મનોરંજન

અક્ષયકુમારની ફ્લોપની હારમાળા ચાલુ, જાણો ખેલ ખેલ મેંનું બોક્સ ઑફિસ કલેક્શન

અક્ષય કુમાર આ વર્ષે તેમની ત્રીજી ફિલ્મ ખેલ ખેલ મેં લઇને આવી ગયા છે. આ ફિલ્મ 15 ઑગસ્ટના રોજ સિનેમાઘરોમાં રજૂ થઇ છે. નિર્દેશક મુદસ્સર અઝીઝની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સ્ત્રી 2 અને વેદાનો સામનો કરી રહી છે, એવામાં પહેલા દિવસે કઇ ફિલ્મે બાજી મારી અને કઇ ફિલ્મ પર ફ્લોપનું લેબલ લાગ્યું એ જાણીએ.

નિર્દેશક મુદસ્સર અઝીઝે ખેલ ખેલ મેંનું નિર્દેશન કર્યું છે. એમણે અગાઉ હેપ્પી ભાગ જાયેગી, પતિ પત્ની ઔર વો જેવી ઘણી કોમેડી ડ્રામા ફિલ્મો બનાવી છે. તેમની ફિલ્મ ખેલ ખેલ મેં, સ્ત્રી-2 અને વેદા સાથે જ દેશભરમાં રજૂઆત પામી હતી. એક અહેવાલ મુજબ 2000 સિનેમાઘરમાં ખેલ ખેલ મેં રજૂ કરવામાં આવી છે. અક્ષય જેવી સ્ટારકાસ્ટ હોવાને કારણે દરેકની નજર ખેલ ખેલ મેં પર હતી કે આ ફિલ્મ બાકીની બે ફિલ્મો સાથે કેવી રીતે સ્પર્ધા કરે છે.

આ પણ વાંચો : ખેલ ખેલ મેંઃ અક્ષય કુમારની આ ફિલ્મ દર્શકોને હસાવશે અને અક્ષયની હાલકડોલક નૈયા પણ પાર લગાવશે

ફિલ્મ ખેલ ખેલ મેંની પ્રારંભિક કમાણીના આંકડા જાણીને અક્ષયના ફેન્સની ચિંતા વધી જાય એમ છે. આ ફિલ્મે પહેલા દિવસે માત્ર રૂ.પાંચ કરોડની જ કમાણી કરી છે, જે અક્ષયકુારના સ્ટારડમની સામે ઘણું જ ઓછું છે. એની સામે જોન અબ્રાહમની વેદાએ 6.52 કરોડ રૂપિયા અને સ્ત્રી-2એ 54.35 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ટૂંકમાં કહીએ તો સ્ત્રી-2 અને વેદા સાથે રિલીઝ થયેલી ખેલખેલમેં દર્શકોને રિઝવવામાં નિષ્ફળ ગઇ છે. આ ત્રણે ફિલ્મમાં સૌથી ઓછું કલેક્શન ખેલખેલ મેંનું રહ્યું છે.
ખેલખેલ મેંમાં અક્ષયકુમાર ઉપરાંત વાણી કપૂર, તાપસી પન્નુ, એમી વિર્ક, પ્રજ્ઞા જયસ્વાલ અને ફરદીન ખાન પણ જોવા મળે છે. આ ફિલ્મમાં મોબાઇલમાં કેટલાક રહસ્યો છુપાયેલા છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button