સ્થળે પાણીનું ગળતર છે, તે જલદી શોધી શકાતું નથી. ગળતર શોધવા માટે રસ્તા અને જમીનની નીચે ઠેર-ઠેર ખોદકામ કરીને ગળતર શોધવું પડે છે. ખોદકામને કારણે રસ્તાની હાલત પણ ખરાબ થાય છે અને તેના સમારકામ પાછળ પાલિકાને પૈસા પણ ખર્ચવા પડે છે.

તેથી આ નુકસાનને ટાળવા માટે પાલિકાએ અંડરગ્રાઉન્ડ પાઈપલાઈનમાં થનારા ગળતરને શોધવા માટે સ્માર્ટ વોટર લિક ડિટેક્ટરની ખરીદી કરવાનો નિર્ણય લીધો છે, તે માટે પાલિકાએ ટેન્ડર બહાર પાડ્યા છે. સ્માર્ટ વોટર લિક ડિટેક્ટર મશીન દ્વારા ત્રણ મીટર અંતર સુધી જમીનની નીચે રહેલી પાણીની પાઈપલાઈનથી ગળતર શોધવું શક્ય બનશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
શું પત્ની પતિને રાખડી બાંધી શકે? જાણો શું કહે છે શાસ્ત્ર… ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ છે, પણ પાકિસ્તાનના રાષ્ટ્રીય ફૂલનું નામ સાંભળશો તો… ક્યારેક અંગ્રેજોની શાન ગણાતી હતી આ બ્રાન્ડ્સ, આજે એના પર છે ભારતીયોનું રાજ આ છે દુનિયાનું સૌથી અણગમતું શાક, તમને ખબર હતી કે?