વકફ બોર્ડની સંપત્તિને કોઈને હાથ લાગવા નહીં દઉં: ઉદ્ધવ ઠાકરે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને શિવસેના યુબીટી નેતા ઉદ્ધવ ઠાકરેએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે તેઓ વક્ફ બોર્ડ અને મંદિરોની મિલકતોને કોઈને હાથ લાગવા દેશે નહીં. ઉદ્ધવે મુખ્ય પ્રધાન પદને લઈને પણ મહત્વની વાત કરતાં કહ્યું હતું કે તેઓ મહાવિકાસ આઘાડી ગઠબંધનમાં લઈને ચર્ચા કરી રહ્યા છે.
વક્ફ મિલકતને કોઈને હાથ લગાવવા નહીં દઉં
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું, હું ઘોષણા કરું છું કે જો કોઈ વક્ફ બોર્ડ અથવા કોઈ મંદિર અથવા ધાર્મિક સંપત્તિને સ્પર્શ કરવાનો પ્રયાસ કરશે, તો હું તેને થવા દઈશ નહીં. આ મારું વચન છે. આ કોઈ બોર્ડનો પ્રશ્ર્ન નથી પણ આપણા મંદિરોનો પણ પ્રશ્ર્ન છે. જેમ કે શંકરાચાર્યએ કહ્યું છે કે કેદારનાથ મંદિરમાંથી 200 કિલો સોનું ચોરાયું છે તો તેની તપાસ થવી જોઈએ.
આ પણ વાંચો : ઉદ્ધવ ઠાકરેને ટોણો: આ સરકાર રૂબરૂ કામ કરે છે, ફેસબુક પર નહીં
મુખ્યમંત્રી પદ આપવાના પક્ષમાં નથી
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, મહાવિકાસ આઘાડીને મુખ્ય પ્રધાન પદના ચહેરો નક્કી કરવા દો. કોંગ્રેસ અને એનસીપી-એસપીને પોતપોતાના સીએમ ઉમેદવારોના નામ સૂચવવા દો. અમે તેને સમર્થન આપીશું. આપણે મહારાષ્ટ્ર અને દેશના ભલા માટે કામ કરવાનું છે અને હું 50 સ્કેમર્સ અને દેશદ્રોહીઓને જવાબ આપવા માંગુ છું કે લોકો અમને ઇચ્છે છે અને તેમને નહીં.
ઠાકરેએ કહ્યું હતું કે, તમે (મહાયુતિ) અને અમે (મહા વિકાસ આઘાડી) આ દેશ અને રાજ્ય માટે શું કર્યું તેની ચર્ચા કરવા હું તૈયાર છું. તેઓ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ કરાવતા નથી કે ચૂંટણીની તારીખો અંગે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી