ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ઓળખાણ પડી?
ઓલિમ્પિક રમતોત્સવમાં સાત ગોલ્ડ મેડલ અને પ્રત્યેક સિદ્ધિ વિશ્ર્વવિક્રમ સમયમાં નોંધાવનારા અમેરિકન સ્વીમરની ઓળખાણ પડે છે?
અ) એલેક્ઝાન્ડર પેપોવ બ) મેટ બિયોન્ડી ક) માઈકલ ફ્લેપ્સ ડ) માર્ક સ્પિટ્ઝ
ભાષા વૈભવ…
ગુજરાતી – ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી જમાવો
A B
કંકટ હળવી પીડા
કંકણ નાનો પથ્થર
કંકર બારણું
કસક આયુધ
કવટ ચૂડી
ગુજરાત મોરી મોરી રે
પ્રખ્યાત લોકગીતની પંક્તિ પૂરી કરો
‘મણિયારો તે હલુ હલુ થઈ રે વિયો ને મુજા ——— ઉદાસીમાં હોય રે’
અ) નસીબ બ) મનમાં ક) દલડાં ડ) આંગણ
જાણવા જેવું
કસબાથી મોટું હોય અને બહુ ધંધો વેપાર ચાલતો હોય, જ્યાં ઘણી જાતના લોકો વસતા હોય તથા જ્યાં ઘણા વેપારી અને કારીગરો હોય તેમ જ પ્રધાન ન્યાયાલય હોય તે નગર ગણાતું. નગરનું અર્ધું હોય તેને ગામ કહેવું અને તેવા ગામનું અડધું હોય તેને ખેડું અથવા ખેટક કહેવાય તથા ખેટકનું અર્ધ હોય તો તેને ફૂટ અને ફૂટનું અર્ધ હોય તેને ખર્વર કહેવાય.
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
મુંબઈથી સુરત પશ્ર્ચિમ રેલવે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે કયા સ્ટેશન પછી મહારાષ્ટ્રની હદ પૂરી થઈ ગુજરાતનો વિસ્તાર શરૂ થાય છે?
અ) બોઇસર
બ) વાપી
ક) વાણગાંવ
ડ) ઉમરગામ
નોંધી રાખો
જીદ બહુ ન કરવી, કારણ કે ધાર્યું કરવાની જીદમાં ક્યારેક એવું બની જાય છે જે બની શકે એવું તમે કદી ધાર્યું પણ નથી હોતું.
માઈન્ડ ગેમ
ભારતીય ક્રિકેટ ટીમ ૧૯૩૨ની સાલથી ટેસ્ટ ક્રિકેટ રમી રહી છે. ભારતીય ટીમે પ્રથમ વાર ટેસ્ટ વિજય કયા દેશ વિરુદ્ધ મેળવ્યો હતો એ જણાવો.
અ) વેસ્ટ ઈન્ડિઝ
બ) ન્યૂ ઝીલેન્ડ
ક) ઈંગ્લેન્ડ
ડ) ઓસ્ટ્રેલિયા
ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ
A B
શ્રેય કલ્યાણ
શ્ર્લેષ આલિંગન
શ્ર્લાઘા વખાણ
શ્ર્લિષ્ટ જોડેલું
શ્ર્વેત સફેદ
ગુજરાત મોરી મોરી રે
આંગણિયા
ઓળખાણ પડી
રાજીન્દર ગોયલ
માઈન્ડ ગેમ
૭
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
૨૯