મનોરંજન

આઠ વર્ષ સુધી Amitabh Bachchan સાથે કામ કરવા રાહ જોઈ ટોચની એક્ટ્રેસે અને પછી…

બોલીવૂડના બેતાજ બાદશાહ એવા અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) સાથે કામ કરવાની ઈચ્છા અને સપનું તમામ એક્ટર, એક્ટ્રેસનું હોય જ છે પણ આજે આપણે અહીં એક એવી એક્ટ્રેસ વિશે વાત કરવાના છીએ જેણે બિગ બી સાથે કામ કરવા માટે આઠ વર્ષની રાહ જોઈ હતી, પણ જ્યારે તેનું એ સપનું પૂરું અને ફિલ્મ રિલીઝ થયા બાદ જે થયું એ કદાચ કોઈએ સ્વપ્નેય નહીં વિચાર્યું હોય. ચાલો વધારે સસ્પેન્સ ક્રિયેટ કર્યા વિના તમને જણાવીએ તે આખરે કોણ છે એ એક્ટ્રેસ અને શું થયું એ ફિલ્મનું…

અહીં વાત થઈ રહી છે 1999માં આવેલી ફિલ્મ બદશાહ અને એક્ટ્રેસ મનિષા કોઈરાલા (Manisha Koirala). 1991માં આવેલી ફિલ્મ સૌદાગરથી મનિષાએ ફિલ્મી કરિયરની શરુઆત કરી હતી. પોતાની સુંદરતા અને ટેલેન્ટથી મનિષાએ દર્શકોના દિલ જિતી લીધા હતા. સૌદાગરર, 1942 લવ સ્ટોરી અને ખામોશી જેવી ફિલ્મો કર્યા બાદ મનિષા ટોચની એક્ટ્રેસ બની ગઈ હતી અને એનું પણ સપનું હતું કે તેને બિગ બી સાથે કોઈ ફિલ્મમાં કામ કરવા મળે. આ માટે તેણે પૂરા આઠ વર્ષની રાહ જોઈ.

આ પણ વાંચો : આ શખ્સને કારણે Aishwarya Rai-Bachchanએ છોડ્યો Jalsa Bunglow?

1999માં મનિષા કોઈરાલાને ફિલ્મ બાશાહમાં કામ કરવાની તક મળી. જ્યારે ફિલ્મ બાદશાહ રિલીઝ થઈ ત્યારે મનિષા કોઈરાલા 29 વર્ષની જ હતી અને બિગ બી 57 વર્ષના. બંનેની ઉંમર વચ્ચેના આ તફાવતને કારણે સ્ક્રીન પર બંનેની જોડી એકદમ કઢંગી લાગી અને ફિલ્મ રિલીઝ થતાં જ બોક્સ ઓફિસ પર એકદમ સુપર ફ્લોપ સાબિત થઈ હતી.

પોતાની સુંદરતા અને બોલ્ડ અદાઓને કારણે લાખો દર્શકોના દિલો પર રાજ કરનારી મનિષા કોઈરાલા આજે પણ લોકોના દિલ જિતી રહી છે. એક્ટ્રેસનું ફિલ્મી કરિયર ખૂબ જ લાઈમલાઈટમાં રહ્યું હતું. પણ કરિયરમાં એક એવો સમય પણ આવ્યો કે જ્યારે પોતાની આબરુ બચાવવા માટે કોર્ટનો દરવાજો ખટખટાવવો પડ્યો હતો અને પોતાની જ ફિલ્મની રીલિઝ અટકાવવની વિનંતી કરવી પડી હતી.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો મનિષા કોઈરાલા છેલ્લે સંજય લીલા ભણસાલીની વેબસિરીઝ હીરામંડીમાં જોવા મળી હતી અને એ પહેલાં પણ તે ફિલ્મોમા નાના-મોટા રોલ નિભાવતી જોવા મળી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
શું પત્ની પતિને રાખડી બાંધી શકે? જાણો શું કહે છે શાસ્ત્ર… ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ છે, પણ પાકિસ્તાનના રાષ્ટ્રીય ફૂલનું નામ સાંભળશો તો… ક્યારેક અંગ્રેજોની શાન ગણાતી હતી આ બ્રાન્ડ્સ, આજે એના પર છે ભારતીયોનું રાજ આ છે દુનિયાનું સૌથી અણગમતું શાક, તમને ખબર હતી કે?