મોદી સરકારમાં સચિવ સ્તરે મોટા ફેરફારઃ આરકે સિંહ નવા ડિફેન્સ સેક્રેટરી
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી પછી નવી કેબિનેટના ગઠન અને એના પછી બજેટ સત્ર પણ પૂરું થયું, ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળના સચિવ સ્તરમાં 20 મોટા ફેરફરા કર્યા છે. નવા ડિફેન્સ સેક્રેટરી તરીકે આરકે સિંહને બનાવવામાં આવ્યા છે, જ્યારે એમના સિવાય અન્ય મોટા ફેરફાર કરવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકારે આરકે સિંહને નવા ડિફેન્સ સેક્રેટરી તરીકે વરણી કરી છે, જે વર્તમાન ડિફેન્સ સેક્રેટરી અરમાની ગિરધર(31 ઓક્ટોબર)ના નિવૃત્તિ પછી કાર્યભાર સંભાળશે. આરકે જોશી નવા સંરક્ષણ સચિવ બન્યા છે. રાજેશ કુમાર સિંહ કેરળ કેડરના 1989 બેચના આઈએએસ અધિકારી છે. દરમિયાન મનોજ ગોવિલને (મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ)ને ડિપાર્ટમેન્ટ ઓફ એક્સપેન્ડિચર, મિનિસ્ટ્રી ઓફ ફાઈનાન્સના સેક્રેટરી તરીકે નિમણૂક કરી છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે સસ્પેન્સ અકબંધ, કમિશને શું કહ્યું?
બીજી બાજુ શ્રીનિવાસને હાઉસિંગ એન્ડ અર્બન વિભાગના સચિવ બનાવ્યા છે. એના સિવાય વિવેક જોશીને પણ ડીઓપીટી સચિવ તરીકે નિયુક્ત કર્યા છે. હરિયાણા કેડરના 89 બેચના આઈએએસ અધિકારી વિવેક જોશીએ જીનિવા યુનિર્વસિટીમાંથી ઈન્ટરનેશનલ ઈકોનોમિક્સમાં પીએચડી અને એમએ કર્યું છે. આ ઉપરાંત, દીપ્તિ ઉમાશંકરને રાષ્ટ્રપતિના સચિવ બનાવ્યા છે, જ્યારે નાગરાજુ મદ્દિરાલાને નાણાકીય સેવાના સચિવ બનાવ્યા છે. પુણ્ય સલિલ શ્રીવાસ્તવને નવા આરોગ્ય અને પરિવાર કલ્યાણના સચિવનો હવાલો આપ્યો છે.
કેબિનેટની નિયુક્તિ સમિતિએ સંરક્ષણ વિભાગ, રક્ષા મંત્રાલયમાં સ્પેશિયલ ડ્યૂટી ઓફિસર તરીકે રાજેશ કુમાર સિંહની નિમણૂકને પણ મંજૂરી આપી છે. એના સિવાય નિયુક્તિ સમિતિએ સંરક્ષણ મંત્રાલયના સંરક્ષણના પ્રોડ્કશન ડિપાર્ટમેન્ટના સચિવ તરીકે સંજીવ કુમારની નિમણૂકને પણ મંજૂરી આપી છે.