વીક એન્ડ

ડ્યુન્સ – ફુઅર્ટેેવેન્ટુરામાં રણ ખૂંદવાની મજા…

અરાઉન્ડ ધ વર્લ્ડ – પ્રતીક્ષા થાનકી

મોન્ટાના રોહા ઉપરથી જે વ્યૂ જોવા મળેલા, ત્યાં નજીકમાં જ એક દિશામાં રણ શરૂ થતું હોય ત્ોવું લાગતું હતું. અહીં પહેલા આવી ચૂકેલાં મિત્રોએ ફુઅર્ટેવેન્ટુરામાં ડ્યુન્સ જરૂર જજો એવું રેકમેન્ડ પણ કરેલું. થોડાં વર્ષો પહેલાં અબુ ધાબીમાં ડ્યુન બ્ોશિંગ ગયેલાં ત્યારનું એડવેન્ચર પણ યાદ છે., અન્ો હાલમાં તો ફ્રાન્ક હરબર્ટની વાર્તા ‘ડ્યુન’ પર આધારિત ટિમોથી શેલોમે અભિનીત ફિલ્મોના કારણે ડ્યુનમાં આંટો મારવા મળે ત્ોની વધુ ઇંત્ોજારી હતી. એ ફિલ્મોમાં સંગીતકાર બાન્સ ઝિમરનું મ્યુઝિક રણના માહોલન્ો એવું સૂટ કરે છે કે ડ્યુન્સનું નામ લેવાતાં જ હવે તો એ ફિલ્મનું સંગીત બ્ોકગ્રાઉન્ડ મ્યુઝિક તરીકે વાગવા માંડતું હતું. ફુઅર્ટેવેન્ટુરાનાં આ ડ્યુન્સ ઉપરથી દેખાતાં હતાં એટલાં નજીક ન હતાં. જે હાઇવે પુએર્ટો ડેલ રોઝારિયોથી અમન્ો અહીં લાવેલો એ હાઇવે આગળ જઈન્ો એક તરફ રણ અન્ો બીજી તરફ ઘેરો બ્લુ દરિયો લઇન્ો અત્યંત સુંદર અન્ો વિરોધાભાસી દૃશ્યો સર્જી રહૃાો હતો.

અમે મોન્ટાના રોહા તરફથી આવતાં હતાં, એવામાં આ ડ્યુન્સનો ખરો એન્ટ્રી પોઇન્ટ શું છે ત્ો સમજાયું નહીં. જોકે મોન્ટાના રોહામાં પણ એવું જ થયું હતું. ઇન્ટરન્ોટ રિસર્ચથી જ ખબર પડી હતી કે અહીં કોઈ જાતની સાઇન વિના એક પાર્કિંગ છે. ડ્યુનના કિસ્સામાં આગળ જતાં એવાં ઘણાં પાર્કિંગ જોવા મળ્યાં. આમ જોવા જાઓ તો લોકો અહીં કોઈ પણ ખાલી, પ્રમાણમાં લંબચોરસ પ્લોટ જેવી જગ્યા પડતી, ત્ોન્ો પાર્કિંગ કહેતાં હોય ત્ોવું લાગ્યું. કારણ કે અહીં પાર્ક કરનારાઓ તો ગમે ત્યાં કાર પાર્ક કરીન્ો ચાલતાં થતાં હતાં. ત્ો સમયે ટૂરિસ્ટનો મારો એટલો ઓછો હતો કે પાર્કિંગ બાબત્ો કોઈ ચેકિંગ થતું હોય ત્ોવું પણ લાગ્યું નહીં. હવે વોલ્કેનિક પહાડથી જરા દૂર આવ્યાં પછી એ તો સ્પષ્ટ હતું કે આ ડ્યુન્સમાં જ્યાંથી પણ ઘૂસવું હોય ત્ો એન્ટ્રી પોઇન્ટ હતો. અહીં પ્રવેશવાનો કોઈ દરવાજો નથી.

૨૩ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું આ રણ આમ તો કોરાલેયો ન્ોશનલ પાર્ક તરીકે ઓળખાય છે, પણ ત્યાં અંદર જવાનો દરવાજો શોધવાનું અમે થોડી વારમાં જ બંધ કરી દીધું હતું. અહીં તો ક્યાંયથી પણ પ્રવેશો, બસ કાર સુધી પાછાં આવવાની દિશા યાદ રાખવી જરૂરી હતી. ત્ો દિવસ્ો પહેલાં તો અમે મોન્ટાના રોહાની નજીકથી જ રણમાં પગ્ો ચાલીન્ો આંટો માર્યો. અન્ો થોડી જ વારમાં હાન્સ ઝિમરના સંગીત સાથે મનમાં ‘લેકિન’ અન્ો ‘લમ્હે’ જેવી હિંદી ફિલ્મોનાં ગીતો વાગવા માંડેલાં. આ રણ ન રાજસ્થાન જેવું છે, ન અબુ ધાબી જેવું. હજી પ્ાૂરાં કચડાઇન્ો રેતી ન બન્યાં હોય ત્ોવાં છીપલાં સાથે આ રણ જરા વધુ પડતી ફેલાઇ ગયેલી દરિયાઈ બીચની રેતીથી બન્ોલું હોય ત્ોવું લાગતું હતું. ત્યાંની રેતી હજી સમય સાથે વધુ ન્ો વધુ ફાઇન થઈ રહી હતી, પણ હજી ત્ો કોઈ કોઈ વિસ્તારમાં પ્રમાણમાં કરકરા દળેલા લોટ જેવી હતી. અહીં રેતીન્ો વિગત્ો તપાસવી જ રહી, કારણ કે ત્ો સિવાય દૂર દૂર સુધી કશું જ ન હતું. ભરબપોરે અમન્ો જરા વધુ પડતો તડકો લાગ્યો. પહાડની હાઈકનો થાક, જમવાનો સમય અન્ો તડકાથી પ્રોટેક્શનનો વિચાર અમન્ો ફરી કાર તરફ લઈ આવ્યો.

