PM Modiએ પૂછ્યું, Paris Olympicમાં રૂમમાં AC ના હોવાને કારણે કોણે કોસ્યા? જવાબમાં…
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ભારતીય ઓલમ્પિક ટીમ માટે યોજાયેલા સમારોહમાં ખેલાડીઓ સાથે દિલ ખોલીને વાત કરી હતી. 15મી ઓગસ્ટના સ્વતંત્રતા દિવસ બાદ લાલ કિલ્લા પર યોજાયેલા એક કાર્યક્રમમાં ઓલમ્પિક ટીમને હોસ્ટ કર્યું હતું અને આ જ કાર્યક્રમના પીએમ મોદી દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં તે કંઈક એવું કહેતા સંભળાય છે કે જે સાંભળીને કદાચ તમે પણ ચોંકી ઉઠશો. આવો જોઈએ એવું તે શું કર્યું પીએમ મોદીએ-
વીડિયોમાં પીએમ મોદીજી ખેલાડીઓ સાથે વન ટુ વન વાત કરતાં જોવા મળી રહ્યા છે અને આ જ દરમિયાન પીએમ મોદીએ તેમની સાથે હસી મજાકની સાથે સાથે પડેલી મુશ્કેલીઓ વિશે પણ વાત કરી હતી. પેરિસ ઓલમ્પિક પર્યાવરણ અનુકૂળ હોવાને કારણે ખેલાડીઓના રૂમમાં એસી નહોતા, જેને કારણે ભારતીય રમતગમત મંત્રાલયે ઉતાવળમાં 40 એસીની વ્યવસ્થા કરવી પડી હતી. આ મુદ્દે વાત કરતાં પીએમ મોદીએ પૂછ્યું કે કોણે કોણે રૂમમાં એસી ના હોવા માટે મને દોષ આપ્યો હતો? પીએમ મોદીના આ સવાલનો જવાબ કોઈએ નહીં આપ્યો.
આ પણ વાંચો : વડા પ્રધાન મોદી પેરીસ ઓલમ્પિકના એથ્લેટ્સને મળ્યા, મનુએ પિસ્તોલ અને શ્રીજેશે જર્સી ભેટ આપી
આગળ પીએમ મોદીએ કહ્યું કે રૂમમાં એસી નહોતા, ગરમી પણ હતી. હું જાણવા માંગું છું કે તમારામાંથી કોણે પહેલાં કહ્યું કે મોદી મોટી મોટી વાતો કરે છે, પણ આપણા રૂમમાં એસી પણ નથી, સૌથી વધુ મુશ્કેલી કોને પડી? પણ મને જાણવા મળ્યું છે કે અમુક કલાકોમાં જ આ સમસ્યાનું નિવારણ થઈ ગયું હતું, તમને તમામ શ્રેષ્ઠ સુવિધાઓ પૂરી પાડવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા.
પુરુષ સિંગલ બેડમિન્ટનમાં ચોથા સ્થાને રહેલાં લક્ષ્ય સેન સાથે વાતચીત કરતાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે જ્યારે હું લક્ષ્યને પહેલી વખત મળ્યો ત્યારે તે ખૂબ જ નાનો હતો. હવે મોટો થઈ ગયો છે. પણ લક્ષ્ય તને ખ્યાલ છે હવે તું એક મોટો સેલિબ્રિટી બની ગયો છે? પીએમ મોદીનો આ સવાલ સાંભળીને કહ્યું હતું કે જી સર, પણ મેચ દરમિયાન પ્રકાશ સરે મારો ફોન લઈ લીધો હતો અને મને કહ્યું હતું કે મેચ પૂરી થયા બાદ જ હવે ફોન મળશે. ત્યારે મને ખ્યાલ આવ્યો કે લોકોએ મારો કેટલો ઉત્સાહ વધાર્યો હતો.
લક્ષ્ય સેને આગળ એવું પણ કહ્યું કે મારા માટે આ સૌથી બેસ્ટ લેસન હતો. મારી પહેલી ઓલમ્પિકમાં આ સારો અનુભવ હતો. પહેલી કેટલીક મેચ માટે હું નર્વસ હતો, પણ પછી બધુ નોર્મલ થઈ ગયું. થોડું દુઃખ ચોક્કસ થયું કે આટલું નજીક આવીને પણ જિતી ના શક્યો, પણ બીજી વખત ખૂબ જ મહેનત કરીશ…
લક્ષ્યની આ વાત સાંભળીને પીએમ મોદીએ કહ્યું કે જો પ્રકાશ સર આટલા અનુશાસનપ્રિય છે તો બીજી વખત પણ એમને જ મોકલાવીશ…