મુંબઈને સ્લમ-ફ્રી બનાવવા માટે બોમ્બે હાઈ કોર્ટે પ્રશાસનને કરી મહત્ત્વની ટકોર
![The foundation stone of the proposed new Bombay High Court complex was laid by the Chief Justice](/wp-content/uploads/2024/07/bombay-high-court.webp)
મુંબઈ: મુંબઈને ઝૂંપડપટ્ટીમુક્ત બનાવવાનું વિઝન હોવું જોઇએ, એમ જણાવતા હાઇ કોર્ટે ખાનગી બિલ્ડરો દ્વારા ઝૂંપડપટ્ટીવાસીઓના થતા હાલ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. આ સિવાય હાઇ કોર્ટે મહારાષ્ટ્ર સ્લમ એરિયા (ઇમ્પ્રુવમેન્ટ, ક્લિઅરન્સ એન્ડ રિડેવલપમેન્ટ) એક્ટના કડક રીતે અમલ કરાવવા પર ભાર મૂક્યો હતો.
દેશની આર્થિક રાજધાની અને આંતરરાષ્ટ્રીય શહેર તરીકે ઓળખાતા મુંબઈને ઝૂંપડપટ્ટીમુક્ત બનાવવાનું વિઝન હોવું જોઇએ. આપણને ઝૂંપડપટ્ટીથી સંપૂર્ણ રીતે મુક્ત શહેરની જરૂર છે. ઉક્ત કાયદો આ વિઝન માટે લાભદાયક નીવડશે, એમ હાઇ કોર્ટે કહ્યું હતું.
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ઉક્ત કાયદાના ‘પરફોર્મન્સ ઓડિટ’ કરાવવા માટે હાઇ કોર્ટની બેન્ચની ગયા અઠવાડિયે રચના કરવામાં આવી હતી. શહેરમાં યોગ્ય રીતે વિકાસ થવાની જરૂર છે, એમ હાઇ કોર્ટે જણાવ્યું હતું.
આ પણ વાંચો : મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે સસ્પેન્સ અકબંધ, કમિશને શું કહ્યું?
આ પ્રકરણે સરકાર, સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી (એસઆરએ) અને અન્યો તેમના જવાબ નોંધાવવા માટે નિર્દેશ કરતા હાઇ કોર્ટે સુનાવણી ૨૦મી સપ્ટેમ્બર સુધી મુલતવી રાખી હતી.
ભવિષ્યની પેઢીનો વિચાર કરો. ૧૦૦ વર્ષ પછી શું થશે? શું ખુલ્લી જગ્યાની જરૂર નહીં પડે? લંડન તથા અન્ય વિદેશી શહેરોમાં ખુલ્લી જગ્યા પર વધુ ભાર આપવામાં આવે છે ત્યાં એક ઇંટ પણ બેસાડવાની પરવાનગી આપવામાં આવતી નથી. મુંબઈમાં ફક્ત કોંક્રિટનું જંગલ બને અને ખુલ્લી જગ્યા જ રહે એવું ન થવું જોઇએ, એમ કોર્ટે વધુમાં જણાવ્યું હતું.
(પીટીઆઇ