આ કોરાલેયો ન્ોશનલ પાર્કની મજા ખાસ સનસ્ોટ અન્ો સનરાઇઝ વખત્ો જરૂર આવતી હોવી જોઈએ. વળી કોરાયેલો શહેર પણ હજી અમારે સારી રીત્ો જોવાનું બાકી હતું. ત્ો સમયે વધુ થાક્યા વિના અમે કોરાયેલો તરફ નીકળીન્ો શહેર નજીક આવતાં એક કાફેમાં જમ્યાં, અન્ો આગળનો સરખો પ્લાન બનાવ્યો. ડ્યુન્સ અમારી ધારણા કરતાં વધુ ભવ્ય અન્ો મોટો વિસ્તાર નીકળ્યો. ત્યાં માત્ર હાઇકથી કામ નહીં ચાલે. અહીં શાંતિથી ફોન પરનું રિચર્સ અમન્ો કોરાયેલોમાં એક બાઇક અન્ો ક્વોડ રેન્ટલ સ્ટોર પર લઈ આવ્યું. હવે ૨૩ કિલોમીટરની હાઇક એક દિવસમાં કરવાનું શક્ય ન હતું. અમારી ટચૂકડી રેન્ટલ ફિયાટ પાન્ડા રણમાં ચાલવા સક્ષમ ન હતી. એવામાં અમે એક મજેદાર ક્વોડ રેન્ટ કર્યું. આ પહેલાં ગ્રીસમાં મળેલું ત્ો ક્વોડ કરતાં અહીંનું વાહન જરા અલગ લાગતું હતું. મજાની વાત એ છે કે અહીં ક્વોડન્ો બગ્ગી કહેતાં હતાં. અમે સાંજે સાત સુધી ત્યાં રહીશું એમ વિચારીન્ો બાકીના દિવસ માટે આ ડ્યુન બગ્ગી પર જ રહેવાનાં હતાં. હવે તો ડ્યુન્સમાંથી સનસ્ોટ જોઈન્ો જ નીકળીશું. એ ભાઈન્ો અમે પ્ાૂછ્યું કે અહીં પાર્કિંગ બાબત્ો કોઈ તકલીફ પડે ત્ોવું તો નથી ન્ો. ત્ોમણે અમન્ો ધરપત આપી કે અહીં મોટાભાગનાં પાર્કિંગ ફ્રી છે. મેઇન ટૂરિસ્ટ સિઝન સિવાય અહીં ભાગ્યે જ ટ્રાફિક હોય છે.

આ વખત્ો ફરી એકવાર અમે રણમાં ચાર પ્ૌડાં પર પ્રવેશ્યાં. બગ્ગીનો અવાજ ભારતમાં કોઈ ટેમ્પો ચલાવતાં હોઇએ એવો આવતો હતો. રણમાં પહોંચતાં પહેલાં શહેરના રસ્તા પર થોડા અંતર સુધી આ કહેવાતી બગ્ગી ચલાવવી પડી. રણમાં પ્રવેશ્યાં પછી અમન્ો માત્ર બગ્ગીનો અવાજ સંભળાતો હતો. એવામાં હવે કોઈ ફિલ્મનું બ્ોકગ્રાઉન્ડ મ્યુઝિક યાદ નહોતું આવતું. અમે સાથે પાણી, ચિપ્સ, સ્ોન્ડવિચિઝ, એપ્પલ્સ અન્ો મુસલી બાર લઈન્ો નીકળેલાં. ઇચ્છા થાય તો ત્યાં પિકનિક પણ થઈ શકે ત્ોમ હતું. જરા વંટોળમાં આંખો પર ગોગલ્સ અન્ો નાક કવર કરવું જરૂરી હતું. અહીં વંટોળ કે વરસાદનું પ્રેડિક્શન હોય ત્યારે ખાસ ન આવવું. ડ્યુન્સમાં બગ્ગીથી અંદર જવાનું અલગ એડવેન્ચર હતું, પણ એક વાર અંદર પહોંચીન્ો ફરી અમે થોડું પગ્ો ચાલીન્ો જ મજા કરી. ત્ો વાહનનાં અવાજ વિના અહીં ચારે તરફ જે શાંતિ અનુભવાતી હતી ત્ો જ અહીંની ખાસિયત છે. એક તરફ અનંત દરિયો છે અન્ો બીજી તરફ પથરાળ વોલ્કેનિક લેન્ડસ્કેપ. રેતીની ટેકરીઓ પર બ્ોસીન્ો સનસ્ોટ માણ્યા પછી કોરાયેલો તરફ બગ્ગી પાછી આપવા ગયાં. ત્ોના કારણે રણમાં વધુ અંદર જવા મળ્યું અન્ો અમે અડધા દિવસમાં જ મોટાભાગનો રણ વિસ્તાર ખૂંદી વળ્યાં. બાકી સમય હોય તો ડ્યુન્સ પર પગ્ો ચાલીન્ો વધુ મજા આવે ત્ોવું છે. હવે કોરાયેલો શહેરનો વારો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button