ટોપ ન્યૂઝનેશનલ

વધુ એક ટ્રેન અકસ્માત: કાનપુર પાસે સાબરમતી એક્સપ્રેસના 22 ડબ્બા પાટા પરથી ઉતર્યા

કાનપુરઃ દેશમાં ટ્રેન અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ઉત્તર પ્રદેશના કાનપુરમાં આજે વધુ એક ટ્રેન અકસ્માત(Kanpur Train Derailed)ની ઘટના બની છે. સાબરમતી એક્સપ્રેસના 22 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. ટ્રેનના તમામ ડબ્બા પાટા પરથી ઉતરી વેરવિખેર થઈ ગયા હતા, જેના કારણે મુસાફરો ગભરાઈ ગયા હતા. આ અકસ્માત કાનપુર શહેરથી 11 કિમી દૂર ભીમસેન અને ગોવિંદપુરી સ્ટેશન વચ્ચે રાતે 2.45 વાગ્યે થયો હતો. રેલવે અધિકારીઓએ અકસ્માતની પુષ્ટિ કરી છે.

સાબરમતી એક્સપ્રેસ ટ્રેન (19168) વારાણસીથી અમદાવાદ જઈ રહી હતી. માહિતી મળતા જ રેલ્વે કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. અને જોરદાર અવાજ સાંભળીને ગામ લોકો આવી ગયા હતા.

અન્ય ટ્રેનોની અવર-જવરને અસર:

આ અંગે ઉત્તર મધ્ય રેલ્વેએ જણાવ્યું હતું કે બોલ્ડર સાથે અથડાવાને કારણે આ અકસ્માત થયો હતો. અકસ્માતના કારણે કેટલીક ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. કાનપુરથી બુંદેલખંડ અને મધ્યપ્રદેશ જતી ટ્રેનો રદ કરવામાં આવી છે.

અત્યાર સુધી કોઈ જાનહાનિ નહી:

અધિકારીએ જણાવ્યુ છે કે કોઈ જાનહાનિ નથી. કેટલાક લોકોને થોડી ઈજા થઈ છે. તેની સારવાર કરવામાં આવી રહી છે. બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અમે બસો અને એમ્બ્યુલન્સ બોલાવી છે. મુસાફરોને હેન્ડલ કરીને રેલવે સ્ટેશન પર લઈ જવામાં આવી રહ્યા છે. બસ દ્વારા તેમને તેમના ગંતવ્ય સ્થાને લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
અકસ્માતમાં ઘાયલ થયેલા મુસાફરોના જણવ્યા મુજબ દુર્ઘટના સમયે મોટાભાગના મુસાફરો સૂઈ રહ્યા હતા. ટ્રેનની ગતિ ધીમી હતી. જેના કારણે અમે બચી ગયા છીએ.

મુસાફરો ટ્રેનમાંથી કુદ્યા:

મુસાફરો પોતાનો જીવ બચાવવા માટે ટ્રેનમાંથી કૂદવા લાગ્યા હતા. ટ્રેન નદી પરના પુલ પર હતી. અડધી ટનલની અંદર અને અડધી બહાર પુલ પર હતી, પરંતુ મુસાફરોને ટ્રેનમાંથી કૂદતા જોઈને પાયલટ ચોંકી ગયો હતો. તેણે તરત જ ટ્રેનને રોકી દીધી હતી. પાયલોટે અકસ્માત અંગે જીઆરપી, રેલવે માસ્ટર અને પોલીસને જાણ કરી હતી. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા આખી ટ્રેનની શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. મુસાફરોએ જણાવ્યું કે આગના સમાચાર લોકોમાં ફેલાઈ ગયા હતા. ટ્રેન લગભગ 45 મિનિટ કટરા સ્ટેશન પર ઊભી રહી હતી અને સંપૂર્ણ તપાસ બાદ જ આગળ મોકલવામાં આવી હતી. ઘાયલ મુસાફરોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

રેલવેએ ઈમરજન્સી નંબર જાહેર કર્યા:

પ્રયાગરાજ- 0532-2408128, 0532-2407353
કાનપુર- 0512-2323018, 0512-2323015
મિર્ઝાપુર- 054422200097
ઇટાવા- 7525001249
ટુંડલા- 7392959702
અમદાવાદ- 07922113977
બનારસ સિટી- 8303994411
ગોરખપુર-0551-2208088
લખનૌ- 8957024001

સુરત નજીક અમદાવાદ અને મુંબઇ વચ્ચે ડેકર ટ્રેનના છ ડબ્બા છુટા પડ્યા :

બે દિવસ પહેલા જ ગુજરાતમાં સુરત નજીક અમદાવાદ અને મુંબઇ વચ્ચે દોડતી ડબલ ડેકર ટ્રેનના છ ડબ્બા છુટી પડી જતાં મુસાફરો અટવાયા હતા. અમદાવાદ ડબલ ડેકર ટ્રેન મુસાફરોથી ભરેલી હતી તે દરમિયાન ઘટના બની હતી, ઘટનાની જાણ થતા રેલવેનો ટેકનિકલ સ્ટાફ તેમજ સ્ટેશન મેનેજર ઘટના સ્થળે પહોચી તપાસ હાથધરી હતી. ડબલ ડેકર ટ્રેનના ડબ્બા છૂટા પડતા મુસાફરો ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
શું પત્ની પતિને રાખડી બાંધી શકે? જાણો શું કહે છે શાસ્ત્ર… ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ છે, પણ પાકિસ્તાનના રાષ્ટ્રીય ફૂલનું નામ સાંભળશો તો… ક્યારેક અંગ્રેજોની શાન ગણાતી હતી આ બ્રાન્ડ્સ, આજે એના પર છે ભારતીયોનું રાજ આ છે દુનિયાનું સૌથી અણગમતું શાક, તમને ખબર હતી કે?