WI vs SA: દક્ષિણ આફ્રિકાએ બીજા દિવસે મજબૂત પકડ મેળવી, મેચ રોમાંચક તબક્કામાં
વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી 2 મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ ડ્રો રહી હતી, જ્યારે બીજી મેચ ગયાનાના મેદાન પર રમાઈ રહી છે. બીજી ટેસ્ટનો પ્રથમ દિવસ એક્શનથી ભરપુર રહ્યો હતો, એક દિવસમાં કુલ 17 વિકેટ પડી હતી, જ્યારે બીજા દિવસે 8 વિકેટ પડી હતી. ગયાના ટેસ્ટ મેચના બીજા દિવસના અંતે, દક્ષિણ આફ્રિકાની ટીમે તેની ઇનિંગમાં 5 વિકેટના નુકસાન પર 223 રન બનાવ્યા હતા અને લીડ સાથે દક્ષિણ આફ્રિકા 239 રન પર પહોંચી ગઈ છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ બીજા દિવસે તેણી પ્રથમ ઇનિંગમાં 144 રન જ બનાવી શકી હતી.
ગયાના ટેસ્ટ મેચના બીજા દિવસે દક્ષિણ આફ્રિકાની ટીમ તરફથી બેટિંગમાં વધુ સારું પ્રદર્શન જોવા મળ્યું હતું, જેમાં એઇડન માર્કરમ અને ટોની ડી ઝોર્ઝીની જોડીએ પ્રથમ વિકેટ માટે 79 રનની પાર્ટનરશીપ કરી હતી. ઝોર્ઝી 39 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો, જ્યારે ઝોર્ઝી 50 રન બનાવીને આઉટ થયો હતો.
ત્યાર બાદ વેસ્ટ ઈન્ડિઝના બોલરોએ ફરી પકડ જમાવી હતી, અડધી આફ્રિકાની ટીમને 139ના સ્કોર પર પેવેલિયન મોકલી દીધી. આ પછી કાયલ વેરેની અને ઓલરાઉન્ડર વિયાન મુલ્ડરે ઈનિંગની કમાન સંભાળી અને છઠ્ઠી વિકેટ માટે 84 રનની ભાગીદારી કરી અને દિવસની રમતના અંત સુધી વધુ કોઈ વિકેટ પડી નહીં વેરેની 50 રન બનાવીને અણનમ રહ્યો હતો, જ્યારે મુલ્ડરે પણ 34 રન બનાવ્યા હતા.
વેસ્ટ ઈન્ડિઝ માટે જયડન સીલ્સે આ ઈનિંગમાં 3 જ્યારે ગુડાકેશ મોતીએ 2 વિકેટ ઝડપી છે.
દક્ષિણ આફ્રિકાની ટીમ બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસની રમતમાં 160ના સ્કોર પર સમેટાઈ ગઈ હતી, ત્યારે વેસ્ટ ઈન્ડિઝે પણ દિવસની રમતના અંતે 97 રનના બનાવી 7 વિકેટ ગુમાવી હતી. આ પછી બીજા દિવસે વેસ્ટ ઈન્ડિઝની ટીમે પણ 104ના સ્કોર પર તેની 9મી વિકેટ ગુમાવી હતી. અહીંથી જેસન હોલ્ડર અને શમર જોસેફ વચ્ચે 10મી વિકેટ માટે 43 બોલમાં 40 રનની ભાગીદારી જોવા મળી હતી. જેના કારણે દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રથમ ઇનિંગના આધારે વધારે લીડ મેળવી શકી ન હતી. હોલ્ડરે 54 રનની ઇનિંગ રમી હતી જ્યારે જોસેફે 25 રન બનાવ્યા હતા.